Home /News /panchmahal /Panchmahal: BAPS સ્વામિનારાયણ મંદિરમાં માત્ર 50 રૂપિયામાં મળે છે સ્વાદિષ્ઠ ખીચડી

Panchmahal: BAPS સ્વામિનારાયણ મંદિરમાં માત્ર 50 રૂપિયામાં મળે છે સ્વાદિષ્ઠ ખીચડી

ગુજરાતી થાળીમાં મુખ્યત્વે રોટલી, બે પ્રકારના શાક , દાળ , ભાત અને સંભારો ફક્ત 80 રૂપિયામાં આપવામાં આવે છે ,જે અનલિમિટેડ રહે છે .આ ઉપરાંત ખીચડી અને કઢી સ્વામિનારાયણ સ્ટાઇલ થી અહીં બનાવવામાં આવે છે. જે ફક્ત 50 રૂપિયામાં ભરપેટ આપવામાં આવે છે ,જે લિમિટેડ રહે છે. એક વ્યક્તિ સરળતાથી ખાઈ શકે તેટલી ખીચડી અને કઢી એક પ્લેટમાં આપવામાં આવે છે.

ગુજરાતી થાળીમાં મુખ્યત્વે રોટલી, બે પ્રકારના શાક , દાળ , ભાત અને સંભારો ફક્ત 80 રૂપિયામાં આપવામાં આવે છે ,જે અનલિમિટેડ રહે છે .આ ઉપરાંત ખીચડી અને કઢી સ્વામિનારાયણ સ્ટાઇલ થી અહીં બનાવવામાં આવે છે. જે ફક્ત 50 રૂપિયામાં ભરપેટ આપવામાં આવે છે ,જે લિમિટેડ રહે છે. એક વ્યક્તિ સરળતાથી ખાઈ શકે તેટલી ખીચડી અને કઢી એક પ્લેટમાં આપવામાં આવે છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Panch Mahals, India
Prashant Samtani, Panchmahal: ગોધરા શહેરની રામનગર સોસાયટી ખાતે બીએપીએસ સંસ્થા દ્વારા 2011માં સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. બીએપીએસ સંસ્થાનના પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે આ મંદિરને જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મંદિરની સામેના ભાગમાં ભંડારી સ્વામી દ્વારા પ્રેમવતીના નામે છેલ્લા પાંચ વર્ષથી કેન્ટીન ચલાવવામાં આવે છે , જે સંસ્થાનો જ એક ભાગ ગણવામાં આવે છે. તેનું સંચાલન પણ મંદિરની સંસ્થા દ્વારા જ કરવામાં આવે છે .કેન્ટીનમાં બનતી જુદા જુદા પ્રકારની મસ્ત મજાની વેરાઈટીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે.

બીએપીએસ મંદિર ગોધરાના ભંડારી સ્વામી , સાધુ પરમ સંકલ્પ દાસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ," છેલ્લા પાંચ વર્ષથી ગોધરામાં પ્રેમવતી નામે વેજીટેરિયન રેસ્ટોરન્ટ મંદિરના સામેના ભાગમાં અમે ચલાવી રહ્યા છે . જેમાં મુખ્યત્વે મોહનથાળ , મૈસુર લાડુ, ગુજરાતી થાળી ,ખીચડી કઢી તેમજ જુદા જુદા પ્રકારના નમકીન, પોષણયુક્ત અને કોલેટીયુક્ત બનાવીને વેચવામાં આવે છે.



પ્રેમવતી કેન્ટીનની મુખ્ય પ્રસિદ્ધ વેરાઈટીઓમાં કઢી ખીચડી અગ્રેસર છે. ફક્ત ગોધરા જ નહીં આજુબાજુના જિલ્લાઓમાંથી પણ ઘણા બધા લોકો અઠવાડિયે ચોક્કસ મંદિરની મુલાકાત લેતા હોય છે અને સાથે સાથે કઢી ખીચડીનો આનંદ માણતા હોય છે .



બીએપીએસ મંદિરમાં કઢી ખીચડી ની સાથે સાથે બીજું શું શું મળે છે?

