Home /News /panchmahal /Panchmahal: અહીં બહેરા-મુંગા બાળકોને મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધા, VIDEO

Panchmahal: અહીં બહેરા-મુંગા બાળકોને મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધા, VIDEO

X
બહેરા

બહેરા મૂંગા બાળકો ને અહી અપાય છે ડિજિટલ પદ્ધતિ થી શિક્ષણ

શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ક્યારેય એવો અહેસાસ થતો નથી કે તેઓ બોલી કે સાંભળી શકતા નથી. શાળાના શિક્ષકો બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે હમેશા કાર્યશીલ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Panch Mahals, India
    Prashant Samtani, Panchmahal - પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આશરે 22 વર્ષથી કાર્યરત છે. પંચમહાલ જીલ્લાની પ્રથમ અને એક માત્ર બહેરા મૂંગા બાળકો માટેની શાળા પંચમહાલ અનુસુચિત જાતી એજ્યુકેસન ટ્રસ્ટ સંચાલિત ગાંધી સ્પેશિઅલ બહેરા મૂંગા વિદ્યાલયની સ્થાપના 2001માં કરવામાં આવી હતી.આ શાળામાં પંચમહાલ,દાહોદ,મહીસાગર જીલ્લામાંથી બાળપણથી જ બોલી અને સાંભળી ના શકતા આશરે 122 બાળકો વિના મુલ્યે અભ્યાસ કરી અને શાળાની જ હોસ્ટેલમાં રહે છે, ગાંધી સ્પેસીઅલ બહેરા મૂંગા વિદ્યાલયમાં 6 શિક્ષકો બાળકોને સાંકેતિક ભાષામાં અભ્યાસ કરાવી તેમનો સંપૂર્ણ વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ છે.

    ગાંધી સ્પેસીઅલ બહેરા મૂંગા વિદ્યાલય સંપૂર્ણ પણે સ્માર્ટ ટેકનોલોજીથી સજ્જ છે, શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્માર્ટ ક્લાસ રૂમની મદદથી યુટ્યુબનો ઉપયોગ કરી અભ્યાસ કરવામાં આવે છે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે શાળામાં રંગોળી દોરવી,મહેંદી કામ,કોમ્પુટરનો ઉપયોગ કરવો,ચિત્ર દોરવા,રમત ગમતની સાથે તમામ પ્રવુંતીઓ પણ કરવામાં આવે છે.ગાંધી સ્પેસીઅલ બહેરા મૂંગા વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકો શહેરમાં થતા ડાન્સ અને સિંગિંગ હરીફાઈઓમાં પણ ભાગ લઇ પોતાનું દિલધડક પર્ફોમન્સ આપતા હોય છે.


    શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ક્યારેય એવો અહેસાસ થતો નથી કે તેઓ બોલી કે સાંભળી શકતા નથી. શાળાના શિક્ષકો બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને ભવિષ્યમાં આવા બાળકો દુનિયા સાથે કદમથી કદમ મિલાવી,પોતાના પગે ઉભા રહી પોતાનું જીવન સારી રીતે જીવી શકે તે માટે હમેશા કાર્યશીલ છે.ગાંધી સ્પેસીઅલ બહેરા મૂંગા વિદ્યાલય પંચમહાલ,દાહોદ અને મહીસાગર જીલ્લાના બહેરા મૂંગા બાળકો ને એક સફળ વ્યક્તિ બનવા માટે મહત્વનું યોગદાન આપી રહી છે.
    First published:

    Tags: Local 18, Panchmahal

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन