Panchmala news; શહેરા તાલુકાના અણિયાદ ગામે લાલસરી ફળીયામાં ડાંગરના ઘાસની ગાંજીમાં સંતાડી રાખેલ વિદેશી દારૂના (Foreign liquor) કવાટરીયા તથા બીયર ટીનની પેટીઓ પોલીસે (police) પકડી પાડી હતી. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા તથા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી. જાડેજા એલ.સી.બી. ગોધરાને ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે, શહેરા તાલુકાનાં અણિયાદ ગામે લાલસરી ફળીયામાં રહેતો રાજેશ ઉર્ફે લાલો સરજનભાઇ ચૌહાણ નાના મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી લાવીને લાલસરી ફળીયામાાં રહેતા ભલાભાઇ કાભાભાઇ પરમાર તથા રંગીતભાઇ મોતીભાઇ પરમારના રહેણાંક ઘરની પાછળના ભાગે ઘાસની ગાંજીમાં સાંતાડી રાખી ધાંધો કરે છે તેવી તેવી બાતમી મળી હતી.
તેથી મળેલ બાતમીના આધારે આઇ.એ. સિસોદીયા પોલીસ સબ ઇન્પેકટર એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો એ શહેરા તાલુકાના અણિયાદ ગામે લાલસરી ફળીયામાાં બાતમી વાળી જગ્યાએ જઈ રેઇડ કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
(૧) માઉન્ટસ ૬૦૦૦ સુપર ફાઈન સ્ટ્રોંગ બીયરની પેટીઓ નંગ-૨૪ જેમાં ટીન બીયરો નંગ-૫૭૬ જેની કીંમત રૂપિયા ૪૬,૦૮૦ (ર) રોયલ સીલેકટ ડીલક્ષ વ્હીસ્કી પ્લાટીકના ક્વાટરીયા ની પેટીઓ નંગ-૧૭ જેમાં ક્વાટરીયા નંગ-૮૧૬ જેની કીંમત રૂપિયા ૮૫,૬૮૦ (૩) રોયલ બ્લુ મલ્ટ વ્હીસ્કી પ્લાટીકના ક્વાટરીયા ની પેટીઓ નંગ-૧૬ જેમાં ક્વાટરીયા નંગ-૭૬૮ જેની કીંમત રૂપિયા ૭૬,૮૦૦ કુલ બોટલો નંગ-૨,૧૬૦ જેની કુલ કિંમત રૂપિયા ૨,૦૮,૫૬૦ થાય છે.