આ ઉપરાંત કેન્ટીન ખાતે જુદા જુદા પ્રકારની ફરાળી વાનગીઓ પણ વેચવામાં આવે છે , ખાસ કરીને એકાદશીના દિવસે ગુજરાતી ફરાળી થાળી, મંચુરિયન, પીઝા, ઢોકળા, સાબુદાણાની ખીચડી પુડલા, ફરાળી ભૈલ, ફરાળી દિલ્લી ચાર્ટ , ફરાળી ઢોસા વગેરે વેચવામાં આવે છે . ફરાળી વસ્તુઓની કિંમત 70 રૂપિયાથી શરૂ થઈને 100 રૂપિયા સુધીની હોય છે. કેન્ટીનમાં જ મોટો હોલ બનાવવામાં આવેલ છે , જેથી લોકો પોતાના પરિવાર સાથે આવીને જમવાનો આણંદ માણી શકે , ઉપરાંત અહીં પેકિંગની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે .જે કોઈ વ્યક્તિ અહીંથી જમવાનું પેક કરાઈને પોતાના ઘરે લઈ જવા માગતું હોય , તેને પેક પણ કરી આપવામાં આવે છે. કેન્ટીનમાં બનાવવામાં આવતી દરેક વસ્તુ એકદમ પૌષ્ટિક હોય છે, જે ભગવાનને થાળ તરીકે ધરાવામાં આવે છે, તે જ વસ્તુ કેન્ટીનમાં લોકો માટે વેચવા માટે મૂકવામાં આવે છે.



ગુજરતી થાળી માં શું શું મળે છે ? અને શું છે પ્રાઇઝ?

ગુજરાતી થાળીમાં મુખ્યત્વે રોટલી, બે પ્રકારના શાક , દાળ , ભાત અને સંભારો ફક્ત 80 રૂપિયામાં આપવામાં આવે છે ,જે અનલિમિટેડ રહે છે .આ ઉપરાંત ખીચડી અને કઢી સ્વામિનારાયણ સ્ટાઇલ થી અહીં બનાવવામાં આવે છે. જે ફક્ત 50 રૂપિયામાં ભરપેટ આપવામાં આવે છે ,જે લિમિટેડ રહે છે. એક વ્યક્તિ સરળતાથી ખાઈ શકે તેટલી ખીચડી અને કઢી એક પ્લેટમાં આપવામાં આવે છે.

આવો જાણીએ ગોધરાની પ્રખ્યાત સ્વામિનારાયણ ખીચડી બનાવવાની શું છે પ્રક્રિયા.!


કેન્ટિન ની દરેક આઈટમ બનવાની શરૂઆત કરતા પહેલા રોજ પંડારી સ્વામી દ્વારા કેન્ટિનના મંદિર માં દરેક કર્મચારી સાથે મળી આરતી કરે છે , ત્યારબાદ ખાવાનું બનવાની શરૂઆત કરવામાં આવે છે. ખીચડી બનાવવા સૌપ્રથમ જુદા જુદા પ્રકારની શાકભાજી જેમાં બટાકા, વટાણા, ટામેટા, કોબીજ, ગાજર વગેરેને નાના નાના પીસમાં કટ કરવામાં આવે છે, ત્યારબાદ વઘાર તૈયાર કરવામાં આવે છે. જેમાં, તજ લવિંગ , બાદિયા ,રાઈ ,જીરું , ધમાલપત્ર , સુકા મરચા વગેરેનો વઘાર તૈયાર કરીને ફ્રાય કરેલી કોબીજ અને શાકભાજી તેમાં નાખવામાં આવે છે.





જેને બાફી દેવામાં આવે છે. ત્યારબાદ તુવેરની દાળ તેમાં નાખવામાં આવે છે , જેમાં બાસમતી ચોખા નાખી જુદા જુદા પ્રકારના મસાલા નાખી તેને પકવવામાં આવે છે .આમ મસ્ત મજાની સ્વાદિષ્ટ સ્વામિનારાયણ ખીચડી તૈયાર થઈ જાય છે. ત્યારબાદ દહીં અને બેસન લઈને તેમાં ઘી નો વઘાર કરીને તૈયાર થયેલ ખીરામાં આદુ મરચાં વગેરે મસાલા નાખીને તેને પકવી સફેદ કઢી બનાવવામાં આવે છે.


સામાન્ય રીતે પ્રેમવતી કેન્ટીનમાં રોજની 100 થી 200 ખીચડીની ડીસોનું વેચાણ થાય છે .જેમાં ગોધરા તેમજ દાહોદ, દેવગઢ બારીયા , હાલોલ, કાલોલ, શહેરાના સ્વામિનારાયણ ભક્તો મંદિરના દર્શનાર્થે આવે છે , ત્યારે અચૂક પણે ખીચડી કઢીની મજા માણતા હોય છે. એક સ્વામિનારાયણ ભક્ત મહેશ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ,"અમે લુણાવાડાથી છેલ્લા 2 વર્ષથી દર મહિને સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા આવીએ છીએ અને જ્યારે પણ દર્શન કરવા આવીએ છીએ, ત્યારે પરિવારની સાથે ખીચડી કઢીની મજા માણતા હોઈએ છીએ. અમને અહીંયાની ખીચડી કાઢી ખૂબ ગમે છે , ખાસ કરીને અમારી દીકરી અહીંની ખીચડી કઢીની ખૂબ શોખીન છે.
First published:

Tags: BAPS Swaminarayan, Food for health, Khichadi, Panchmahal