Home /News /panchmahal /Godhra: બહેરા મૂંગા બાળકોનું સપનું થયું સાકાર, અમદાવાદના જાણીતા સ્થળની કરી મુલાકાત!
Godhra: બહેરા મૂંગા બાળકોનું સપનું થયું સાકાર, અમદાવાદના જાણીતા સ્થળની કરી મુલાકાત!
બહેરા મૂંગા બાળકોએ આ રીતે વિના મૂલ્યે કરી અમદાવાદ સાયન્સ સીટી ની મુલાકાત.
લોક વિજ્ઞાન કેન્દ્રના ડો. સુજાત વલી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સાયન્સ સીટી ખાતેની પ્રવેશીય વિવિધ સાયન્સ ગેલેરી ની પ્રવેશ ફિ તથા પ્રવાસ ખર્ચ ગુજકોસ્ટ કચેરી દ્વારા ચુકવવામાં આવનાર છે.
Prashant Samtani Panchmahal: લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિજ્ઞાનની સમજ માટે ચલાવવામાં આવેલા અભિયાન થકી ગોધરા શહેરની ગાંધી સ્પેશિયલ બેરા મૂંગા શાળાના સ્પેશિયલ બાળકો દ્વારા વિનામૂલ્યે અમદાવાદ સાયન્સ સિટી જોવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા અને ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ – ગાંધીનગરના સૌજન્યથી પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી બહેરા મૂંગા શાળાનાં વિદ્યાર્થીઓને સાયન્સ સીટી ખાતે નિ:શુલ્ક મુલાકાત કરાવામાં આવી હતી.
આ વિજ્ઞાન શૈક્ષણિક પ્રવાસ અંગે નો મુખ્ય હેતુ આ પ્રકારના બાળકો સ્પર્શ દ્વારા વિજ્ઞાન સાથે સંકળાય અને અનુભવ કરે તે હતો. ઉલ્લેખનીય છે કે,ઉપસ્થિત બાળકોને સાયન્સ સીટી મુલાકાત દરમ્યાન તેઓની ભાષા મુજબ સમજણ મળી રહે તે અંગે પણ ખાસ ગાઈડનુ આયોજન કરવામા આવ્યું હતુ.ઉપસ્થિત વિદ્યાર્થીઓએ રોબોટીક્સ ગેલેરી , એકવાટીક ગેલેરી ,નેચર પાર્ક ,ગ્લોબ ,હોલ ઓગ સાયન્સ જેવા વિવિધ વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. એકવાટીક ગેલેરી માં જુદા જુદા જળચરો નિહાળ્યા હતા.અને ખાસ આકર્ષણ રૂપ એવા ઠંડક વાળા પ્રદેશમાં વસતા પેંગ્વીન જોવા નો અલભ્ય લાભ બાળકોએ લીધો હતો.
સવારે શાળા ખાતેથી નિર્ધારિત સમયે બસનું પ્રસ્થાન લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ ડૉ.સુજાત વલી દ્વારા કરાવામાં આવ્યું હતુ. આ પ્રવાસ થકી બાળકોને વિજ્ઞાન જગતને નિહાળવાનો અદભૂત લ્હાવો મળ્યો હતો.આ પ્રવાસનો મુખ્ય ઉદેશ્ય વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનમાં રસ રૂચી ઉત્પન્ન થાય તેમની જીજ્ઞાસા સંતોષાય તેમ હતો. લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પંચમહાલ જિલ્લાના 10,000 થી વધુ વિજ્ઞાન વિષયમાં રસ ધરાવતા શાળાના બાળકોને અમદાવાદ સાયન્સ સીટી વિઝીટ કરાવવાનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે જિલ્લાની ઘણી બધી શાળાના બાળકોએ અત્યાર સુધી સાઇનસીટી ની મુલાકાત લઈ લીધી છે જો તમે પણ તમારા શાળાના બાળકોને સાયન્સ સીટીની મુલાકાત લેવડાવવા માંગો છો તો આ માહિતી તમારા માટે ખૂબ અગત્યની છે.
સાયન્સ સીટી ની મુલાકાત માટે કેટલો ખર્ચ?
લોક વિજ્ઞાન કેન્દ્રના ડો. સુજાત વલી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સાયન્સ સીટી ખાતેની પ્રવેશીય વિવિધ સાયન્સ ગેલેરી ની પ્રવેશ ફિ તથા પ્રવાસ ખર્ચ ગુજકોસ્ટ કચેરી દ્વારા ચુકવવામાં આવનાર છે. આમ દરેક વિદ્યાર્થીને સાયન્સ સીટી જવા આવવા સાથે ત્યાંની પ્રવેશ ફી અને જો શક્ય હશે તો જમવાનું પણ સંસ્થા દ્વારા જ પૂરું પાડવામાં આવશે . આમ વિદ્યાર્થીને વિનામૂલ્ય સાઈનસિટીની મુલાકાત લેવાનું સુંદર મજાનું આયોજન લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા કરવામાં આવી રહ્યું છે. દર અઠવાડીયે મંગળવાર થી શુક્રવાર ૪ દિવસ 46 વિધાર્થી તથા 5 શિક્ષકો આ પ્રવાસનો લાભ લઇ શકે તે માટે ગુજરાત એસટી નિગમની કરાર આધારિત બસો પણ બુક કરવામાં આવનાર છે. જેમાં એક દિવસીય પ્રવાસમાં એક દિવસમાં 51 વ્યક્તિઓને સાયન્સ સિટીની મુલાકાત કરાવવામાં આવશે.
બુકિંગ માટે કોનો સંપર્ક કરવો !આ પ્રવાસ માટે લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા ખાતે વિધાર્થીઓ દ્વારા વ્યક્તિગત નોંધણી કે શાળાઓ દ્વારા જુથમાં નોંધણી કરાવી શકાસે.વધુ માહિતી માટે લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાનો સંપર્ક પણ કરી શકો છો. સંસ્થાના કો-ઓર્ડીનેટર હાર્મિત પટેલનો સંપર્ક 9773174557 તથા મેનેજર અવિનાશ મિસ્ત્રીનો સપર્ક 8401303000 ઉપર કરી શકશો. અથવા તો શાળાનાં આચર્ય શ્રી નો સપર્ક સાધી શકાશે.