Home /News /panchmahal /Panchmahal: આંગણવાડીને તાળું વાગતાં બાળકોનું પાયાનું શિક્ષણ અટવાયું, કેવી રીતે ભણશે ગુજરાત?

Panchmahal: આંગણવાડીને તાળું વાગતાં બાળકોનું પાયાનું શિક્ષણ અટવાયું, કેવી રીતે ભણશે ગુજરાત?

X
સુરેલી,

સુરેલી, આંગણવાડી, શહેરા

મારા છોકરાની વહુ ને લેવામાં આવે તેવી મનમાની પુરી નાં થતાં તેમણે આંગણવાડી મકાન ને તાળું મારી દીધું હતું. આંગણવાડી કાર્યકર બારીયા લક્ષ્મીબેન અને ડાભી દક્ષાબેન નાના બાળકોને લઈને આવ્યા હતા ત્યારે આંગણવાડી ને ખાંટ શાંતાબેન દ્વારા તાળું મારીને ...

વધુ જુઓ ...
Shivam Purohit, Panchmahal: સુરેલી ગામમાં આંગણવાડી 3 માં તેડાગર દ્વારા તાળું લગાવાયું ને બાળકોનું પાયાનું શિક્ષણ અટવાયું. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સુરેલી ગામ માં જૂના તેડાગર દ્વારા તાળું મારવામાં આવ્યું જેને લઈને નાના ભૂલકાઓને આંગણવાડી માં પાયાનું શિક્ષણ આપવામાં આવતું હોય છે જ્યારે સુરેલી 3 આંગણવાડી માં એવી ઘટના બનવા પામી છે કે જે હરકતમાં મુકિ દે તેવી ઘટના સામે આવી છે.

આંગણવાડીને તાળું મારતા બાળકોનું શિક્ષણ અટવાયું.

જેમાં આંગણવાડી નાં જુના કાર્યકર તેડાગર તરીકે ફરજ બજાવતા હતા તેઓ વયનીવૃત થતા તેઓ ની જગ્યાએ નવી ભરતી માટે જાહેરાત પાડવામાં આવતા સુરેલી ગામના રહીશ ડાભી દક્ષાબેન વાઘસિંહ ના નામે તેડાગરનું ફોર્મ ભરતા તેઓ મેરીટમાં આવતા તેઓને સરકાર ના નિયમો મુજબ નિમણૂક મળતા તેઓ ફરજ ઉપર હાજર થયા હતા.તેઓ આંગણવાડી 3 સુરેલી ખાતે આવ્યા હતા ત્યારે તેઓના પહેલા નાં આંગણવાડી કાર્યકર્તા જુના તેડાગર ખાંટ શાંતાબેન ઉદેસિંહ તરીકે ફરજ બજાવતા હતા જેઓ ની માલિકીની જમીનમાં આંગણવાડી મકાનનું બાંધકામ કરવામાં આવેલ હતું જેથી વયનીવૃત્ત તેડાગરખાંટ શાંતાબેન ઉદેસિંહ દ્વારા આ આંગણવાડીને તાળું મારી ચાવી તેઓએલઇ લીધી હતી.

નવા નિમણૂંક પામેલા આંગણવાડી કાર્યકરડાભી દક્ષાબેનને અભ્યાસ માટે આવેલા બાળકોને બહાર બેસવાનો વારો આવ્યો હતો.

પૂર્વ આંગણવાડી કાર્યકર્તા ખાંટ શાંતાનની શરત મૂજબ તેઓના છોકરાની વહુને નોકરી ન મળતા તેઓએ આંગણવાડીને તાળુ મારી દીધુ હતું,જેના કારણે નવા નિમણૂંક પામેલા આંગણવાડી કાર્યકરડાભી દક્ષાબેનને અભ્યાસ માટે આવેલા બાળકોને બહાર બેસવાનો વારો આવ્યો હતો.સુરેલી 3 નંબર ની આગણવાડી (નંદ ઘર) ને તાળું મારીને ચાવી લઇ લીધેલ હોવાની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીજાણ બારીઆ લક્ષ્મીબેન ને કરતા તાલુકા પંચાયત કચેરી ખાતે જઈ બાળવિકાસ અધિકારીને જાણ કરવા માં આવી હતી.

આ પણ વાંચો: આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારીની કાળી કર્તુત,પ્લાન ઘડી ચોર્યા 47 લાખ રૂપિયા

ઉલ્લેખનીય બાબત એ છે કે આ પ્રકારે કોઈના અંગત જમિનમાં આંગણવાડીનું નિર્માણ કરાતા પહેલા કોઈ અધિકારીને ધ્યાનમાં આ બાબત હતી ખરી કે પછી અધિકારીઓ અને જમિન માલિકના અંગત સમજૂતી પર મંજૂર કરી આંગણવાડીનું નિર્માણ કરી દેવામાં આવ્યું હતું.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું બાળકોને ભણતર સમય સર મળી રહેશે કે પછી ભણતર રોડાશે.બીજી તરફ હવે આ પગલે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું.
First published:

Tags: Education News, Panchmahal, પંચમહાલ