Home /News /panchmahal /

PANCHMAHAL: પુત્રી પિતાનું સ્વપ્ન પૂરું કરવા કટિબદ્ધ, જિલ્લામાં એક માત્ર વિદ્યાર્થિનીએ મેળવ્યો એ -1 ગ્રેડ

PANCHMAHAL: પુત્રી પિતાનું સ્વપ્ન પૂરું કરવા કટિબદ્ધ, જિલ્લામાં એક માત્ર વિદ્યાર્થિનીએ મેળવ્યો એ -1 ગ્રેડ

પંચમહાલ

પંચમહાલ જિલ્લા નું ગૌરવ, દિયા શાહ

દિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધોરણ ૧૧ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યા બાદ ગભરાવવાની જરૂરિયાત નથી પરંતુ શાળાની પસંદગી કરતાં પહેલાં એટલું જોઈ લેવું કે તે શાળાના શિક્ષકો અને ભણાવવાની પદ્ધતિ...

વધુ જુઓ ...
    Shivam Purohit, Panchmahal: ગોધરાની દીકરીએ પોતાના પિતાનું સ્વપ્ન પૂરું કરવા માટે સખત મહેનત કરીને પહેલું પગથિયું સર કર્યું છે. હાલ થોડાક દિવસ પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં આખા પંચમહાલ જિલ્લામાં ફક્ત એક જ એ વન ગ્રેડ ધરાવતી વિદ્યાર્થીની જોવા મળી હતી જે ફક્ત પંચમહાલ જિલ્લામાં જ નહીં પરંતુ પંચમહાલ તેમજ આસપાસના જિલ્લાઓમાંથી એક માત્રવિદ્યાર્થીનીએધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં એવન ગ્રેડ મેળવ્યુંછે.

    વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યા બાદ ગભરાવવાની જરૂર નથી.

    પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેર માં રાયણ વાળી સોસાયટીમાં રહેતીદીયા શાહે પંચમહાલ જિલ્લા સહિત પોતાના પરિવાર તેમજ સમાજનું ગૌરવ વધાર્યું છે. દિયાના પિતાનું સ્વપ્ન હતું કે તેમની દીકરી ડોક્ટર બને પરંતુ થોડા સમય પહેલા દિયાના પિતાનું અવસાન થતાં તેઓ આ સ્વપ્નને સાકાર થતાં કદાચ નહીં જોઈ શકે પરંતુ તેમની પુત્રી પિતાનું સપનું પૂરું કરવા માટે કટિબદ્ધ છે. દિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધોરણ ૧૧,૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યા બાદ ગભરાવવાની જરૂરિયાત નથી પરંતુ શાળાની પસંદગી કરતાં પહેલાં એટલું જોઈ લેવું કે તે શાળાના શિક્ષકો અને ભણાવવાની પદ્ધતિ યોગ્ય છે કે નહીં અને શાળામાં રોજેરોજ જે ભણાવવામાં આવે તેને દરરોજ પોતાની રીતે પણ અભ્યાસ કરી લેવું જરૂરી છે.

    વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યા બાદ નીટ અને જેઈની એક્ઝામ પર ફોકસ કરવું જોઈએ.વિદ્યાર્થિની

    તેમજ તેણે ઉમેર્યુ કે હાલના સમયમાં ગુજરાત બોર્ડનું મહત્વ તો ખરું જ પણ સાથે સાથે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યા બાદ નીટ અને જેઈનું મહત્વ પણ વધી જતું હોય છે તેથી જો તમે ગુજરાત બોર્ડમાં સારું પરિણામ મેળવવા ઇચ્છતા હોવ તો જેઈઅને નીટની પરીક્ષા ને ધ્યાનમાં રાખીને વિષય અનુસાર તેના કન્સેપ્ટ ક્લિયર કરીને અભ્યાસ કરવો જેથી એનસીઆરટીનો અભ્યાસ જો સારી રીતે કરેલો હશે તો ગુજરાત બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ લાવવું અઘરું નહીં રહે.

    આ પણ વાંચો: ગુજરાતમાં 15થી 49 વર્ષની વયના 14 ટકા પુરુષો હાયપરટેન્શનનો શિકાર

    પરિવાર અને શિક્ષકોનો માન્યો આભાર 

    તેમજ દિયા દ્વારા જણાવવામાં આવ્યું કે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સારું પરિણામ મેળવવા માટે તેની મહેનત તો ખરી જ પણ સાથે સાથે તે પોતાના ગુરુજનો તેમજ પરિવારનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજતેમના પિતાજીને પોતાએ મેળવેલુંપરિણામ સમર્પિત કર્યુહતું. પોતાના પિતાને યાગ કરી દિયા ભાવુક પણ થઈ ગઈ હતી.પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા તેમજ છોટાઉદેપુર શહતના જિલ્લાઓમાં ફક્ત એક જ એ વન ગ્રેડ મેળવનાર દિયા એ પોતાના પરિવાર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    આગામી સમાચાર