Home /News /panchmahal /પંચમહાલ : ક્રિકેટર ઈરફાન-યુસુફે હાથણી માતાના દર્શન કર્યા, ગરીબ પરિવારને સોલાર લાઇટની કીટ આપી

પંચમહાલ : ક્રિકેટર ઈરફાન-યુસુફે હાથણી માતાના દર્શન કર્યા, ગરીબ પરિવારને સોલાર લાઇટની કીટ આપી

X
ઈરફાન

ઈરફાન યુસુફ પઠાણે સોલાર લાઇટનું વિતરણ કર્યુ હતું.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે નેશનલ ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે સોલાર કીટનું વિતરણ કર્યુ, શું આ લોકસેવા થકી રાજકારણમાં પ્રવેશ ઈચ્છે છે ક્રિકેટર બેલડી?

  શિવમ પુરોહિત, પંચમહાલ : પંચમહાલ (Panchmahal) જિલ્લાના ઘોઘંબા (Ghoghamba) તાલુકાના બાકરોલ ગામે નેશનલ ક્રિકેટર ઇરફાન (Cricketer Irfan Pathan, Yusuf pathan) પઠાણ વડોદરા થી હાથની માતા ના દર્શને જોવા મળ્યા હતા. આજરોજ ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામે વડોદરાના ફેમસ ક્રિકેટર બનવું બાકરોલ ગામના હાથની ના દર્શન કરવા આવ્યા હતા જેમાં બાકરોલ ગામના પીપળા ફળિયામાં આવ્યા હતા.

  ક્રિકેટર બંધુઓ દ્વારા  ગરીબી રેખામાં જીવતા આદિવાસી પરિવારને લાઇટની સુવિધા નથી  તેવા જરૂરિયાતમંદ આદિવાસી પરિવારને સોલાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બંને ભાઈઓએ પીપળા ફળિયામાં રહેતા રાઠવા રતનભાઇ મયાભાઈ રાઠવા અરવિંદભાઈ રતન ભાઈના ઘરે આવીને ગુજરાતના નેશનલ ક્રિકેટર બંધુઓ એ 25 જેટલી સોલાર કીટનું આદિવાસી પરિવારને વિતરણ કરવામાં આવ્યું હતું.

  આ પણ વાંચો : Exclusive : મહીસાગરમાં ગેરકાયદેસર ગર્ભપાતનો Viral Video, મકાનના વાડામાં 'માનવતાની હત્યા'

  જેમાં પીપળા ફળિયામાં રહેતા રાઠવા રતનભાઇ મને ભાઈને પઠાણ ઇરફાન ભાઈ એવું જણાવતા હતા કે કોઈ પણ જરૂરીયાત મંદ હોય તો તેમનું list તેઓને મોકલાવજો તો તેઓ તેમના માટે પણ આ કીટ તેમના સુધી મોકલાવશે. એમ કહી ઇરફાન પઠાણ તથા યુસુફ પઠાણ પાછા પોતાના ઘરે રવાના થયા હતા.

  નેશનલ ક્રિકેટર બંધુઓ ઇરફાન પઠાણ તથા યુસુફ પઠાણમા મોટી હસ્તીઓ હોવાની સાથે માનવતાનો ગુણધર્મ પણ જોવા મળે છે જેનુ તેમને સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું.

  આ પણ વાંચો : મોરબી-વાંકાનેર હાઇવે પર Hit&Run, બેકાબૂ ટ્રકે પાંચ વ્યક્તિને અડફેટે લીધા, એકનું કરૂણ મોત

  ગરીબી રેખા નીચે જીવતા આદિવાસી પરિવારોને આજના સમયમાં પણ લાઈટ ની અસુવિધા હોવાથી વર્તમાન સમયમાં પણ એકવીસમી સદીને બદલે ૧૯મી સદીમાં જીવવાનો અનુભવ થઈ રહ્યો હોય એવું માનવામાં ભૂલ નથી. પરંતુ આવા પરિવારોને પણ લાઈટ જેવી ખુબ જ પાયાની જરૂરિયાત ની વસ્તુ મળી રહે તે માટે આપણા ક્રિકેટર બંધુઓ ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ લોકસેવાના કાર્યો પણ કરી રહ્યા છે. પરંતુ બીજી બાજુ આટલી નામના મેળવ્યા બાદ લોકસેવા નો અર્થ રાજકારણમાં પ્રવેશ તો નથી ને?? તેવી લોક ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી.
  First published:

  Tags: Ghoghamba solar kit Distribution, Gujarati news, Irfan pathan, Panchmahal News, Yusuf pathan, ક્રિકેટ, સ્પોર્ટસ

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો