પંચમહાલ: CDS જનરલ બિપીન રાવત સહિતના (CDS general Bipin Rawat) વીરોનાં માનમાં જિલ્લા સેવાસદન, ગોધરા ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ (CDS bipin rawat Tribute program) યોજાયો હતો. નિવાસી અધિક કલેક્ટર ની અધ્યક્ષતામાંઅધિકારીઓ-કર્મચારીઓએ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી. ગતરોજ જિલ્લા સેવાસદન, ગોધરા ખાતે દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter crash) અવસાન પામેલા 13 વીરોનાં માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતુ.
નિવાસી અધિક કલેક્ટર એમ.ડી. ચુડાસમાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના (Collector's Office) અધિકારીઓ-કર્મચારીઓએ જિલ્લા સેવાસદન ના પ્રાંગણમાં એકત્રિત થઈ મૌન રાખી દેશના આ સપૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી. નિવાસી અધિક કલેક્ટર (Resident Additional Collector)સહિતના અધિકારીઓએ દેશના પ્રથમ સીડીએસ સહિતના દિવંગત વીરોનાં પ્રદાનને યાદ કરતા શોક પ્રકટ કર્યો હતો. સીડીએસ જનરલ રાવત નું ચોપર તમિલનાડુ નાં કન્નુર ખાતે 8 ડિસેમ્બરના રોજ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં CDS બિપીન રાવત અને તેમનાં ધર્મપત્ની સહિત 13 વ્યક્તિઓએ પ્રાણ ગુમાવ્યા હતા. આ દુખદ ઘટના ના પગલે સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ સાથે તામિલનાડુ ના કુન્નુર ખાતે હેલિકોપ્ટર દુર્ઘટના માં શહીદ થયેલ દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત,અને તેમના પત્ની સહિત અન્ય સૈન્ય જવાનો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ ગતરોજ ગોધરાના ગાંધી ચોક ખાતે યોજાયો જેમાં પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, પંચમહાલ જિલ્લા યુવા મોરચા ના મહામંત્રી નિર્મિત દેસાઈ, ગોધરા નગર પાલિકા પ્રમુખ સંજય સોની, ગોધરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ તેમજ ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાના સૌ પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો, નગરપાલિકા સભ્યો તેમજ નગરજનો શ્રદ્ધાંજલિ આપવા માટે જોડાયા હતા. જિલ્લા માં ઠેરઠેર હાલોલ, કાલોલ, ઘોઘંબા ખાતે પણ દેશના સપૂતો ને શ્રદ્ધાંજલી અર્પણ કરી પંચમહાલ જિલ્લો દેશના વિર સપૂતો ને યાદ કરી શોકમગ્ન બન્યો હતો.