ગોધરા: ગતરોજ કડાણા પોલીસ સ્ટેશને આદિજાતિ વિકાસ મંત્રી નીમિષા બહેન સુથાર ની વિરુદ્ધ આપેલ ફરિયાદ બાબતે જવાબ લખવા માટે આદિવાસી સમાજના આગેવાન પ્રવીણ પારગી તથા અન્ય અગ્રણીઓ હાજર રહી જવાબ લખાવ્યો, અન્ય બે વક્તિઓ પણ ફરિયાદના સમર્થન માં જવાબ લખાયો અને જરૂરી દસ્તાવેજી પુરાવા કે જે સરકારી કચેરી થી મેળવેલ હતા તે પણ આપ્યા..ગુન્હો દાખલ કરવા માટે પૂરતા પુરાવા પોલીસ પાસે હવે ઉપ્લબ્ધ છે કે કેમ તે જોવાનું રહ્યું..હવે જોવાનું એ રહે છે કે ક્યારે FIR દાખલ કરે છે..?
2. કોરોના કાળમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળાના ૧ થી ૫ ધોરણ ના ઓફલાઈન વર્ગો આજથી શરૂ થશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ઘણા સમયથી શાળા ના વર્ગો બંધ છે ત્યારે કોરોના હવે હળવો પડતા ખુલતા દિવાળી બાદના સત્ર ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા. જેમાં તમામ શાળાઓમાં કોવિડ એસઓપી નું પાલન કરવાનું ફરજીયાત રહેશે. રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરી હતી તેમ છતાં ધોરણ 1 થી 5 ના શિક્ષણ શરૂ થઈ શક્યા ન હતા. જ્યારે આજથી પંચમહાલ જિલ્લામાં ધોરણ 1 થી 5 ની શાળાઓ મા વિદ્યાર્થીઓના આગમન શરૂ થઇ ચૂક્યા છે તેમજ હજુ વેકેશન ઉઘડતા બાળકો વેકેશનના મુડમાં જોવા મળી રહ્યા છે જેના કારણે શાળાઓમાં સંખ્યા ઓછી જોવાઇ રહી છે. ત્યારે ગોધરાની શારદા મંદિર સ્કૂલ ની મુલાકાત લેતા શાળાના આચાર્ય દ્વારા શું કહેવામાં આવ્યું આવો જાણીએ...
3. આજરોજ ગોધરાના જિલ્લા સેવા સદન ખાતે ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ના આધિન દેશમાં લગભગ ૧૦ લાખ ૨૫ હજાર આશા તથા એક લાખ આશાસહયોગીની કાર્યરત છે. જેમને પોતાના કામ અનુસાર વળતર ન મળતું હોવાથી આજરોજ ગોધરા જિલ્લા સેવા સદન ખાતે પંચમહાલ, દાહોદ, મહીસાગર, તેમજ ખેડા જિલ્લાની આશા કાર્યકર બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ૫૦૦-૬૦૦ ની વિશાળ સંખ્યામાં પોતાની વ્યથા રજૂ કરવા આવેદન પત્ર સુપ્રત કરવા માટે આવ્યા, વધુ વિગત જાણવા માટે જુઓ વિડિયો...