Home /News /panchmahal /PANCHMAHAL: ગોધરાનો સેવાભાવી યુવક, જે લોકોની કરે છે નિ:સ્વાર્થ ભાવે સેવા

PANCHMAHAL: ગોધરાનો સેવાભાવી યુવક, જે લોકોની કરે છે નિ:સ્વાર્થ ભાવે સેવા

X
નિ:સ્વાર્થ

નિ:સ્વાર્થ ભાવે કરેલી સેવા કરનારા જૂજ લોકો જ હોય છે.

ચોમાસું નજીક આવી રહ્યું છે એવા સમયે ઘણા એવા લોકો છે જેમને રહેવા માટે છત નથી અને કેટલાક લોકો એવા પણ છે કે જેઓ પોતાની પરિસ્થિતિના કારણે છત તો છે પરંતુ વરસાદથી બચી શકતા નથી ત્યારે આવા લોકોને...

Shivam Purohit, Panchmahal: સેવા અનેક લોકો કરતા હોય છે પરંતુ નિ:સ્વાર્થ ભાવે કરેલી સેવા કરનારા જૂજ લોકો જ હોય છે. કેટલાક લોકો ભગવાનના આશીર્વાદ રૂપે નાણાનો સદુપયોગ કરવા માટે સેવા કરતા હોય છે. તો કેટલાક લોકો માનવતા મહેકાવવા માટે સેવા કરે છે. ત્યારે તે પ્રકારે ગોધરાના એક નવ યુવાન ભાવિનની જો વાત કરવામાં આવે તો તે એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેની લોક પ્રત્યે સેવા કરવાની ભાવના તેના વિચારો અને કાર્યને માનવતા રૂપેમહેકાવે છે.

જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે મિત્રો સાથે મળી જય માતાજી ફાઉન્ડેશન ગ્રૃપ ઉભુ કર્યું

ગોધરાના રહેવાશી ભાવિનને જરૂરિયાત મંદ લોકોની મદદ કરવા માટે પોતાના મિત્રો સાથે મળીજય માતાજી ફાઉન્ડેશન ગ્રૃપ ઉભુ કર્યું છે જેના થકી તે લોકોની સેવા કરે છે. તેના ગ્રુપમાંદક્ષ ભોઈ, જયદીપ સોલંકી તથા ઉત્સવ છે જેઓ ભાવિનની તમામ સેવાકિય કાર્યોમાં નિ:સ્વાર્થ જોડાઈ લોકોની વ્હારે આવે છે. ભાવિન પોતાની ઈચ્છાઓ પછી પૂરી કરવામાં માને છે તે પોતાના કરતા જરૂરિયાત ધરાવતા લોકોની મદદ કરવામાં વિશ્વાશ રાખે છે. રસ્તામાં પડેલો ઈજાગ્રસ્ત શ્વાન હોય કે પછી ભૂખી ખીસ્કોલી, કે પછી ઈજાગ્રસ્ત પશુ તમામને મદદ કરવા ઉત્સુક રહે છે. જિલ્લામાં કોઈ પણ જગ્યાએ જો કોઈ અસહાય દેખાઈ આવે તો તેની મદદ કરવા સૌપ્રથમ પહોંચે છે ભાવિન,અથવા તો કોઈ તેમને આ વિશે જાણ કરે તો તરત જ આવા લોકોની સેવામાં હાજર થઈ જાય છે અને સંભવ તમામ મદદ કરી તેણી વ્હારે ઉભો રહે છે સેવા ભાવિ ભાવિન.

આ પણ વાંચો- સોમનાથ મંદિરમાં પ્રવેશતા જ અક્ષય કુમારને થઇ દિવ્ય અનુભૂતિ

સામાન્ય પરિવારમાંથી આવતા ભાવિનની સેવા કરવાની પ્રવૃતિએ લાખો લોકોના દિલ જીત્યા.

ગોધરાના એક સામાન્ય પરિવારમાંથી આવતા ભાવિનની સેવા કરવાની પ્રવૃતિએ લાખો લોકોના દિલ જીત્યા છે.ત્યારે હાલ ચોમાસું નજીક આવી રહ્યું છે તેવા સમયે ઘણા એવા લોકો છે જેમને રહેવા માટે છત નથી અને કેટલાક લોકો એવા પણ છે કે જેઓ પોતાની પરિસ્થિતિના કારણે પોતે વરસાદથી બચવા એક આડુ તાડપતરી પણ મુકી શકતા નથી.ત્યારે આવા લોકોને વાંસ અને પ્લાસ્ટિકની તાડપત્રી થી વરસાદમા સહારો મળી રહે એ માટે ભાવિન ભોઈ અને તેમનાગ્રુપ દ્વારા ઝુંબેશ ઉપાડવામાં આવી છે.વરસાદ આવે એ પહેલા જેટલું બની શકે તેટલું લોકોની મદદે આવી શકે અને લોકોને વરસાદથી બચાવી શકે.

આ પણ વાંચો- વિશ્વામિત્રી નદી અને તળાવને પ્રદૂષિત કરવામાં મુખ્ય ભૂમિકા કોની

કોઈ પણ વિસ્તારમાં મદદ માટે બોલાવવામાં આવતા ભાવિન હમેશા સેવામાં પહોંચી કરે છે સેવા.

ભાવિને જણાવ્યું કે ગોધરા તેમજ ગોધરાની આસપાસના વિસ્તારમાં કોઈ પણ જરૂરિયાત મંદ વ્યક્તિ કે પછી પશુ પક્ષી હોયતો ચોક્કસ તેનો સંપર્ક કરવાનો લોકો પાસે આગ્રહ રાખે છે ભાવિન,તેનો સંપર્ક કે પછી તેના ગ્રૃપને જાણ કરાતા સમભાવ મદદ માટે તત્પર ભાવિન અને તેનું ગ્રૃપ મદદ માટે પહોંચે છે.ઉલ્લેખનીય છે કે આટલી નાની ઉમરમાં જ્યારે કોઈ વ્યક્તિ સેવા કરવાનું વિચારે છે કે પછી પોતાની જરૂરિયાત પૂરી કરવામાં જ રહે છે તેવામાં ભાવિનની આ સેવાકિય કામગીરીને બીરદાવી શકાય તેવી છે.સતત કરી રહેલા સેવાકિય કામગીરીથી ગોધરા તેમજ પંચમહાલ માટે ગૌરવની વાત કહી શકાય છે.
First published:

Tags: Godhara News, Panchmahal, Panchmahal latest news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો