Home /News /panchmahal /Panchmahal: ગોધરામાં રૂપિયા 50 લાખના ખર્ચે લાઇબ્રેરીને અત્યાધુનિક બનાવવામાં આવશે

Panchmahal: ગોધરામાં રૂપિયા 50 લાખના ખર્ચે લાઇબ્રેરીને અત્યાધુનિક બનાવવામાં આવશે

X
સરકારી

સરકારી લાઈબ્રેરી, ગોધરા, પંચમહાલ

ગોધરા શહેરમાં હાલમાં બે લાયબ્રેરી આવેલી છે, જેમાં નગરપાલિકા કચેરી નજીક સ્ટુઅર્ટ લાયબ્રેરી અને લાલબાગ ટેકરી નજીક સરકારી પુસ્તકાલય આ

ગોધરા, પંચમહાલ: ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી ની ઉપસ્થિતિમાં લાલબાગ નજીકની સરકારી લાયબ્રેરીના બીજા માળના બાંધકામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરમાં હાલમાં બે લાયબ્રેરી આવેલી છે, જેમાં નગરપાલિકા કચેરી નજીક સ્ટુઅર્ટ લાયબ્રેરી અને લાલબાગ ટેકરી નજીક સરકારી પુસ્તકાલય આવેલું છે, લાલબાગ વિસ્તારમાં આવેલ જિલ્લા સરકારી પુસ્તકાલયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાંચકો આવતાં હોય છે, જેને લઇને સરકારી પુસ્તકાલયનું બાંધકામ મોટું કરવાની જરૂર પડી હતી,

આ પણ વાંચો: Valsad: ઇકબાલ બહુરૂપિયો બની ભગવાન શંકરનો ધારણ કર્યો વેશ, રમેશ નામ આપી માંગતો હતો ભિક્ષા

હાલોલ ખાતે આવેલ પોલિકેબ કંપની દ્વારા પોલીકેબ સોશ્યલ વેલફેર ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લા સરકારી પુસ્તકાલયના બીજા માળનું બાંધકામ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા જણાવવામાં આવ્યું કે પોલીકેબ દ્વારા લાઇબ્રેરી નાં બાંધકામ તેમજ ફર્નિચર સહિત ૫૦ લાખ રૂપિયા ની સહાય કરી, ત્યારે આજરોજ ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજીના હસ્તે ગોધરા ખાતે આવેલ જિલ્લા સરકારી પુસ્તકાલયના બીજા માળનું બાંધકામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને જિલ્લા અધિક નિવાસી કલેકટર એમડી ચુડાસમા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
First published:

Tags: Panchmahal, પંચમહાલ

विज्ञापन