ખાણદાણ ના ભાવ કોણ વધી ગયા છે તેમજ તેની પાછળ મજૂરી પણ વધી ચૂકી છે જે કોઈ કરવા માટે તૈયાર નથી તે છતાં પણ અમે ગાયો ભેંસોને રાખીએ છીએ અને તેની સેવા કરીએ છીએ અમે તેને કોઈ કતલખાને ....
Shivam Purohit, Panchmahal: હાલના સમયમાં પંચમહાલ જિલ્લામાં પશુધન મા સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાં પણ ગાયોની ભૂમિ ગણાતીગોધરા ખાતે ગાયોની દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે પશુપાલન સાથે સંકળાયેલા પશુપાલકો ધીરે-ધીરે પશુપાલન તરફથી દૂર જઈ રહ્યા હોય તેવો આભાસ થઈ રહ્યો છે. પશુપાલન કચેરી ના આંકડા પ્રમાણે ૨૦૧૨થી અત્યાર સુધીમાં પશુધનમાં સાત લાખ જેટલા પશુઓમાં ઘટાડો જોવા મળ્યો છે.
ગાયોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળે છે તેની સામે દૂધ ઉત્પાદન ક્ષમતાને કારણે ભેંસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ત્યારે પશુધનમાં થતા ઘટાડવા માટે જવાબદાર પરિબળો શું હોઈ શકે? તેમજ કયા કારણો જવાબદાર છે પશુધનના ઘટાડા માટે. ત્યારે પોપટપુરા ગામ ના સરપંચ તથા એક પશુપાલક દ્વારા આ વિષયના મૂળભૂત કારણો ની ચર્ચા કરવામાં આવી અને તેમની વ્યથા જણાવવામાં આવી હતી.
પુનર્વસવાટ આવ્યા બાદ પશુપાલકોને ગૌચર જમીનો ફાળવવામાં આવી નહીં જેનાકારણે પશુધનનો નિભાવ કપરો
પોપટપુરા ગ્રામ પંચાયતના સરપંચ લાભુભાઈ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે પુનર્વસવાટ આવ્યું હતું તે પહેલાં ગૌચર જમીનો ફાળવવામાં આવી હતી જેના કારણે પશુઓનું સંવર્ધન અને પોષણ થઈશકતું હતું. પરંતુ પુનર્વસવાટ આવ્યા બાદ પશુપાલકોને ગૌચર જમીનો ફાળવવામાં આવી નહીં જેનાકારણે પશુધનનો નિભાવ કપરો થયો છે.
સાથે સાથે પશુધન રાખવા વાળો મોટાભાગનો વર્ગ માલધારી ગણવામાં આવે છે પરંતુ હાલના સમયે માલધારી વર્ગ પાસે જમીનનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે પશુધન રાખવું એટલે તેની સેવા ચાકરી ઘાસ, પૂળો ક્યાંથી લાવવો એ તેમના માટે મોટો પ્રશ્ન બની જતો હોય છે.
મજૂરી વધવાના કારણે કોઈ કામ કરવા તૈયાર નથી છતા અમેગાયો ભેંસોને રાખીએ છીએકતલખાને મોકલતા નથી: સરપંચ
તેમણે ઉમેર્યુ કે ખાણદાણના ભાવ વધી ગયા છે તેમજ તેની પાછળ મજૂરી પણ વધી ગઈ છે જે કોઈ કરવા માટે તૈયાર નથી તમછતાં પણ અમે ગાયો ભેંસોને રાખીએ છીએ અને તેની સેવા કરીએ છીએ અમે તેને કોઈ કતલખાને મોકલતા નથી તેમજ પશુધન ના ખર્ચ ની સામે દૂધના ભાવમાં પણ વધારો જોવા મળતો નથી સાથે સાથે વળતર ન મળવાને કારણે લોકો પશુ દાન લાવતા ખચકાય છે અને જેની પાસે છે તેઓ વિના કોઇ નફાના ધોરણે તેની સેવા કરે છે તેમજ હાલ ખૂબ જ ઝડપથી થઇ રહેલા શહેરીકરણને કારણે જંગલોમાં ઘટાડો થવાથી ઘાસચારો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ શકતો નથી. આ બધી કેટલીક સમસ્યાઓને કારણે પશુધન રાખવું બંધથી બદતર બની ચૂક્યું છે.