Home /News /panchmahal /દેવ દિવાળીના દિવસે પાવાગઢમાં ભક્તો નહી કરી શકે મતાજીના દર્શન; આ છે કારણ
દેવ દિવાળીના દિવસે પાવાગઢમાં ભક્તો નહી કરી શકે મતાજીના દર્શન; આ છે કારણ
ચંદ્રગ્રહણ ના કારણે આ દિવસે નહીં થઈ શકે પાવાગઢ મહાકાળી માતાના દર્શન
આગામી તારીખ 08 નવેમ્બર ના દિવસે ચંદ્રગ્રહણનો યોગ હોવાથી સવારે 4.00 વાગે પ્રાત આરતી કર્યા પછી 6.00 વાગે મંદિર બંધ કરી દેવામાં આવશે. અને સાંજે 6:45 મિનિટ સુધી મંદિરના મુખ્ય દ્વાર પર બંધ રહેશે. સાંજે 7:00 વાગ્યે માતાજીની નિત્ય આરતી કરવામાં આવશે .
Prashant Samtani, panchmahal: પંચમહાલ જિલ્લામાં આવેલું શક્તિપીઠ પાવાગઢ દિવાળી વેકેશન દરમિયાન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે . દૂર દૂરથી લોકો પોતાના પરિવાર સાથે પાવાગઢ મંદિર તેમજ તેના આજુબાજુના મસ્ત મજાના ફરવા લાયક સ્થળોની મોટી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યા છે . અને અહીંના કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે. એવું કહેવાય છે કે ટુરીઝમ ઉદ્યોગ એ દુનિયાનું સૌથી મોટું રોજગારી આપતું સેકટર છે જેના લીધે કરોડો લોકોને રોજગારી મળે છે . પાવાગઢના લીધે પણ તેની આજુબાજુના ઘણા બધા ગામના લોકો સારી રોજગારી મેળવી રહ્યા છે.
પાવાગઢ તથા ચાંપાનેર ને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ નો દરજ્જો આપવામાં આવ્યો છે . જેના પછી પાવાગઢ માત્ર દેશના જ પર્યટકો માટે નહીં પરંતુ વિદેશના પર્યટકો માટે પણ આકર્ષણનું બહુ મોટું કેન્દ્ર બન્યું છે. હિન્દુ ધર્મના પવિત્ર દિવસો જેમાં દિવાળી, દેવ દિવાળી, શ્રાવણ માસ, નવરાત્રી તથા અન્ય તમામ મહત્વની તિથિઓ પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકાળી માતાના દર્શનાર્થે પાવાગઢની મુલાકાત લેતા હોય છે. તેમજ પાવાગઢની આસપાસના સ્થળોમાં મુખ્યત્વે હાથની માતા નો ધોધ, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી , વિરાસત વન, સાત કમાન જામા મસ્જિદ , ચાંપાનેર મ્યુઝિયમ વગેરે ઘણા બધા ફરવાના સ્થળો આવેલા છે.
આવનાર દેવ દિવાળીના દિવસે પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
દેવ દિવાળીના દિવસે ભાવિ ભક્તો લાખોની સંખ્યામાં મહાકાળી માતાના દર્શન કરવા માટે પાવાગઢની મુલાકાત લેતા હોય છે . ઉપરાંત જ્યારે દિવાળી વેકેશનના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે, ત્યારે જે લોકોને હજી ફરવા જવાનું બાકી છે, તેમજ ફરવા જવાનું પ્રોગ્રામ બનાવી રહ્યા છે , એવા લોકો માટે પાવાગઢ એ આકર્ષણનું કેન્દ્ર છે .કારણ કે પાવાગઢની બાજુમાં જ ઘણા બધા એવા ફરવા લાયક સ્થળો આવેલા છે , જેથી એક મસ્ત મજાનું વેકેશન માણવા માટેનું પાવાગઢ પ્રચલિત સ્થળ બન્યું છે .
પરંતુ આ વર્ષે ચંદ્રગ્રહણ ના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા પાવાગઢના મંદિરના દર્શન પર જાહેર જનતા માટે એક દિવસ પૂરતી રોક લગાવવામાં આવી છે. આગામી તારીખ 08/ 11/ 2022 ના દિવસે ચંદ્રગ્રહણનો યોગ હોવાથી તારીખ 08/ 11 /2022 ના રોજ સવારે 4.00 વાગે પ્રાત આરતી કર્યા પછી 6.00 વાગે મંદિર બંધ કરી દેવામાં આવશે. અને સાંજે 6:45 મિનિટ સુધી મંદિરના મુખ્ય દ્વાર પર બંધ રહેશે. સાંજે 7:00 વાગ્યે માતાજીની નિત્ય આરતી કરવામાં આવશે .
આરતી કર્યા પછી મહાકાળી માતા ના મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે અને રાત્રીના 9.00 વાગ્યા સુધી દર્શન કરી શકાશે .તેમજ તારીખ 09/11/ 2022 થી નિયમિત પણે મંદિરના નીતિ નિયમો અનુસાર મહાકાળી માતાના દર્શન રોજિંદા મુજબ શરૂ રહેશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દીવાળી વેકેશનના અંતિમ દિવસોમાં તેમજ દેવદિવાળી ના પવિત્ર દિવસે માતાજીના દર્શન નિમિત્તે આવવા માંગતા લોકોએ પોતાના પ્લાનમાં થોડા ચેન્જીસ કરવા પડશે .