Home /News /panchmahal /Panchmahal: શું તમે પણ પર્વત આરોહણ કરવા માંગો છો? આવી રીતે કરી શકો છો રજીસ્ટ્રેશન

Panchmahal: શું તમે પણ પર્વત આરોહણ કરવા માંગો છો? આવી રીતે કરી શકો છો રજીસ્ટ્રેશન

પાવાગઢ ખાતે યોજાશે પાવાગઢ આરોહણ અને અવરોહણ સ્પર્ધા

સ્પર્ધા મા ભાગ લેવા માટે સાહસવીરોએ રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટેનુ અરજી ફોર્મ જીલ્લા રમતગમત અધીકારીની કચેરી, જીલ્લા સેવા સદન ભાગ-૨, પ્રથમ માળ, ગોધરા પંચમહાલ ની ઓફીસથી મેળવવાનુ રહેશે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Panch Mahals, India
  Prashant Samtani, Panchmahal: રાજ્યમાં વિવિધ પ્રકારના એડવેન્ચર્સ સ્પોર્ટ્સ એક્ટિવિટી થતી હોય છે.દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા એડવેન્ચર્સ લવર્સ માટે અવરોહણ, આરોહણના કોમ્પટિશન કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ પંચમાહના પાવગઢ ખાતે આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું કાર્યક્રમ યોજમાં આવ્યો છે.આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ વિગત મુજબ કરવાનું રહેશે.

  શું હોય છે પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધા ?

  પર્વત આરોહણ અને અવરોહણ સ્પર્ધા એક એવા પ્રકારની સ્પર્ધા છે , જેમાં સ્પર્ધકો દ્વારા એડવેન્ચર્સ સ્પોર્ટ્સ એક્ટિવિટી તરીકે પર્વત ચડવાનો અને પર્વત ઉતારવાના હોય છે. આ સ્પર્ધા અંતર્ગત પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ આવનાર સ્પર્ધકોને કેટલીક નિયુક્ત કરેલી ઇનામની રાશિ આપીને તેમનું સન્માન પણ કરવામાં આવતું હોય છે. પર્વત આરોહણ અને અવરોહણ એ એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી માનો એક મહત્વનું અંગ છે .

  યુવાનોનો સર્વાંગી વિકાસ થાય તે માટે આ પ્રકારની એડવેન્ચર્સ એક્ટિવિટી એ ખૂબ જરૂરી અને ઉપયોગી ગણાય છે. પર્વત ચડવા જેવી એડવેન્ચર્સ એક્ટિવિટી કરનાર એવા ઘણા બધા પર્વતારોહકો હોય છે ,જેઓ સ્પર્ધામાં દૂર દૂરના સ્થળેથી આવીને ભાગ લેતા હોય છે અને ફક્ત ઈનામી રાશિ જીતવા માટે જ નહીં , પરંતુ એડવેન્ચરનો આનંદ માણવા માટે પણ ઘણા લોકો આ સ્પર્ધામાં ભાગ લેતા હોય છે.

  ગુજરાત રાજ્યમાં કુલ પાંચ સ્થળોએ 2019થી આ પ્રકારની સ્પર્ધાઓ ની શરૂઆત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે પણ પાવાગઢ આરોહણ અને અવરોહણ ની સ્પર્ધા નું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે પણ પાવાગઢ આરોહણ અને અવરોહણ સ્પર્ધા 2022- 23નું આયોજન કરવામાં આવેલ છે .જે અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેવા માગતા સ્પર્ધકો એ ફરજિયાત પણે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે .

  આવો જાણીએ શું છે, સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયમો અને ક્યારેય યોજવાની છે આ સપર્ધા.

  ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા જીલ્લા વહિવટી તંત્રના ઉપક્રમે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી નવેમ્બર-2022 માં પાવાગઢ ખાતે , ગુજરાત રાજ્યના19 થી 35 વર્ષના સિનિયર વિભાગના યુવક અને યુવતિઓ માટે પાવાગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજવામાં આવનાર છે. જેની માટે આવેદન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

  ક્યાંથી ક્યાં સુધી યોજાશે સ્પર્ધા?

  યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ પાવાગઢ દર્શકો માટે તો ખૂબ પ્રખ્યાત છે જ. પરંતુ સાથે સાથે પર્વતારોહકો પણ એડવેન્ચરસ એક્ટિવિટી કરવા માટે પાવાગઢની મુલાકાત લેતા હોય છે. પાવાગઢમાં વધુને વધુ લોકો એડવેન્ચર્સ એક્ટિવિટી નો લાભ લઈ શકે તે માટે પાવાગઢ આરોહણ અને અવરોહણ સ્પર્ધા 2022-23નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધ કોએ માંચી થી દુધિયા તળાવ સુધી ચઢી ને ઉતરવાનું રહેશે. માંચીથી લઈને દુધિયા તળાવ સુધીનો રસ્તો આશરે ૨૧૦૦ પગથિયા ચડીને જવાનો રહેતો હોય છે.

  સ્પર્ધામાં ભાગ લેવા માગતા સ્પર્ધકો પોતાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવી શકે છે?

  આ સ્પર્ધા મા ભાગ લેવા માટે સાહસવીરોએ રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટેનુ અરજી ફોર્મ જીલ્લા રમતગમત અધીકારીની કચેરી, જીલ્લા સેવા સદન ભાગ-૨, પ્રથમ માળ, ગોધરા પંચમહાલ ની ઓફીસથી મેળવવાનુ રહેશે. ફોર્મમાં દર્શાવેલી સમ્પુર્ણ વિગત ભરી તા.15 ઓક્ટોબર 2022 સુધીમા ઓફિસ માં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવનું રહેશે.

  પાવાગઢ આરોહણ અને અવરોહણ સ્પર્ધા અંગે વધુ કોઈ પણ માહિતી મેળવવા માંગતા અને સ્પર્ધામાં ભાગ લેવા માગતા સ્પર્ધકો જિલ્લા યુવા વિકાસ અધિકારી નો સંપર્ક સાધીને તેમની પાસેથી માહિતી લઈ શકે છે અથવા ઉપર દર્શાવેલ ઓફિસનો રૂબરૂ સંપર્ક પણ કરી શકે છે.

  રાજેશ પારગી - ૬૩૫૩૯૩૫૬૫૭ (જીલ્લા યુવા વિકાસ અધીકારી પંચમહાલ)
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: પંચમહાલ, પર્વત, સ્પર્ધા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन