Home /News /panchmahal /ઘોઘંબા: લકઝરી બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માતમાં બે લોકોના મોત, એકની હાલત ગંભીર

ઘોઘંબા: લકઝરી બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માતમાં બે લોકોના મોત, એકની હાલત ગંભીર

બ્રેકિંગ સમાચાર

હાલોલ: ઘોઘંબાના રવેરી ગામ પાસે લકઝરી બસ અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત છે. આ અકસ્માત બાદ ખાનગી બસનો ચાલક ફરાર થઇ ગયો છે. હાલ રાજગઢ પોલીસે લકઝરી બસને પોલીસ મથકે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઘોઘંબા રવેરી ગામ પાસે લક્ઝરી અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત છે. આ ઇજાગ્રસ્તોમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે. મધરાત્રે સર્જાયેલી અકસ્માતની આ ગમખ્વાર ઘટનાનો અવાજ સાંભળીને જ આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા. તેઓ આ ગમખ્વાર અકસ્માત જોઇને જ બચાવ કામગીરી જાતે જ શરૂ કરી દીધી હતી.

આ અક્સમાતમાં ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થયા છે જેમને વડોદરામાં રીફર કરાયા છે.


આ અકસ્માત સર્જીને બસ ચાલક ફરાર થઇ ગયો છે. ત્યારે હાલ રાજગઢ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

થોડા દિવસ પહેલા પણ અહીં અકસ્માત સર્જાતા મોત થયા હતા


થોડા દિવસ પહેલા ઘોઘંબાથી દેવગઢ બારીયા જતા મુખ્ય રોડ પર રવેરી ગામ પાસેની ચોકડી પર જ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને લકઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા લોકોની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ. ઘટના સ્થળે દોડી આવી બચાવની કામગીરી હાથ ધરી હતી. જેમાં ઇક્કો ગાડીમાં સવાર લોકોને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હાલોલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક ઇજાગ્રસ્તને 108 મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
First published:

Tags: Gujarat News, Panchmahal News