Mission Cleanliness Abhiyan in Godhra: અમૃત પરિયોજના અંતર્ગત સંત નિરંકારી મિશન દ્વારા મુખ્ય જળ સ્ત્રોત સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો છે. જેમાં ગોધરા રામ સાગર તળાવના ઝૂલેલાલ ઘાટ વિસ્તારમાં મોટી સંખ્યામાં નિરંકાર ભક્તો જોડાયા હતા અને પ્લાસ્ટિક સહિતની ગંદકીની સફાઈ કરી હતી.
રાજેશ જોષી, પંચમહાલ: અમૃત પરિયોજના અંતર્ગત સંત નિરંકારી મિશન દ્વારા મુખ્ય જળ સ્ત્રોત સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો છે. જેમાં ગોધરા રામ સાગર તળાવના ઝૂલેલાલ ઘાટ વિસ્તારમાં મોટી સંખ્યામાં નિરંકાર ભક્તો જોડાયા હતા અને પ્લાસ્ટિક સહિતની ગંદકીની સફાઈ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગોધરાની શાન સમા રામસાગર તળાવમાં હાલ ચો તરફ કચરો ફેંકવામાં આવી રહ્યો છે બીજી તરફ અહીં આસ્થાભેર શ્રીજી અને દશામાની પ્રતિમા વિસર્જન કરવામાં આવે છે.
સિંધી સમાજ દ્વારા ધાર્મિક વિધિ પણ કરાઈ
આ ઉપરાંત અહીં આવેલા ઝૂલેલાલ ઘાટ ખાતે સિંધી સમાજ દ્વારા ધાર્મિક વિધિ પણ કરવામાં આવતી હોય છે ત્યારે આ સંજોગોમાં શહેરીજનો સ્વંય જાગૃતિ દાખવી જળ સ્તોત્રની સફાઈ રાખી પર્યાવરણની રક્ષા કરે એ પણ જરૂરી જણાય રહ્યું છે. સંત નિરંકારી મિશન દ્વારા આઝાદીના 75માં ‘અમૃત મહોત્સવ’ ના 26 ફેબ્રુઆરી રવિવારના રોજ ‘અમૃત પરિયોજના’ અંતર્ગત ‘સ્વચ્છ જળ-સ્વચ્છ મન’ નો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ અમૃત પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘જળ સંરક્ષણ’ અને જળ બચાવ માટે અલગ-અલગ યોજનાઓ બનાવી આ યોજનાઓને અમલી રૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળસ્ત્રોતની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે ‘જાગરૂકતા અભિયાન’ ના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે. જેના ભાગરૂપે 26 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યાથી નિરંકારી ભક્તો રામસાગર તળાવના કિનારે તથા ઝુલેલાલ ઘાટ પર જામેલી લીલ, કીચડ, પ્લાસ્ટિક કચરો વગેરે ગંદગી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ જિલ્લામાં અનેક ઝોન મુજબ યોજવાનું આયોજન કરાયું હતું. ગોધરા ખાતે સ્થિત નિરંકારી મિશન ના 250 જેટલા વોલેન્ટીયર અને અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા શહેરની મધ્યમાં આવેલા ગોધરાની ઓળખ સમાન રામસાગર તળાવ જે હાલ ગંદકીથી ભરપુર દેખાઈ રહ્યું છે. આ તળાવ સાફ કરવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું છે. નિરંકારી મિશન દ્વારા હાલ પ્રોજેક્ટ અમૃત અંતર્ગત સ્વચ્છ જલ સ્વચ્છ કલ અને સ્વચ્છ મન અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે.