Home /News /panchmahal /Panchmahal: 40,000 કરતાં વધારે પુસ્તકો ધરાવતું જિલ્લા પુસ્તકાલય કેન્દ્ર, સામાન્ય રકમમાં બની શકો છો મેમ્બર

Panchmahal: 40,000 કરતાં વધારે પુસ્તકો ધરાવતું જિલ્લા પુસ્તકાલય કેન્દ્ર, સામાન્ય રકમમાં બની શકો છો મેમ્બર

X
સરકારી

સરકારી જિલ્લા પુસ્તકાલય, ગોધરા

ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડ પાસે આવેલું સરકારી જિલ્લા પુસ્તકાલય એ ખરેખર વાંચકો માટે તેમજ અભ્યાસમાં વૃત્તિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખુબજ મહત્વનું સાબિત થાય એવું છે.

Shivam Purohit, Panchmahal: વાંચનનો શોખ એ એવો શોખ છે કે ઘણા લોકો જો દિવસમાં 10 પાનાંનું વાંચન ન કરે તો જાણે દિવસ અધુરો લાગે. વાંચકોનો ખજાનો એટલે પુસ્તકાલય અને તેમાં પણ વિવિધ પુસ્તકોના સમય સાથેનું પુસ્તકાલય એ ખરેખર વાંચકો માટે આશીર્વાદ સમાન છે. ત્યારે ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડ પાસે આવેલું સરકારી જિલ્લા પુસ્તકાલય એ ખરેખર વાંચકો માટે તેમજ અભ્યાસમાં વૃત્તિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખુબજ મહત્વનું સાબિત થાય એવું છે.૪૦,૦૦૦ કરતાં વધારે ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષાના પુસ્તકોનો સંગ્રહ ધરાવતું આ પુસ્તકાલય પંચમહાલ જિલ્લાની વાંચનની તરસ છિપાવે જેટલી ક્ષમતા ધરાવે છે.

સરકારી જિલ્લા પુસ્તકાલય ગોધરા ૨૭/૮/૧૯૭૪થી કાર્યરત છે.પુસ્તકાલયમાં૪૦ હજાર જેટલા પુસ્તકો છે.

જિલ્લા પુસ્તકાલયની મુલાકાત લેતા ગ્રંથપાલ વિદ્યાબેન ભમાત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારી જિલ્લા પુસ્તકાલય ગોધરા ૨૭/૮/૧૯૭૪થી કાર્યરત છે. જેમાં ૪૦ હજાર જેટલા પુસ્તકો છે.જેમાં ગુજરાતી, હિંદી તેમજ અંગ્રેજી ભાષાનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમજ જિલ્લા પુસ્તકાલય કેન્દ્ર ખાતે ગુજરાતી હિંદી તેમજ અંગ્રેજી ભાષાના 10 જેટલા દૈનિકો પણ આવે છે જેનું વાંચન વાચકો વિનામૂલ્યે પુસ્તકાલયમાં બેસીને કરી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. તેમજ આ પુસ્તકાલયમાં ૧૯૬૦ થી લઈને ૨૦૨૨ સુધી ના નવા પુસ્તકો પણ છે.

પુસ્તકાલયના સભ્ય બન્યા બાદ વાંચકો પુસ્તક ઘરે પણ લઈ જઈ શકે છે.

તેમણે ઉમેર્યું કે ગ્રંથાલયમાં સભ્ય બનવા માટે ૪૦ રૂપિયા ડીપોઝીટ ૧૦ રૂપિયા ફિ તેમજ ગેરન્ટરની સહીની જરૂરિયાત હોય છે. તેમજ તેમણે જણાવ્યું કે જો ગેરન્ટરની સહી ન મળી શકે તેવુંહોય તો સો રૂપિયા ડીપોઝીટ તથા દસ રૂપિયા ફી સાથે આધાર કાર્ડની નકલ તેમજ ફોટાની જરૂરિયાત હોય છે.જેથી સભ્ય બન્યા બાદ વાંચકો પુસ્તક ઘરે પણ લઈ જઈ શકે છે.

તેમજ તેમણે જણાવ્યું કે હાલના સમયમાં જિલ્લા પુસ્તકાલયનું રીનોવેશન કાર્ય ચાલી રહ્યું છે જે પૂર્ણ થયા બાદ વાચકોને સવારે આઠથી સાંજના આઠ વાગ્યા સુધી પુસ્તકાલયમાં બેસીને વાંચવાનો લાભ મળી શકશે હાલ 200 વાચકોની કેપેસિટી ધરાવતું આ પુસ્તકાલય 500 વ્યક્તિની કેપેસિટી ધરાવતું બનશે જેથી વધુ લોકો વાંચનનો લાભ લઈ શકશે. આ સિવાય પુસ્તકાલયમાં wifi તેમજ કમ્પ્યુટરની પણ સુવિધા ઉપલબ્ધ છે સાથે સાથે મહિલાઓને વાંચન માટે માટે અલગ મહિલા વિભાગની પણ સુવિધા ઉપલબ્ધ છે.

વાચકો માટે પુસ્તકાલયમાં વિવિધ વિષયોના અઢળક પુસ્તકો વાંચવા માટે ઉપલબ્ધ છે.

આ સિવાય પુસ્તકાલયના 20 વર્ષ જૂના વાચક ભાવિન ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ૨૦ વર્ષથી આ લાઇબ્રેરી ના સભ્ય છે અને વિદ્યાર્થીઓ તેમજ વડીલો જેઓ વાંચનનો શોખ ધરાવે છે તેઓ અવશ્ય ગોધરા ખાતે આવેલી લાઈબ્રેરીનો લાભ લે કારણકે આ પુસ્તકાલયમાં વિવિધ વિષયોના અઢળક પુસ્તકો વાંચવા માટે ઉપલબ્ધ છે. તેમજ લાઇબ્રેરીમાં આવીને તેઓ સમાચાર પત્રો તેમજ મેગેઝીન પણ વાંચી શકે છે તથા જો તમે વાંચનનો શોખ ધરાવતા હોય અને ગોધરાના રહેવાસી હોય તો ચોક્કસ આ લાઇબ્રેરી તમારા માટે જ છે.
First published:

Tags: Gujarati news, Panchmahal News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો