ગોધરા કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસોના ગુનેગારોમાં દાખલો બેસે તેવો મહત્વનો હુકમ કરવામાં આવેલ છે. આરોપીને ચેક રિટર્ન થવાના કેસમાં ગુનેગાર ઠરાવીને 1 વર્ષ ની જેલની સજા અને રૂપિયા 2 લાખ દંડ તરીકે ભરવા અને રૂપિયા 2 લાખ અલગથી ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવેલ છે.
Shivam Purohit, Panchmahal: ગોધરામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષ ની જેલની સજા અને રૂપિયા 2 લાખ દંડ નો હુકમ કરતી અદાલત. ફરિયાદીને રૂપિયા 2 લાખ વળતર અલગથી ચૂકવવાનો પણ હુકમ કરાયો. રોજ બરોજના નાણાકીય વ્યવહારોમાં સમાજમાં ચેકની વીસ્વશ્નીયતા માં લોકોને ભરોશો રહે તે માટે કોર્ટો દ્વારા પણ ચેક રિટર્ન થવાના કેસોમાં ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી રહેલી છે.
ગોધરા કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસોના ગુનેગારોમાં દાખલો બેસે તેવો મહત્વનો હુકમ કરવામાં આવેલ છે. આરોપીને ચેક રિટર્ન થવાના કેસમાં ગુનેગાર ઠરાવીને 1 વર્ષ ની જેલની સજા અને રૂપિયા 2 લાખ દંડ તરીકે ભરવા અને રૂપિયા 2 લાખ અલગથી ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવેલ છે.
વિગતવાર મળેલી માહિતી મુજબ ગોધરાના પાંજરાપોળ માં ધીરધારનું ધંધો કરનાર સારથી એસોસિએટ્સ નામની સંસ્થાએ પોતાના મેનેજર હસમુખભાઈ પંડ્યા મારફતે ગોધરા કોર્ટમાં એવી ફરિયાદ કરેલી છે કે આરોપી કેયુરભાઈ વિનોદચંદ્ર ચોક્સી રહેવાસી કાજીવાડા સોનીવાડ ગોધરા નાઓએ તેમની સંસ્થા માંથી રૂપિયા 2 લાખનું ધિરાણ લીધેલ છે અને તે લોનની બાકી નીકળતી રકમની ફરિયાદીએ ઉઘરાણી કરતા તે રકમની પરત ચુકવણી પેટે આરોપીએ ફરિયાદીને પોતાની દેના બેન્ક નો રૂપિયા 2 લાખ નું ચેક લખી આપેલ હતો પરંતુ તે ચેક ફરિયાદીએ પોતાની જનતા કો ઓપ બેન્ક મારફતે ક્લિયરિંગ માં મોકલતા દેના બેંકે આ ચેક એકાઉન્ટ બ્લોક્ડ ના કારણસર પરત કરેલ, તેથી કાયદેસરની નોટિસ આપવા છતાં આરોપીએ ફરિયાદી સંસ્થાને ચેકની રકમ ચુકેવેલી નહિ.