Prashant Samtani, Panchmahal - હાલના સમયમાં લગ્ન સીઝન ચાલી રહી છે, ત્યારે લોકોએ પાર્ટી પ્લોટ, હોલ ડીજે, બુકિંગ કરાવવાનું શરૂ કરી દીધું છે, પોતાના લગ્નને યાદગાર કરવા માટે અને સારા ફોટો વિડીયો આવે તે માટે લોકો અવનવીન પ્રકારે તૈયાર થતા હોય છે , તેમજ જુદા જુદા પ્રકારના ડેકોરેશન કરતા હોય છે તથા આ વર્ષે ઘોડો અને તેની બગી નું ખાસ ચલણ જોવા મળી રહ્યું છે. વરઘોડા કાઢવામાં આવતા હોય છે, ત્યારે જુદા જુદા પ્રકારની બગીઓનો ક્રેઝ અત્યારે યુવાનોમાં વધુ પડતો જોવા મળી રહ્યું છે.
યુવાનો નવા નવા પ્રકારની જુદા જુદા ડિઝાઇન વાળી બગી નો જુદી જુદી પ્રસંગો કરતાં હોય છે ખાસ કરીને જ્યારે લગ્ન પ્રસંગમાં વરઘોડા કાઢવામાં આવતા હોય છે, ત્યારે યુવાનો પોતાના શેરવાની અને કોર્ટના રંગના આધારે બગીના કલર અને તેની ડિઝાઇન પસંદ કરતા હોય છે.
ગોધરા શહેરમાં છેલ્લા 20 વર્ષથી બગી નો વેપાર કરતાં ગુલાબભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ તેમની ત્રીજી પેઢી છે જે આક્રમભાઈ બગીવાડાના નામે ગોધરા ખાતે બગીનો વેપાર કરે છે, અને આ વર્ષે લગ્ન સિઝનમાં તેઓએ ખાસ પ્રકારની નવા પ્રકારની લાઇટિંગ વાળી ભગીઓ નું નિર્માણ કરાવડાયું છે.
લોકો તેમના મનપસંદ કલર અને મનપસંદ ડિઝાઇન પ્રમાણે બગીને પસંદગી કરતા હોય છે અને એક વરઘોડાના અંદાજિત 8 થી 10 હજાર રૂપિયાના ભાવે બે ઘોડા અને સાથે એક લાઇટિંગ વાળી બગી આપવામાં આવતી હોય છે.
જે અવિરત પણે પરંપરાગત બગી નો વ્યવસાય કરી રહ્યા છે અને તેમને કીધું હતું કે મારા આવનાર પેઢી મારા બાળકો પણ આ વ્યવસાયમાં મારી સાથે જોડાઈ રહ્યા છે, અને મારી સાથે જ આ બગી નો વેપાર કરી રહ્યા છે.
આમ તો જુના જમાનામાં લોકો લગ્ન પ્રસંગમાં ઘોડા અને બગી બુક કરાવતા હતા પરંતુ વર્તમાન સમયમાં આધુનિક સમયમાં પણ યુવાનોમાં બગી નો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે અને યુવાનો નવા નવા પ્રકારની બગીઓ બુક કરાવી રહ્યા છે.