Shivam Purohit, Panchmahal: પંચમહાલ જિલ્લામાં નાણાકીય સેવાવિભાગ (DFS) દ્વારા આઝાદી ના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ૬ જુન થી ૧૨ જુન દરમિયાન આઈકોનિક સપ્તાહ ની ઉજવણી દરેક જિલ્લામાં થઈ રહી છે. ત્યારે તારીખ:૦૮.૦૬.૨૦૨૨ ના રોજ સદાબા ફેડરેશન હોલ ગોધરા ખાતે ગોધરાની તમામ બેન્કોના સહયોગ થી પંચમહાલ જિલ્લાનો “ ક્રેડીટ આઉટરીચ પ્રોગ્રામ“ યોજાયો હતો. જેમાં જિલ્લા ની ગ્રામીણ તથા અન્ય પ્રજાને જુદિ જુદિ ફાયદાકારક યોજનાઓ વિશે જાણકારી પુરી પાડવામાં આવી હતી. જેમાં રેસીડેન્ટ એડીશનલ કલેકટર એમ.ડી.ચુડાસમા, બેંક ઓફ બરોડા ના ક્ષેત્રીય પ્રબંન્ધક આદિત્ય કનોજીયા , ગુજરાત ગ્રામીણ બેંક ના ક્ષેત્રીય પ્રબંન્ધક સી.એમ.સૈની અને તમામ બેન્કો ના અધિકારી, સરકારી યોજનાઓના લાભાર્થી તેમજ જાહેર જનતા ઉપસ્થિત રહી હતી.
PMSBY-પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના જે ૧૮ વર્ષથી ૭૦ વર્ષ નાં ભારતનાકોઈ પણ નાગરિક લઈશકે છે.
જેમાં જાહેરજનતાને વિવિધ સરકારી યોજના (PMJJBY, PMSBY, APY)વિષે જાણકારી આપી હતી. જેમાં PMSBY-પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના જે ૧૮ વર્ષથી ૭૦ વર્ષ નાં ભારતનાકોઈ પણ નાગરિક લઈશકે છે. આ એક અકસ્માત સામે રક્ષણ આપતી વીમા યોજના છે. જેનું વાર્ષિક પ્રીમીયમ માત્ર ૨૦ રૂપિયા છે. જયારે કોઈ વીમાધારક નું અકસ્માત થી મોત થાય તો તેના વારસદાર ને ૨૦૦,૦૦૦ રૂપિયા મળે છે. આ બધી યોજના માં ફોર્મ ભરવા માટે તમારી નજીક ની બેન્કો નો સંપર્ક કરી શકો છો.
તમામ સરકારી યોજનાની જાણકારી લોકો સુધી પહોંચે અને તેઓ લાભ મેળવી શકે તે હેતું થી કાર્યક્રમ યોજાયો:રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર
તેમજ આ સિવાય ની ડીજીટલ બેન્કીંગ ના ફાયદા, અને નાણકીય સાક્ષરતા અને અન્ય યોજનાઓ અંગે ગ્રામીણ સ્વરોજગાર વિકાસ સંસ્થા (RSETI) ના રિધ્ધિ કોઠારી દ્વારા અન્ય યોજનાઓની જાણકારી આપવામાં આવી. આ કાર્યકમ નો મુખ્ય ઉદેશ જાહેરજનતા સુધી તમામ સરકારી યોજનાની જાણકારી પહોંચ શકે અને સામાન્ય પ્રજા તેનો લાભ લઇ શકે તેવું રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર એમ.ડી.ચુડાસમા દ્વારા જણાવવા માં આવ્યું હતું. સાથેસાથે દરેક બેંક ના બેંક મિત્રને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.