જીમ ના માલિક તથા કોચ મયુર જયસ્વાલ તેમજ વિશાલ જયસ્વાલ જેઓ મિસ્ટર ગુજરાત તથા આયર્ન મેન જેવા ખિતાબો ધરાવે છે તથા અનેક રાજ્ય સ્તરીય તેમજ રાષ્ટ્રીય કક્ષાના ખિતાબો ધરાવે છે તેવા કોચ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ડિફરન્ટ સ્ટાઇલ કોચિંગ છે.
Shivam Purohit, Panchmahal: આજકાલ જીમ પ્રત્યેનો ટ્રેન્ડ નાના મોટા દરેકમાં જોવા મળી રહ્યો છે તેમાં પણ જીમ એક્સરસાઇઝ ના પણ અનેક પ્રકારો જોવા મળી રહ્યા છે તેમાં કોચ પણ વિવિધ પ્રકારની કસરતો થી તેમના સ્ટુડન્ટસને ટ્રેન કરી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા એકદંત જીમ ખાતે એક્સરસાઇઝની જાગૃતિ લાવવા માટે એક અનોખી પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જીમના વિવિધ સાધનો ની કસરતો થી અલગ ગોધરા ના મુખ્ય માર્ગો ઉપર સ્ટુડન્ટ્સ ને જોગિંગ તેમજ કાર્ડિયો એક્સરસાઇઝ કરાવવામાં આવી હતી.
જાહેર રસ્તા ઉપર આ પ્રકારની ટ્રેનિંગ કરવાથી અન્ય લોકોને પણ કસરત પ્રત્યેની જાગૃતિ આવે તેવો ધ્યેય.
જીમના માલિક તથા કોચ મયુર જયસ્વાલ તેમજ વિશાલ જયસ્વાલ જેઓ મિસ્ટર ગુજરાત તથા આયર્ન મેન જેવા ખિતાબો ધરાવે છે તથા અનેક રાજ્ય સ્તરીય તેમજ રાષ્ટ્રીય કક્ષાના ખિતાબો ધરાવે છે.કોચ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ડિફરન્ટ સ્ટાઇલ કોચિંગ છે જેમાં જિમમાં કસરત કરવા આવતા દરેક નાના-મોટા મહિલા તથા પુરુષ તમામને જીમના સાધનો થી તો ટ્રેનિંગ કરાવવામાં આવે જ છે સાથે-સાથે outdoor ટ્રેનિંગથી તેઓની સ્ટેમિનામાં વધારો કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે.તેમજ જાહેર રસ્તા ઉપર આ પ્રકારની ટ્રેનિંગ કરવાથી અન્ય લોકો તે જોશે અને તેમનામાં કસરત પ્રત્યેની જાગૃતિ આવે તે હેતુથી આ અભિયાન ઉપાડવામાં આવ્યું હતું.
કસરત કરવાથી આત્મવિશ્વાસ, ફિટનેસ અને હેલ્થ સારી રહે છે.
તથા તેમને પૂછવામાં આવ્યું ત્યારે કે સાધનો સાથેની એક્સરસાઇઝ તેમજ સાધનો વગરની એક્સરસાઇઝ પણ તેટલી જ જરૂરી છે તેથી બંનેનું પોતાનું એક આગવું મહત્વ છે. તેથી સૌએ કસરત કરવી જ જોઈએ જેનાથી આત્મવિશ્વાસ, ફિટનેસ અને હેલ્થ સારી રહે છે.