Panchmahal Navratri: મુક્તાનંદ સોસાયટી ખાતે કરવામાં આવેલા ગરબાના (Garba) આયોજનમાં બહેરા મૂંગા પ્રાથમિક શાળા (Deaf Dumb Primary School) ગોધરાના બાળકોને ગરબા રમવા માટે આમંત્રિત કરાયા હતા.
ગોધરાઃ ગતરોજ ગોધરાની (Godhra news) બામરોલી રોડ (bardoli road) વિસ્તારમાં આવેલી મુક્તાનંદ સોસાયટી ખાતે કરવામાં આવેલા ગરબાના (Garba) આયોજનમાં બહેરા મૂંગા પ્રાથમિક શાળા (Deaf Dumb Primary School) ગોધરાના બાળકોને ગરબા રમવા માટે આમંત્રિત કરાયા. બાળકો ગરબાના તાલે ઘૂમિને આનંદ વિભોર થયા. સાથે સાથે ગોધરા નગરપાલિકા પ્રમુખ સંજય સોની, કાઉન્સેલર રૂપલ મેહતા તથા સાંઈ ક્રિષ્ના યુવક મંડળ ના આયોજકો પણ બાળકો સાથે ગરબાના તાલે ઝૂમીને નવરાત્રી ની મજા માણી. બાળકોને ગરબાના અંતે લ્હાણી વહેચવામાં આવી.
૨. ગોધરાના કાછીયાવાડ ચોકમાં એક વર્ષ બાદ ફરી ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા. કાછીયાવાડ ગોધરામાં વર્ષોની પરંપરા પ્રમાણે કાછિયા સમાજ દ્વારા ગરબાનું આયોજન કરાયું જેમાં સૌપ્રથમ પુરુષો ના ગરબા અને તે પૂર્ણ થયા બાદ મહિલાઓ માટે ગરબા રમાડવામાં આવે છે. જેમાં સમાજની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પર પ્રતિબંધ મુકવામાં આવે છે. ખૂબ જ સુચારું આયોજન સાથે આ વર્ષે ફરી નવરાત્રી કાછીયાવાડ ના લોકો દ્વારા ઉજવવામાં આવી રહી છે.