Home /News /panchmahal /Daily Highlights:કાલોલ GIDC વિસ્તારમાં કંપનીઓ દ્વારા ફેલાવાતાં હવા પ્રદૂષણથી લોકો ભારે પરેશાન

Daily Highlights:કાલોલ GIDC વિસ્તારમાં કંપનીઓ દ્વારા ફેલાવાતાં હવા પ્રદૂષણથી લોકો ભારે પરેશાન

X
લેન્ડ

લેન્ડ ગ્રેબિન્ગ એક્ટ હેઠળ નોંધાયી ફરિયાદ...

Godhra news: કંપનીની ભઠ્ઠીમાંથી નીકળેલા આ ધુમાડા બાબતે જાગૃત નાગરિકો દ્વારા કંપનીના ગેટ પાસે પહોંચી સિક્યુરિટી મારફતે મેનેજર ને જાણ કરી હતી તેમ છતાં પણ આ ધુમાડા નીકળવા ના બંધ થયા નહોતા

  ગોધરાઃ કાલોલ જીઆઇડીસીમાં (kalol GIDC) આવેલી પંચમહાલ સ્ટીલ નામની (panchmahal still) કંપનીમાથી બુધવારના રોજ બપોરના સુમારે ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં રોડ પર ધુમ્મસ જેવા ધુમાડા છવાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને આગળનો રસ્તો દેખાતો બંધ થઈ ગયો હતો. કંપનીની ભઠ્ઠીમાંથી નીકળેલા આ ધુમાડા બાબતે જાગૃત નાગરિકો દ્વારા કંપનીના ગેટ પાસે પહોંચી સિક્યુરિટી મારફતે મેનેજર ને જાણ કરી હતી તેમ છતાં પણ આ ધુમાડા નીકળવા ના બંધ થયા નહોતા અને ફરીથી મેનેજરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા મેનેજરે ફોન ઉપાડ્યો નહોતો જીઆઇડીસી વિસ્તારમાં સંજીવની હોસ્પિટલ નો સમગ્ર વિસ્તાર કાળાડિબાંગ ધુમાડા વાળો થઈ જવા પામ્યો હતો અને ભારે અવરજવર વાળા આ રસ્તાનો ટ્રાફિક પણ જામ થઇ જવા પામ્યો હતો વાહન ચાલકો ને પોતાના વાહન ની હેડ લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી. સ્ટીલ કંપની ની ભઠ્ઠી માંથી અવારનવાર લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરે તેવા પ્રદૂષિત ધુમાડા બહાર નીકળતા હોય છે તેવી સ્થિતિમાં કંપની પાસે લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરે તેવા ધુમાડા કાઢવાની જરૂરી પરવાનગી છે ખરી તેવા પ્રશ્નો પણ જાગૃત નાગરિકોએ ઉઠાવ્યા હતા.પંચમહાલ સ્ટીલ લિમિટેડ ના ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા.

  ૨. ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલ કોમન પ્લોટમાં ગેરકાયદે કબજો કરવામાં આવતા ગોધરા એ ડીવીઝન પોલીસે એક વ્યક્તિ સામે લેન્ડ ગ્રેબિન્ગ એક મુજબનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
  બનાવ અંગેની માહિતી અનુસાર કોમન પ્લોટ નો ઉપયોગ વૃત્તાલય વીહારમ સોસાયટીના રહીશો કરતા હતા જે કોમન પ્લોટમાં આરોપી પોતાનું પતરા વાળું રહેણાંક મકાન બનાવી રહેતો હોય અને કબજો પરત ન કરતા તેની સામે ગુનો નોંધાયો છે.

  ગોધરાઃ ગોધરા શહેર (Godhra news) એ ડીવીઝન પોલીસ સ્ટેશન (A Division Police Station) ખાતે શહેરના અંકલેશ્વર મહાદેવ વિસ્તારમાં રહેતા મણીભાઈ શનાભાઈ પટેલ દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જાફરાબાદ વિસ્તારમાં બનાવવામાં આવેલ વૃત્તાલય વિહારમ સોસાયટીમાં આવેલ કોમન પ્લોટ જે સરકાર હસ્તક હોય જે કોમન પ્લોટ નું ક્ષેત્રફળ ૧૧૧૫.૧૭ ચોરસ મીટર હોય જે કોમન પ્લોટ નો ઉપયોગ વ્રૃત્તાલય વિહારમ સોસાયટીના રહીશો કરતા હોય જે કોમન પ્લોટ પૈકીની પૂર્વ દિશા તરફ આઇટીઆઇના કમ્પાઉન્ડ પાસે કોમન પ્લોટ ની જગ્યા માં ચીમનભાઈ દંતાણી રહે, વૃત્તાલય વિહારમ સોસાયટી નાઓએ ગેરકાયદે કબજો કરી તેઓનું પતરા વાળું રહેણાંક મકાન બનાવી રહેતા હોય જેથી મણીભાઈ તથા અન્ય સ્થાનિકોએ ચીમનને સોસાયટીના જમીનમાં આવેલ કોમન પ્લોટમાં કબજો પરત સોંપી દેવા માટે અવારનવાર જાણ કરવા છતાં સોસાયટીના કોમન પ્લોટ માં કરેલ કબજો પરત નહીં કરતા ફરિયાદી મણીભાઈ પટેલે સરકારના લેન્ડ ગ્રેબિન્ગ એક્ટ ના કાયદા મુજબ જિલ્લા કલેકટરને અરજી કરતા સુનાવણીના અંતે ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલ કોમન પ્લોટમાં ગેરકાયદેસર કબજો કરવામાં આવતા પોલીસે જમીન પચાવી પાડવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેને પગલે જિલ્લાના લેન્ડ માફિયાઓ માં સન્નાટો છવાયો.

