Home /News /panchmahal /પંચમહાલ: ચાલુ બોલેરો કાર કૂવામાં ખાબકી, કારમાં ત્રણ લોકો હતા સવાર

પંચમહાલ: ચાલુ બોલેરો કાર કૂવામાં ખાબકી, કારમાં ત્રણ લોકો હતા સવાર

કાર કૂવામાં ખાબકી

Panchmahal Accident: કૂવામાં કાર ખાબકવાની માહિતી મળ્યા બાદ બચાવ કામગારી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિકોને માહિતી મળતા તેમણે કૂવામાંથી પાણી ખાલી કરવા સહિતની કામગારી આરંભી દીધી હતી.

પંચમહાલ: પંચમહાલમાં ખૂબ જ દર્દનાક બનાવ બન્યો છે. જેમાં એક ચાલુ બોલેરો કાર કૂવામાં ખાબકી હતી. કારની અંદર ડ્રાઇવર સહિત ત્રણ લોકો સવાર હતા. ગઈકાલ એટલે કે ગુરુવાર સાંજથી કૂવામાંથી ત્રણેય લોકોની શોધખોળ કરવાની કામગારી ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે પંચમહાલના મોરવા હડફના દેલોચ ગામમાં બોલેરો ગાડી પાણી ભરેલા કૂવામાં ખાબકી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે કારમાં ત્રણ વ્યક્તિ સવાર હતી.

રેસ્ક્યૂ કામગારી શરૂ


કૂવામાં કાર ખાબકવાની માહિતી મળ્યા બાદ બચાવ કામગારી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિકોને માહિતી મળતા તેમણે કૂવામાંથી પાણી ખાલી કરવા સહિતની કામગારી આરંભી દીધી હતી. જે બાદમાં ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. મોડી રાત સુધી ગોધરા અને સંતરામપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમોએ મોડી રાત સુધી રેસ્ક્યૂ કામગારી શરૂ રાખી હતી.



બનાવની માહિતી મળ્યા બાદ રાજ્ય કક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. કૂવામાં પાણી ભરેલું હોવાથી બચાવ કામગારીમાં ખૂબ જ મુશ્કેલી નડી હતી.

કારમાં સવાર લોકોને પત્તો નહીં


કાર કૂવામાં ખાબકી હોવાની માહિતી મળતા જ સ્થાનિક તરવૈયાઓ અને ફાયરના જવાનોને કૂવામાં ઉતારવામાં આવ્યા હતા. આ દરમિયાન કૂવાના પાણીમાં કાર તરતી જોવા મળી હતી. જોકે, શુક્રવાર સવાર સુધી કારમાં સવાર ત્રણેય લોકો મળી શક્યા ન હતા.
First published:

Tags: Panchmahal, ગુનો, પોલીસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો