Home /News /panchmahal /PANCHMAHAL:સમાજનાં મેણાં સાંભળી ભાર્ગવીએ શરૂ કર્યું ક્લાઉડ કિચન,પ્રેરણા સ્ત્રોત કામગીરી બદલ પુરસ્કૃત કરાઈ

PANCHMAHAL:સમાજનાં મેણાં સાંભળી ભાર્ગવીએ શરૂ કર્યું ક્લાઉડ કિચન,પ્રેરણા સ્ત્રોત કામગીરી બદલ પુરસ્કૃત કરાઈ

X
ક્લાઉડ

ક્લાઉડ કિચન કન્સેપ્ટ, ગોધરા, પંચમહાલ

પિતાના અવસાન બાદ અને માતાને પેરાલીસીસ થયા બાદ ઘર નો આધાર સ્તંભ ફક્ત દીકરી જ રહી ગઈ અને સગા સંબંધીઓના મેણા-ટોણા

Shivam Purohit, Panchmahal: હાલ દેશમાંબેરોજગારીના કારણે દેશના અનેક નવ યુવાનો પોતાનું મનોબળ હારીજતા હોય છે.તેઓ નોકરી ન કરી શકવાના કારણે હતાશ થઈ ગેરમાર્ગે દોરી જતા હોય છે.ત્યારે સમાજમાં અનેક એવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે જે પ્રેરણા રૂપ સાબીત થાય છે.તેવો જ એક કિસ્સો ગોધરા શહેરનો પ્રકાશમાં આવ્યો છે.પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં એક દીકરીએ નવીન સાહસ કરી પોતાની જાતને સાબિત કરી બતાવી છે. પિતાના અવસાન બાદ અને માતાને પેરાલીસીસ થયા બાદ ઘરનો આધાર સ્તંભ ફક્ત દીકરી જ રહી ગઈ અને સગા સંબંધીઓના મેણા-ટોણા \"છોકરી ગમે તેટલું ભણે પણ અંતે તો તેને રસોડું જ છે\" સાંભળીને આ દીકરીએ રસોડાને જ પોતાનીકારકિર્દીનું સાધન બનાવી દુનિયાને સમાજમાં તેનું અને તેના પરિવારનું નામ રોશન કર્યું છે.

ભાર્ગવીનેએન્ટરપ્રિન્યોર સક્સેસ સમિટ 2022માંમોટીવેશનલ સ્પીકર સંજય રાવલના હસ્તે એવોર્ડ અને સર્ટીફિકેટ એનાયત

ગોધરા શહેરમાં રહેતી ભાર્ગવી શ્રીમાળી જે ફાર્મસી નો અભ્યાસ કરીને નોકરી ન કરવાનું પસંદ કરી ને પોતાના કુકિંગ ના શોખ ને આગળ વધારવા cloud kitchen નો કન્સેપ્ટ શરૂ કર્યો હતો. તેણે જણાવ્યું કે cloud kitchen એટલે પોતાના ઘરે અવનવી વાનગીઓ બનાવવી અને તેને પોતાના આસપાસ તેમજ સર્કલમાં લોકો સુધી પહોંચાડવી અને તે થકી એક કમાણીનું સાધન ઉભુ કરવું. તેમજ છેલ્લા બે વર્ષથી ભાર્ગવી ના આ સરાહનીય કાર્ય ને હાલ થોડા દિવસો પહેલા જ ગોધરા ખાતે યોજાયેલ એન્ટરપ્રિન્યોર સક્સેસ સમિટ 2022માં ગોધરા ખાતે પધારેલા મોટીવેશનલ સ્પીકર સંજય રાવલના હસ્તે એવોર્ડ અને સર્ટીફિકેટ પણ આપવામાં આવ્યું હતું.

cloud kitchen થકી તમને પોતાની મનગમતી વાનગી ઘરના hygiene સાથે મળી રહે છે:ભાર્ગવી

ભાર્ગવીએઉમેર્યુ કે હાલના સમયમાં ઘણી બધી પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે ત્યારે લોકો હોટલનું જમી જમીને સ્વાસ્થ્ય સાથે ઘણીવાર ચેડા કરવા માંગતા નથી ત્યારે ઘણા બધા લોકો એવા છે કે જેઓ ઘરનું ખાવાનું પસંદ કરે છે પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ રહેતો નથી ત્યારે આ પ્રકારના cloud kitchen થકી તમને પોતાની મનગમતી વાનગી ઘરના hygiene સાથે મળી રહે છે અને આ થકી cloud kitchen ચલાવનાર મહિને સીધેસીધું 20 થી 30 હજાર રૂપિયા જેટલી કમાણી કરી શકે છે.



આ પણ વાંચો: સંસદ ભવનના નિર્માણમાં MSU ભજવશે મહત્વનો ભાગ,એમ.એસ. યુનિવર્સીટીની ભૂમિકા નોલેજ પાર્ટનર તરીકેની રહેશે.



ભાર્ગવી શ્રીમાળી ગોધરામાં cloud kitchen કન્સેપ્ટ શરૂ કરનાર પહેલી યુવતી

ભાર્ગવી શ્રીમાળી ગોધરામાં cloud kitchen કન્સેપ્ટ શરૂ કરનાર પહેલી યુવતી છે જેણે યુવાવસ્થાની આ નાની ઉંમરમાં સરકારના વોકલ ફોર લોકલ નો કન્સેપ્ટ ચરિતાર્થ કરી બતાવ્યો છે. ગોધરાના Bhargavi's Kitchen cloud kitchen ના અનેક ચાહકો છે જે ભાર્ગવી ની વાનગીઓ માંથી સેન્ડવીચ, પાસ્તા સહિત અનેક વાનગીઓ પસંદ કરે છે. તમે પણ પોતાનું મનગમતું ફાસ્ટ ફૂડ ઘરના hygiene સાથે ખાવાની ઇચ્છા ધરાવો તો 9909110424 પર સંપર્ક કરી શકો છો અથવા instagram ઉપર Bhargavi's Kitchen નો સંપર્ક કરી બહાર જેવીટેસ્ટીવાનગી ઘરના hygiene સાથે મજા માણી શકો છો.
First published: