પંચમહાલ: સમગ્ર પંચમહાલ જિલ્લાના પ્રજાજનો એ હર્ષોલ્લાસથી દિવાળી પર્વની ઉજવણી કરી નવ વર્ષ નું સ્વાગત કરવામાં આવ્યું.અગીયારસથી જ પ્રજા ઉત્સવ ની ઉત્સાહ ભેર ઉજવણી કરી. ગોધરાના યુવાનો દ્વારા ચલાવવામાં આવતું સ્પર્શ ગ્રુપ જેના દ્વારા પોતાનું તો ખરું જ પરંતુ બીજાની પણ ચિંતા કરી દિવાળી ઉત્સવ ઊજવવામાં આવ્યો. ધનતેરસ અને ગુરુ પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદી પણ કરવામાં આવી. સાથે સાથે કાળી ચૌદસ ના દિવસે પ્રજા દ્વારા પોતાના શ્રદ્ધા સ્થાને દર્શન કરી કાળી ચૌદશ ની ઉજવણી કરાઇ તેમ જ દિવાળીના દિવસે ચોપડા પૂજન તેમજ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા કાન જગાઈ ની પરંપરા પણ અનુસરવામાં આવી. તેમજ જિલ્લામાં પ્રજાએ ફટાકડા ફોડી ઉત્સાહથી દિવાળી પર્વની ઉજવણી કરી તેમજ નવા વર્ષનું સ્વાગત કર્યું...