Home /News /panchmahal /Panchmahal: ગોધરાને મળશે નવી મેડિકલ કોલેજ, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ, નેશનલ મેડીકલ કમીશનની ટીમે કર્યું ઇસ્પેકશન

Panchmahal: ગોધરાને મળશે નવી મેડિકલ કોલેજ, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ, નેશનલ મેડીકલ કમીશનની ટીમે કર્યું ઇસ્પેકશન

મેડિકલ કોલેજ ની તૈયારી, પંચમહાલ

આરોગ્ય સચિવે ચંચોપા ગામની ફાળવેલ જગ્યા તથા જાફરાબાદ ખાતેની શ્રી સરકાર થયેલ જમીનનો સર્વે કર્યો હતો. ત્યારે ટુંક સમયમાં મેડીકલ કોલેજની તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવશે.

Shivam Purohit, Panchmahal: ગોધરામાં મેડીકલ કોલેજની જગ્યાઓનું સર્વે કરવા આરોગ્ય સચિવ સહીત ટીમના ધામા ગોધરા ખાતે જોવા મળ્યાં હતાં. ચંચોપા તથા જાફરાબાદ ખાતેની મેડીકલ કોલેજની સૂચિત જગ્યાઓ જમીનોનું સર્વે કર્યું હતું. છબનપુર ખાતે કોલેજની તૈયારીઓની સમીક્ષા કરીને જરૂરી સુચનો આપ્યા હતા. સિવિલમાં મેડીકલ કોલેજની તમામ તેયારીઓ પુર્વ પણ દિલ્લીથી મંજૂરી આવી નથી. જૂનના બીજા વિકથી મેડીકલ કોલેજ શરૂ થવાની વકી છે.

શહેરમાં મેડીકલ કોલેજની ફાળવણી કરતાં જિલ્લાભરમાં ખુશીનો માહોલ.

ગોધરા શહેરમાં મેડીકલ કોલેજની ફાળવણી કરતાં જિલ્લાભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો . મેડીકલ કોલેજ માટે ચંચોપા ખાતે જમીન પણ ફાળવી દેવામાં આવી હતી. તેમજ મેડીકલ કોલેજની મંજુરી માટે ગોધરા સિવિલ હોસ્પીટલમાં દિલ્લીથી આવેલી નેશનલ મેડીકલ કમીશનની ટીમેં ઇસ્પેકશન કર્યું હતું.તેમજ છબનપુર ખાતેની એન્જીનીયરીંગ કોલેજમાં કામચલાઉ કોલેજ શરૂ કર્યાની પણ તૈયારીની ચકાસણી કરીને રીપોર્ટ બનાવ્યો હતો.

છબનપુર ખાતેની તૈયારીઓની સમીક્ષા કરવા આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ તથા તેમની ટીમ ગોધરા પહોંચી.

દિલ્લીની મેડીકલ ટીમ દ્વારા ઇસ્પેકશન કર્યા બાદ 70 કરતાં વધુ દિવસ થયા હોવા છતાં હજુ સુધી મેડીકલ કમીશનમાંથી મેડીકલ કોલેજની મંજૂરી આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે બીજી બાજુ ગોધરામાં મેડીકલ કોલેજની જગ્યા અને છબનપુર ખાતેની તૈયારીઓની સમીક્ષા કરવા આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ તથા તેમની ટીમ ગોધરા પહોચી હતી.

જૂનના બીજા વિકમાં ગોધરામાં મેડીકલ કોલેજ શરૂ થશે તેવી સંભાવના.

આરોગ્ય સચિવે ચંચોપા ગામની ફાળવેલ જગ્યા તથા જાફરાબાદ ખાતેની શ્રી સરકાર થયેલ જમીનનું સર્વે કર્યું હતું. ત્યારે ટુંક સમયમાં મેડીકલ કોલેજની તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવશે તો જૂનના બીજા વિકમાં ગોધરામાં મેડીકલ કોલેજ શરૂ થશે તેમ લાગી રહ્યું છે. મેડીકલ કોલેજ ચંપોપા કે જાફરાબાદ માંથી એક જગ્યા નક્કી કરીને આવનાર સમયમાં વડા પ્રધાન દ્વારા ખાતમર્હુત કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો: પિતાએ સગી દીકરી પર બીજી વખત બળાત્કાર ગુજારતા ચકચાર

મેડીકલ કોલેજની મંજુરી માટેની તમામ તૈયારીઓ સિવિલ હોસ્પીટલમાં કરી દેવામાં આવી.

સીટી સ્કેન મશીન સહીતની તમામ મદદ તાત્કાલીક અહિં મળશે તેવું આરોગ્ય સચિવ દ્વારા જણાવવામાં આવ્યું હતું. મેડીકલ કોલેજની મંજુરી માટેની તમામ તૈયારીઓ સિવિલ હોસ્પીટલમાં કરી દેવામાં આવી છે. સિવિલમાં 360 બેડની સુવિધા તેમજ છબનપુર ખાતે કામચલાઉ કોલેજની તેયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સિવિલ હોસ્પીટલના સર્વેમાં સિવિલ સત્તાધીશોને સીટી સ્કેન મશીન સહીત સ્ટાફની ભરતીની તાત્કાલીક મંજુરી મળી જશે તેમ આરોગ્ય સચિવે જણાવ્યું હતું. મેડીકલ કોલેજમાં 100 બેઠકથી પ્રથમ સત્રની શરુઆત છબનપુરથી થશે.

આ પણ વાંચો: કાલથી 20 લાખથી વધુના બેંકિંગ વ્યવહારો માટે PAN અને આધાર કાર્ડ ફરજિયાત


જાફરાબાદ ખાતેની જગ્યામાં કોલેજ બનાવવા જમીનની માંગણી કરતી દરખાસ્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જાફરાબાદની જમીનનો મામલો પેચીદો બન્યો છે જેમાં મેડીકલ કોલેજની ચંચોપા ખાતેની જમીન ફાળવ્યા બાદ મેડીકલ કોલેજના ડીન દ્વારા જાફરાબાદ ખાતેની જગ્યામાં કોલેજ બનાવવા જમીનની માંગણી કરતી દરખાસ્ત કરી હતી. બીજી બાજુ જાફરાબાદના મંડળે શૈક્ષણિક હેતુવાળી જમીનનો શંરતભંગ કરી હોવાનાં મામલા ને લઇને શ્રી સરકાર કરીને જમીનમાં પાકી નોંધ પાડી દેવામાં આવી હતી. હાલ જમીનનો મામલો હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે મંડળ જમીનના મામલાને સુપ્રીમ કોર્ટમાં ગયું છે.
First published:

Tags: Panchmahal, પંચમહાલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો