Shivam Purohit, Panchmahal: સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વધુ પોષણની જરૂરિયાત પડતી હોય છે કારણ કે મહિલાને પોતાના શરીર માટે તો પોષણ ખરું જ પરંતુ તેમના ગર્ભમાં રહેલાબાળકને પણ પૂરતું પોષણ ઝંખે છે. ત્યારે જેની પરિસ્થિતિ સુયોગ્ય હોય તે આ જરૂરિયાતોને પહોંચી વળે છે પરંતુ અત્યારે કુપોષણ સામેની લડતમાં ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતી સગર્ભા મહિલાઓ આ પરિસ્થિતિઓ સામે લાચારીનો શિકાર બનતી હોય છે. આવા સમયે સગર્ભા મહિલાઓને નવ માસ દરમિયાન પૂરતું પોષણ ન મળે તો આવનારું બાળક પણ કૂપોષણથી પીડાતું હોય છે અને જેનાથી દેશનું ભાવિ ભવિષ્ય પણ કુપોષિત સાબિત થઈ શકે છે.
જિલ્લાના અનેક ગામડાઓમાં પરમવીર ચક્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારાપોષણની કિટનું વિતરણ
પરમવીર ચક્ર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપાડવામાં આવેલી આ ઝુંબેશ વર્ષોથી ચાલી રહી છે અને હાલ આ ઝુંબેશને લઈને પંચમહાલ જિલ્લાના અનેક ગામડાઓમાં પરમવીર ચક્ર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જપિનભાઈ ઠાકર તથા મહેશભાઈ ઈટાલીયા સખત મહેનત કરીને મહિલાઓ સુધી પોષણની કિટ પહોંચાડી રહ્યા છે.
સકારાત્મક અભિગમ સાથે પરમવીર ચેરીટેબલ ટ્રસ્ટ દરેક અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચી રહ્યું છે.
જપિનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે પરમવીર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને વાઈસ ચેરમેન મહેશ ભાઈ ઇટાલિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી 'ગોદ ભરાઈ રસમ' અંતર્ગત મહિસાગર, પંચમહાલ, દાહોદ, જેવા અનેક જિલ્લાઓમાં રહેલ સગર્ભા બહેનોને પોષણયુક્ત કીટની સેવાપ્રસાદી આપવામાં આવે છે. જે અન્વયે સગર્ભા બહેનોને સગર્ભાવસ્થાના 9 મહિના સુધી સતત મોનીટરીંગ કરી પોષણયુક્ત કીટ પોહચાડવામાં આવે છે .
જેથી માતા અને માતાના ગર્ભમાં રહેલું બાળક બંને સુપોષિત બને તથા દેશનું ભાવિ ભવિષ્ય નિરામય આરોગ્ય સાથે ઉત્તમ વિદ્યા પ્રાપ્ત કરી ઉજ્જવળ ભવિષ્ય બનાવે એ જ સંકલ્પ કરેલ છે, પોષણ થી શિક્ષણ અને શિક્ષણ થી જ દેશની પ્રગતિ એ જ સકારાત્મક અભિગમ સાથે પરમવીર ચેરીટેબલ ટ્રસ્ટ દરેક અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચી રહ્યું છે.સગર્ભા મહિલાઓ સુધી સેવાપ્રસાદિ પહોંચાડી એક શરીરમાં ૨ જીવને પોષણ પુરૂ પાડિ ખુબ જ સુંદર કામગીરી કરી રહ્યા છે.