Home /News /panchmahal /Panchmahal: મસાજ પાર્લરની આડમાં ચાલતું કુટણખાનું, રૂપિયા માટે યુવતીઓ કરતી ગંદુ કામ
Panchmahal: મસાજ પાર્લરની આડમાં ચાલતું કુટણખાનું, રૂપિયા માટે યુવતીઓ કરતી ગંદુ કામ
સ્પા કે કુટણખાનું, ગોધરા
ગોધરા બામરોલી રોડ વિસ્તારમાં સ્પા મસાજ પાર્લર (spa masage parlour) ની આડ માં દેહવ્યાપારનો (prostitution) ધંધો ચાલી રહ્યો હતો જેને પંચમહાલ પોલીસ દ્વારા ડિટેક્ટ કરી પકડી પાડવામાં આવ્યો.
Shivam Purohit, Panchmahal: ગોધરા (Godhra) જેવા નાનકડા શહેરમાં આવો કિસ્સો પણ સામે આવશે તેઓ કોઈને સપને પણ ખ્યાલ ન હતો. ગોધરા બામરોલી રોડ વિસ્તારમાં સ્પા મસાજ પાર્લર (spa masage parlour) ની આડ માં દેહવ્યાપારનો (prostitution) ધંધો ચાલી રહ્યો હતો જેને પંચમહાલ પોલીસ દ્વારા ડિટેક્ટ કરી પકડી પાડવામાં આવ્યો. પંચમહાલ ગોધરા રેન્જના ડી.આઇ.જી એમ.એસ બરોડા તથા પોલીસ અધિક્ષક લીના પાટીલ ના આપેલા માર્ગદર્શન મુજબ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પા મસાજ ની આડમાં ચાલતા દેહ વ્યાપાર ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરવા માટે આપેલી સૂચનાઓ ના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ. ઝેડ. પટેલ AHTU તથા વુ. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર પંડયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન જી શેખ પેરોલ ફર્લો સ્કોર્ડ ગોધરા તથા એ.એસ.આઈ નાદિર અલિ નિઝામુદ્દીન બકલ નંબર ૮૬૫ તથા hc બળવંતસિંહ નાનું સિંહ બકલ નંબર 1154 તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ વાઘજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ આરત સિંહ બકલ નંબર 731 ને ખાનગી બાતમી મળી હતી.
મળેલી ખાનગી બાતમીના આધારે ગોધરા બામરોલી રોડ ઉપર વાવડી બુજર્ગ ગામે ગ્રામ પંચાયત તરફ જવાના રોડ ઉપર અપ્સરા સ્પા મસાજ પાર્લર નામની દુકાનમાં હાજર મળી આવેલ આરોપી ચંદ્રેશભાઇ મહેશભાઈ પરમાર જે દખ્નેશ્વર નવા ફળિયા તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી ના વતની જેઓ હાલ ઉત્સવ બંગલો બામરોલી રોડ ગોધરા ખાતે રહે છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલા પરંતુ સ્થળ ઉપર ન મળી આવેલા સ્પા ના માલિક મોહંમદ સલિમ મુસ્તુફા વોરા જેઓ 74 રહિમા નગર ભાગ 3 ટીબી હોસ્પિટલ ની પાછળ ભાલેજ રોડ આણંદ ના રહેવાસી છે તથા મેનેજર મનિષાબેન ખોખર જેઓ પણ વલ્લભ વિદ્યાનગર કલ્યાણ સોસાયટી બંસરી બંગલો રાધા પાર્ક આણંદ ના રહેવાસી છે.
જેઓ સ્પા ના નામે છોકરીઓ ને બોલાવી દેહવ્યાપાર નો વેપાર ધંધો કરી અને કરાવી સ્પા તથા મસાજ માટે આવતા ગ્રાહકોને સવલતો પૂરી પાડી કુટણખાનું ચલાવી પોતાના આર્થિક ફાયદા માટે દેહ વેપારનો ધંધો કરાવી તે ધંધા થકી કમિશન મેળવી ગુનો આચરી રહ્યા હતા. જ્યાં થી રોકડ રૂપિયા ૯૨૩૯૦/- તથા મોબાઈલ નંગ 7 જેની કુલ કિંમત રૂ 41500/- તથા swipe card machine જેની કિંમત રૂપિયા 5000/- ઘણી કુલ રૂપિયા ૧,૩૮,૮૯૦/- ના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા.
મળી આવેલ મુદ્દામાલને જપ્ત કરી તેઓના વિરૂદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ની જુદી જુદી કલમો હેઠળ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી તેમ જ તપાસ હાથ ધરવામાં આવી છે.