Home /News /panchmahal /Panchmahal: આ મીઠાઈને જોતા જ મોઢામાં આવી જાય છે પાણી; સિંધી મીઠાઈની આટલી છે ડિમાન્ડ
Panchmahal: આ મીઠાઈને જોતા જ મોઢામાં આવી જાય છે પાણી; સિંધી મીઠાઈની આટલી છે ડિમાન્ડ
આ વર્ષે દિવાળીમાં સિંધી સંપ્રદાયની ફેમસ મીઠાઈ ભૂગલમાવાની બજારમાં ખાસ ડિમાન્ડ
ગોધરા શહેર ખાતે ભુગલમાવો 240 રૂપિયા થી લઈને 500 રૂપિયા પર કિલોના ભાવે વેચાણ કરવામાં આવે છે. જેમાં વજન પ્રમાણે 250ગ્રામ , 500 ગ્રામ અને કિલોના બોક્સ બનાવીને વેચવામાં આવતા હોય છે.
Prashant Samtani, Panchmahal: વેપાર ક્ષેત્રે હંમેશા આગવું સ્થાન ધરાવતા સિંધી સમાજ અને સિંધી સમાજના લોકો દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. આ ઉપરાંત તેમની ખોરાકી વાનગીઓ પણ લોકોમાં ચર્ચાનો વિષય બનતી હોય છે . દાલ પકવાન, લોલી, કોકી, શાઈભાજી, ભુગલમાવો. આ બધી સિંધી સમાજની મુખ્ય ફેમસ વેરાઈટીઓ છે, જેને ખાવાની મજા દરેક લોકો માણતા હોય છે . જેમાંથી ખાસ પ્રકારની ફેમસ મીઠાઈ છે "ભુગલમાવો" .
આવ જાણીએ શું છે ભુગલમાવો? અને કેવી રીતે બને છે.?
ભુગલમાવો મુખ્યત્વે અજમેરી માંવો અને થાબડી મીઠાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભુગલમાવો એ ખાસ રાજસ્થાન રાજ્યની વેરાઈટી છે, રાજસ્થાનમાં ભુગલમાબને ગુલાબ હલવા તરીકે પણ ઓળખવામાં આવે છે જે સિંધી સંપ્રદાયના લોકોમાં ખૂબ પ્રખ્યાત વાનગી છે . આ ઉપરાંત લગભગ દરેક લોકો ભુગલમાવા મીઠાઈને મિષ્ટાન તરીકે ખૂબ જ પસંદ કરતા હોય છે. અને તહેવારના પ્રસંગે અન્ય મીઠાઈઓ કરતા આ વર્ષે ભુગલમાવાની ની માંગ માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
ભુગલમાવો ભેંસના દૂધમાંથી બનાવવામાં આવે છે, જેમાં દૂધને 100 સેલ્સિયસ કરતા પણ વધારે તાપમાન માં ઉકાળવામાં આવે છે અને દૂધ ઉકળીને બિલકુલ લાલ થઈ જાય છે , ત્યારે તેમાં ઘી અને ચાસણી (ખાંડ ,પાણી તથા ગુલાબ જલ થી બનેલી હોય છે) નાખવામાં આવે છે . ત્યારબાદ તૈયાર થતાં લાલ શેકમાં ઈલાયચી અને વેજીટેબલ ઓઇલ નાખવામાં આવે છે.
આ રીતે ભુગલમાવો તૈયાર થતો હોય છે. જુદા જુદા સ્થળે લોકોની પસંદ પ્રમાણે તેમાં ઉપરથી જુદા જુદા પ્રકારના ડ્રાયફ્રુટ જેમાં કાજુ, બદામ , કિસમિસ વગેરે નાખવામાં આવે છે અને જુદા જુદા પ્રકારની વેરાઈટીઓ થી ભુગલમાવો તૈયાર કરીને તેને નાના પીસમાં કટ કરીને 250 ગ્રામ 500 ગ્રામ અને કિલો ના વજન પ્રમાણે વેચવામાં આવતો હોય છે.
શું છે ભુગલમાવાની બજાર કિંમત ?
ગોધરા શહેર ખાતે ભુગલમાવો 240 રૂપિયા થી લઈને 500 રૂપિયા પર કિલોના ભાવે વેચાણ કરવામાં આવે છે. જેમાં વજન પ્રમાણે 250ગ્રામ , 500 ગ્રામ અને કિલોના બોક્સ બનાવીને વેચવામાં આવતા હોય છે. ખાસ કરીને આ વર્ષે દિવાળીના તહેવાર નિમિત્તે ભુગલમાવા મીઠાઈ ના ગિફ્ટ પેક ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ શુદ્ધ દેશી પદ્ધતિથી અને મસ્ત મજાનો સ્વાદ આપતી મીઠાઈ ભુગલમાવા ને પસંદ કરીને ખૂબ મોટી સંખ્યામાં તેની ખરીદી કરી છે.
ગોધરાની જુલેલાલ સોસાયટીમાં આવેલ ક્રિષ્ના ડેરીના વિષમભાઈ નવાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે દિવાળીમાં અન્ય મીઠાઈઓની સરખામણીમાં ભુગલમાવાની ખાસ ડિમાન્ડ રહી છે , અમે અત્યાર સુધી 800 થી 1 હજાર કિલો ભુગલમાવાનું વેચાણ કર્યું છે . આ વર્ષે ખાસ કરીને મોટી મોટી કંપનીઓ અને સંસ્થાઓએ પોતાના કર્મચારીઓ અને સ્નેહીજનોને આપવા માટે ગિફ્ટ પેકિંગમાં ભુગલમાવા ના 500 અને કિલોના બોક્સના મોટા પ્રમાણમાં ઑર્ડર આપ્યા હતા.
જેથી અમે લોકોએ ખૂબ સારી સંખ્યામાં ભુગલમાવાનું વેચાણ કરીને ખૂબ સારો એવો નફો પણ કમાયો છે. ખાસ કરીને ભુગલમાવો મીઠાઈ એ સિંધી સંપ્રદાયના લોકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. ખૂબ મોટી સંખ્યામાં સિંધી ભાઈઓ અને બહેનોએ દિવાળી નિમિત્તે ભૂગલમાવો મીઠાઇ ખરીદી કરી હતી.
ગોધરા શહેરમાં ક્યાં ક્યાં મળે છે ભૂગલમાવાની મીઠાઈ ?
ગોધરા શહેરમાં ખાસ કરીને જુલેલાલ સોસાયટીમાં આવેલ ક્રિષ્ના ડેરી , વરૂણ ડેરી તથા શાકમાર્કેટ માં આવેલ કૈલાશ ડેરી, કનૈયા ડેરી ખાતે ભુગલ માવાની મીઠાઈ સરળતાથી મળી રહે છે.