Home /News /panchmahal /Panchmahal: શું તમે નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો છો? ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કરશે આર્થિક મદદ
Panchmahal: શું તમે નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો છો? ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કરશે આર્થિક મદદ
Start-up શરૂ કરવા ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આપે છે ફંડિંગ
નવા સ્ટાર્ટઅપ માટે ફંડિંગની સાથે સાથે વિષયના મેન્ટર એટલે કે એક્સપર્ટ પાસેથી સ્ટાર્ટઅપ વિશેનું સંપૂર્ણ જ્ઞાન મેળવીને સફળ સ્ટાર્ટ અપ શરૂ કરી શકે , તે માટે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલીસી 2.0 અંતર્ગત એવા
Prashant Samtani, Panchmahal: પંચમહાલ જીલ્લોએ આદિવાસી અને પછાત જિલ્લો ગણવામાં આવે છે. અહીંના બાળકો 2015 પહેલા અભ્યાસ માટે મોટા શહેરોમાં સ્થળાંતર કરતા હતા.ઉપરાંત પંચમહાલ જિલ્લામાં આવેલી મોટાભાગની કોલેજો ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી ,યુનિવર્સિટીનું નાનું મોટું કામ પણ પડે તો વિદ્યાર્થીઓએ છેક અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની ઓફિસ ખાતે લાંબા થવું પડતું હતું.
પરંતુ 2016ની સાલમાં સ્થાપવામાં આવેલી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ જાણે પંચમહાલ જિલ્લાની છાપ જ બદલી નાખી હોય તેમ જણાઈ આવે છે. વર્તમાનમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે કુલ 231 કોલેજો સંલગ્ન થઈ, પંચમહાલ, દાહોદ ,મહીસાગર વડોદરા, જિલ્લાના લાખો વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડી રહી છે. આ ઉપરાંત ઉત્તરોત્તર પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ પ્રગતિ કરે અને પોતાનું તથા જિલ્લાનું નામ દેશભરમાં રોશન કરે તે માટે યુનિવર્સિટી નવા સ્ટાર્ટઅપ કરવા માગતા નવ યુવાનો માટે ખાસ પ્રકારની સ્ટાર્ટઅપ યોજના લઈ આવી છે.
શું છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી 2.0? તેના વિશેની સંપૂર્ણ માહિતી.
પંચમહાલ જિલ્લાનો કોઈપણ વિદ્યાર્થી , જે કોલેજમાં અભ્યાસ કરે છે અથવા કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ છે, તે કોઈપણ વિદ્યાર્થી પોતાના નવા સ્ટાર્ટઅપ માટે ફંડિંગની સાથે સાથે વિષયના મેન્ટર એટલે કે એક્સપર્ટ પાસેથી સ્ટાર્ટઅપ વિશેનું સંપૂર્ણ જ્ઞાન મેળવીને સફળ સ્ટાર્ટ અપ શરૂ કરી શકે , તે માટે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલીસી 2.0 અંતર્ગત એવા એન્ટરપ્રિન્યોર્સને ફંડિંગની સાથે સાથે વેપાર ધંધાની તાલીમ પણ આપવામાં આવી રહી છે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીને 2022 થી લઈને 2017 પાંચ વર્ષ માટે રૂપિયા એક કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર તરફથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી 2.0 અંતર્ગત ફાળવવામાં આવી છે .જે અંતર્ગત દર વર્ષે યુનિવર્સિટીને 20 લાખ રૂપિયા રકમની ફાળવણી કરવામાં આવામાં આવશે. જે રકમમાંથી જિલ્લાના એવા વિદ્યાર્થીઓ કે, જેઓ પોતાનો નવો આઈડિયા અને નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે , તે સ્ટાર્ટઅપ ના આઈડિયા, સ્ટાર્ટઅપના પ્રપોઝલ પર થી સમાજને થવાનો ફાયદો અને સાથે સાથે અન્ય કેટલા વિદ્યાર્થીઓએ અપ્લાય કર્યું છે, તેવા મહત્વના મુદ્દાઓને આધારે સારા સારા સ્ટાર્ટઅપસને યુનિવર્સિટી દ્વારા ફંડીંગ આપવામાં આવશે .
ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી દ્વારા આપવામાં આવનાર રકમ નોન રીફંડેબલ રહેશે. જે પરત ચૂકવવાનું રહેશે નહીં, પરંતુ ફંડ લેનાર વિદ્યાર્થીઓએ પોતે ફંડ ક્યાં વાપર્યું તેનો પાક્કો હિસાબ યુનિવર્સિટીને રજૂ કરવાનો રહેશે . વિદ્યાર્થી દીઠ યુનિવર્સિટી દ્વારા મેક્સિમમ ફંડની લિમિટ રૂ 2,00,000 અને ઓછામાં ઓછી ફંડની લિમિટ રૂ 40,000 અંદાજે નક્કી કરવામાં આવી છે, જે સમય સંજોગ અને અરજીઓના આધારે ચુકવણી કરવામાં આવશે.
સ્ટાર્ટઅપની આ સ્કીમ નો ફાયદો એ છે કે, કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વ્યક્તિઓ પણ આ યોજનાનો લાભ લઈને પોતાનું નવું સ્ટાર્ટ અપ શરૂ કરી શકે છે .આમ જોવા જઈએ તો આ સ્ટાર્ટઅપમાં અપ્લાય કરવા માટેની મહત્તમ ઉંમર મર્યાદા 35 વર્ષ છે , તેમ છતાં પણ જો તમારો આઈડિયા સારો હોય અને તેનાથી સમાજનો વિકાસ થાય તેમ હોય તો જરૂરથી અપ્લાય કરવો જોઈએ, જો યુનિવર્સિટીની કમિટીને લાગશે તો તમારી ઉંમરને ધ્યાનમાં ના લઈને, તમારા આઈડિયા ને ધ્યાનમાં લઈને તમને ફંડ ચૂકવવામાં આવશે.
સ્ટુડન્ટ સ્ટાર્ટર ઇનોવેશન પોલીસી 2.0 માં આવેદન કેવી રીતે કરવું?
ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એસ.એસ.આઇ.ટી કોર્ડીનેટર અને સિગ્મા સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર મોનિક જાની સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે યુનિવર્સિટી સંલગ્ન 231 કોલેજોમાં ટૂંક સમયમાં આ યોજના અંતર્ગત આવેદન કરવા માગતા વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે. આ ઉપરાંત કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે જાહેરાતના માધ્યમથી આ યોજના માટે આવેદન મંગાવવામાં આવશે .
જે આવેદનની સાથે સ્ટાર્ટઅપ અંગેનું સંપૂર્ણ પ્રપોઝલ જેને પ્રોજેક્ટ રિપોર્ટ પણ કહી શકાય છે ,તે આપવાનું રહેશે યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલ સ્કૃટીનીટી કે જેમાં ઇન્ડસ્ટ્રીઝના બે અધિકારીઓ ,જુદા જુદા એકેડેમિક ફિલ્ડના બે અધિકારીઓ અને જુદા જુદા વિષયોના બે એક્સપર્ટ્સ તથા સાથે સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સીલર, રજીસ્ટર , કોર્ડીનેટર વગેરે એમ 11 જણાની કમિટી દ્વારા આવેલા તમામ આવેદન વેરીફાઇ કરી ,તેને પ્રાથમિકતા ના ધોરણે ફંડિંગ કરવામાં આવશે .આ સમગ્ર પ્રક્રિયા , આવેદન કર્યા બાદ એક મહિનાની રહેશે.
જે વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત ફંડિંગ આપવામાં આવશે , તે વિદ્યાર્થીઓને ધંધાની બારીકાઇઓ સમજાવવા માટે મેન્ટરની નિમણૂક પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવનાર છે .જે જુદા જુદા સ્ટાર્ટઅપ વિષયોના એક્સપર્ટ હશે , તેઓ ફંડિંગ પામનાર વિદ્યાર્થીઓને ધંધા વિશેની સંપૂર્ણ કળાઓનું જ્ઞાન આપતા રહેશે અને ધંધો વિકસાવવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત ધંધામાં મહત્વના પ્રશ્નો જેમકે કાચા માલની ખરીદી, ઉત્પાદન , કર્મચારી સંચાલન, પેકિંગ ,માર્કેટિંગ વગેરે જેવી બાબતોનું સંપૂર્ણ જ્ઞાન આપીને ધંધાને સફળ બનાવવામાં મજબૂત ભાગ ભજવશે. યુનિવર્સિટી આ યોજના અંતર્ગત ફક્ત ફંડિંગ આપવાનું જ નહીં, પરંતુ તે ફંડિંગ નો સદુપયોગ થાય અને જિલ્લાના વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે મેન્ટરની નિમણૂક કરીને ધંધાને વિકસાવવા માટે પણ કાર્ય કરશે.
તો રાહ શેની જોઈ રહ્યા છો ? જો તમારી પાસે પણ સારો આઈડિયા હોય અને પ્લેટફોર્મની શોધમાં હો, તો વહેલી તકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી નો સંપર્ક કરી તમારા આઈડિયાના સ્વપ્નને હકીકતમાં તબીલ કરો .આ યોજના અંગેની વધુ માહિતી માટે તમે યુનિવર્સિટી પણ વિઝીટ કરી શકો છો અથવા એસએસઆઇટીના કોર્ડીનેટર ડોક્ટર મોનિક જાની સાથે સીધો સંપર્ક પણ સાદી શકો છો.