Home /News /panchmahal /Panchmahal: વેકેશન માટે બેસ્ટ પ્લેસ છે આ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી પાર્ક; ટિકિટનો દર છે આટલો
Panchmahal: વેકેશન માટે બેસ્ટ પ્લેસ છે આ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી પાર્ક; ટિકિટનો દર છે આટલો
વેકેશન માટે બેસ્ટ પ્લેસ છે,પંચમહાલ જિલ્લાની જાંબુઘોડા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી વડોદરા થી આશરે 70 km ના અંતરે આવેલું છે તથા ચાંપાનેર થી 20 કિલોમીટરના અંતરે આવેલું છે.
Prashant Samtani, Panchmahal: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢ અને ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ડિકલેર કરવામાં આવેલ છે, જે પછી પાવાગઢનું મહત્વ ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ દેશ અને દુનિયાભરના પર્યટકો માટે ખૂબ જ વધી ગયું છે . લોકો દૂર દૂરથી વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર અને પાવાગઢની મુલાકાત લેવા આવતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, પાવાગઢ ફરવાની સાથે સાથે તમે અન્ય પણ કેટલા મસ્ત મજાના મહત્વના સ્થળોની મુલાકાત લઈ શકો છો. ચાંપાનેરથી ફક્ત 20 કિલોમીટરના અંતરે આવેલું છે જાંબુઘોડા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી. જે અત્યારે દિવાળીની સિઝનમાં પર્યટકો માટે આકર્ષણનું બહુ મોટું કેન્દ્ર બન્યું છે.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી વડોદરા થી આશરે 70 km ના અંતરે આવેલું છે તથા ચાંપાનેર થી 20 કિલોમીટરના અંતરે આવેલું છે. શિવરાજપુર ગામ સેન્ચ્યુરીથી ફક્ત એક થી બે કિલોમીટરના અંતરે આવેલ છે. લોકો શિયાળાની સિઝનમાં ખાસ કરીને આ સેન્ચ્યુરીની મુલાકાત મોટા પ્રમાણમાં લેતા હોય છે અને હાલ દિવાળીની વેકેશન ચાલી રહી છે, ત્યારે લોકો ખૂબ મોટી સંખ્યામાં જાંબુઘોડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી ની મુલાકાત લઈ રહ્યા છે.
જો તમે પાવાગઢ આવવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છો , તો ફક્ત ગણતરીના જ કિલોમીટરમાં આ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી આવેલી છે , જેમાં તમને મસ્ત મજાના 180 થી વધુ પ્રજાતિના પશુ અને પક્ષીઓ જોવા મળશે. પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે જ્યારે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી મજા માણવાની આવે ત્યારે જાંબુઘોડા સેન્ચ્યુરી તમને યાદ આવશે તેઓ મસ્ત મજાનો માહોલ તમને અહીંયા મળવાનો છે.
જાંબુઘોડા સેન્ચ્યુરી નું નિર્માણ મેં 1990 ની સાલમાં થયું હતું. ઉપરાંત આ સેન્ચ્યુરી પાર્ક 130 સ્ક્વેર કિલોમીટર માં ફેલાયેલું છે. આ સેન્ચ્યુરીની બાજુમાં બે જળાશયો પણ આવેલા છે .જેને કડા અને ટર્ગોલ તરીકે ઓળખવામાં આવે છે. આ સેન્ચ્યુરીમાં મુખ્યત્વે બીલી , સીસમ ,ધાવ ,ખેર , બાંબુ તથા અન્ય ઘણા આર્યુવેદિક વનસ્પતિ જેવા વૃક્ષો જોવા મળે છે. કેટલાક નોંધપાત્ર જાનવરોની વાત કરીએ તો અહીંયા દિપડો,હાયના, મગર,વગેરે પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર જમાવે છે.
જાંબુઘોડા વાઈલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં શું શું કરી શકાય.?
સેન્ચ્યુરી ખાતે જુદા જુદા પ્રકારના પક્ષીઓ નિહાળવાનો આનંદ કઈક અનેરો જ છે. પ્રાકૃતિક સૌંદર્યના ખોળે નિર્માણ પામેલ આ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં તમે જંગલ સફારીની મજા પણ માણી શકો છો. જો તમે ટ્રાયબલ વિસ્તાર અને ટ્રાયબલ વિસ્તારના લોકો ને મળવાનો શોખ ધરાવવો છો. તો અહીં તમે આજુબાજુના ઘણા બધા ટ્રાઈબલ વિસ્તારમાં મુલાકાત લઈને ત્યાંના લોકોનું ચાલ ચરણ અને જીવન ધોરણ નિહાળી શકો છો. આ ઉપરાંત અહીં તમે હાઈકીગ અને કેમ્પિંગ ની મજા પણ માણી શકો છો. જેના માટે સેન્ચ્યુરી ખૂબ પ્રખ્યાત છે.
જાંબુઘોડા વાઇફ સેન્ચ્યુરી ની આસપાસ માં તમને ઘણી બધી હોટલ અને રિસોર્ટ મળી રહેશે, જેમાં તમે મસ્ત મજાના ખોરાક અને રહેઠાણની સુવિધા માણી શકશો.એન્ટ્રી ટિકિટ અને ટાઈમિંગ.વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં એન્ટ્રી ટિકિટ પર વ્યક્તિ 50 રૂપિયા છે. સવારના 6:00 વાગ્યાથી લઈને સાંજના 7.00 વાગ્યા સુધી ચાલુ રહે છે.
સ્થળ - મોટા રસ્કા , ઝંડ હનુમાન રોડ, જાંબુઘોડા, પંચમહાલ