Home /News /panchmahal /Panchmahal: પાવાગઢ જતા ભક્તો આ દિવસે નહી કરી શકે માતાજીના દર્શન; શું છે કારણ?
Panchmahal: પાવાગઢ જતા ભક્તો આ દિવસે નહી કરી શકે માતાજીના દર્શન; શું છે કારણ?
સૂર્યગ્રહણના કારણે દિવાળીની મધ્યરાત્રી થી નવા વર્ષની સાંજ સુધી દર્શન બંધ રહેશે.
પાવાગઢના મંદિરના દર્શન પર જાહેર જનતા માટે એક દિવસ પૂરતી રોક લગાવવામાં આવી છે. આગામી તારીખ 25.10.2022 ના દિવસે સૂર્યગ્રહણના યોગ હોવાથી તારીખ 24.10.2022 ની મધ્યરાત્રિથી લઈને તારીખ 25ના સાંજે 6:45 મિનિટ સુધી મંદિરના મુખ્ય દ્વાર બંધ રહેશે.
Prashant Samtani, Panchmahal: રજા પડે એટલે દૂર દૂરથી લોકો જુદા જુદા પ્રકારના હિલ સ્ટેશને ફરવા જવાનો પ્રોગ્રામ બનાવતા હોય છે .ત્યારે હિન્દુ ધર્મના મહાપર્વ દિવાળીનો અને નવા વર્ષનો તહેવાર નિમિત્તે લોકો વિવિધ સ્થળોએ ફરવા જવાનું પસંદ કરતા હોય છે.તેવામાં દિવાળીના દિવસે મા પાવાવાળીના દર્શન કરવા લાખો ભક્તો પાવાગઢ જતા હોય છે.પરંતું આ વર્ષે સૂર્યગ્રહણનો સંયોગના કારણે મંદિર 24 તારીખના મઘ્ય રાત્રિથી લઈ 25 તારીખના સાંજના 6:45 મિનિટ સુધી મંદિરના મુખ્ય દ્વાર બંધ રહેશે.
દિવાળીના તહેવાર દરમિયાન લગભગ લાખોની સંખ્યામાં લોકો પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન અર્થે આવતા હોય છે.પરંતું સૂર્યગ્રહણના કારણે પાવાગઢના મંદિરના દર્શન પર જાહેર જનતા માટે એક દિવસ પૂરતી રોક લગાવવામાં આવી છે. આગામી તારીખ 25.10.2022 ના દિવસે સૂર્યગ્રહણના યોગ હોવાથી તારીખ 24.10.2022 ની મધ્યરાત્રિથી લઈને તારીખ 25ના સાંજે 6:45 મિનિટ સુધી મંદિરના મુખ્ય દ્વાર બંધ રહેશે.
તારીખ 25ની સાંજે 6:45 મિનિટ બાદ , 7:00 વાગ્યે માતાજીની નિત્ય આરતી કરવામાં આવશે .આરતી કર્યા પછી મહાકાળી માતા ના મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે અને રાત્રીના 9 વાગ્યા સુધી દર્શન કરી શકાશે .તેમજ તારીખ 26 10 2022 થી નિયમિત પણે મંદિરના નીતિ નિયમો અનુસાર મહાકાળી માતાના દર્શન રોજિંદા મુજબ શરૂ રહેશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દીવાળી તહેવાર નિમિત્તે દર્શનાર્થે આવવા માંગતા લોકોએ પોતાના પ્લાન માં ચેન્જીસ કરવા પડશે , કારણ કે દિવાળી ના દિવસની મધ્ય રાત્રી થી નવા વર્ષની સાંજ સુધી યાત્રાધામ પાવાગઢનો મુખ્ય નીજ દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રહેવાનો છે .
જો પાવાગઢ આવવાનો પ્રોગ્રામ બનાવી જ દીધો હોય તો , આ જગ્યાઓ ની મુલાકાત લઈ શકો છો .
પાવાગઢ ની આજુબાજુ આવેલ ચાંપાનેર હેરિટેજ સીટી ની મુલાકાત લઈ શકો છો ,જેમાં આવેલ જામા મસ્જિદ અને કેવડિયા મસ્જિદ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ ઉપરાંત પાવાગઢ થી થોડાક જ કિલોમીટરના અંતરે વડા તળાવ આવેલું છે .જેનું પ્રાકૃતિક દ્રશ્ય નયનરમ્ય હોય છે. હજારોની સંખ્યામાં લોકો સુંદર મજાનું પ્રાકૃતિક દ્રશ્ય નિહાળવા માટે વડા તળાવની મુલાકાત લેતા હોય છે. તેમજ પ્રી વેડિંગ શુટીંગ અને ફોટોગ્રાફી માટે આ સ્થળ એકદમ બેસ્ટ છે. આ ઉપરાંત તેની નજીકમાં જ વિરાસત વન આવેલું છે જેમાં બાળકોને ખૂબ જ મજા પડશે.