  ૩. અત્યાર સુધી આપણે ઘણા કેફે અને ફૂડ કોર્ટમાં ગયા હઇશુ. મોટાભાગના ફૂડ કોર્ટ અને કેફેમાં આપણને હિરો હિરોઈન તથા મોડેલ્સ ના પોસ્ટર્સ અને ફોટા જોવા મળે. પરંતુ પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરમાં એક ફૂડ કોર્ટમાં અનોખી જ થીમ જોવા મળી.
  ગોધરામાં બાવાની મઢી પાસે આવેલું કિંગ્સ ફાસ્ટ ફૂડ કોર્ટ જ્યાં ગોધરા ની પ્રજા પરિવાર સાથે વારંવાર જવાનું પસંદ કરે. એનું કારણ કિંગ્સ ફાસ્ટ ફૂડ કોર્ટના વડાપાઉં ,ભૂંગળા બટાકા, તેમજ સેવ ડુંગળી ની દાબેલી ના અનેક ચાહકો ગોધરામાં છે. તેના સિવાય આજની યંગ જનરેશન કિંગ્સ ના બર્ગર અને સેન્ડવીચ પાછળ દિવાના છે. કિંગ ફાસ્ટ ફૂડ સ્વાદિષ્ટ વાનગીઓ માટે તો પ્રખ્યાત છે જ પણ તેને એક વિશેષતા પણ છે. રવિ વ્યાસ દ્વારા ફાસ્ટ ફૂડનો વ્યવસાય 2016માં શરૂ કરવામાં આવ્યો ત્યારે તેમને અનેક ગણું રિસર્ચ પણ કર્યું. જેમાં ડેકોરેશનની થીમ માટે અલગ અલગ જગ્યાઓ નિહાળી પરંતુ જ્યાં પણ જોયું ત્યાં તેમને રીલ લાઈફ-ફિલ્મો ના હીરો અને હીરોઇનો તેમજ મોડેલ્સ ના પોસ્ટર અને ફોટા જોવા મળ્યા. પરંતુ તેમને વિચાર આવ્યો કે ઘણા લોકો આ ફોટા અને પોસ્ટર જોઈ તેમનું અનુસરણ કરે છે. પરંતુ જો રીલ લાઈફ ના હીરો ને જોઈ ઘણા લોકો ઇન્સ્પાયર થતા હોય તો પછી રીયલ લાઈફ હીરો ને જોઈને ઘણા બધા લોકોને ઇન્સ્પાયર કરી શકાય. બસ આજ એક વિચાર લઈ તેમને પોતાના ફૂડ કોર્ટ ની થીમ સ્વાતંત્ર સેનાનીઓ અને દેશના વીર સપૂતો જેવા કે છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ ,ચંદ્રશેખર આઝાદ ,ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ ,રાણી લક્ષ્મીબાઈ તથા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, મિસાઈલ મેન એપીજે અબ્દુલ કલામ જેવા રિયલ લાઇફ હીરો ની તસવીરોથી પોતાના ફૂડ કોર્ટ ની દીવાલો સજાવી લીધી. તેમજ એમનું કહેવું એમ છે કે જ્યારે પરિવાર સાથે કેટલાક ગ્રાહકો આવે છે ત્યારે તેમના પરિવારમાં નાના બાળકો પણ હોય છે એવા સમયે જ્યારે તેમનું food તૈયાર થઈ રહ્યું હોય ત્યારે તેમના મા-બાપ બાળકોને તસવીર બતાવી અને પૂછે છે \"આ કોણ છે?\" અને નાના બાળકોને દેશના વીર સપૂતોની ઓળખ થાય છે. એટલે કે ફાસ્ટ ફૂડ ની મજા તો ખરી જ પરંતુ જે સ્વતંત્ર સેનાનીઓ અને વીર સપૂતો ના લીધે આજે આપણે આઝાદીથી ભૂંગળા બટાકા, દાબેલી, ફ્રેન્ચ ફ્રાઈઝ, બર્ગર ખાઈ શકિએ છીએ તેમને પણ યાદ કરાય છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Jafrabad, Land grabbing, Panchmahal, ગોધરા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन