કહેવાતા બોગસ આદિવાસી મોરવા હડફનાં ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી બનેલા નિમીષા સુથાર વિરુદ્ધ ચાલી રહેલા ગોધરા આંદોલનમાં દાહોદ જિલ્લા BTP પ્રમુખ દેવેન્દ્ર મેડા, BTTS પ્રમુખ શૈલેષ મેડા તેમજ એમની ટિમ દ્વારા પ્રવીણભાઈ પારગી ને ફૂલ હાર થી સ્વાગત કરી સાથ સહકાર અને સમર્થન આપવા મા આવ્યું.
ગોધરામાં ગત રોજ રવિવાર ના રોજ બોગસ આદિવાસી મંત્રીને હટાવવાના મુદ્દાને ધ્યાને લઇ સમર્થન માટે સેવા સદન ગોધરા ખાતે આદિવાસી સમાજના તમામ સંગઠનો જેવા BTTS દાહોદ જિલ્લાનું આદિવાસીઓનું મોટુ સંગઠન તેમજ BTP પાર્ટી દાહોદ ના તમામ હોદ્દેદારો તેમજ સમાજના અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ સમાજની સમસ્યાને ધ્યાને લઇ પહોંચ્યા. જે સમાજના હિત માટે કામ કરવા માંગતા હોય, અને સમાજ પ્રત્યે લાગણી હોય તેવા તમામ ને આહવાન કરવામાં આવ્યું કે પોતાની ફરજ સમજી સામાજિક લડાઈમાં ભાગ લીધો.
પ્રવીણભાઈ પારગી ની મુવમેન્ટ ને સમર્થન આપી અને તમામ આદિવાસી યુવા અને વડીલો તેમજ દાહોદ જિલ્લા નાં તમામ આદિવાસી ગામેગામથી આવી ને દરેક વિસ્તારમાંથી બહાર નીકળ્યા અને ગોધરા સેવા સદન ખાતે પહોંચીને સમર્થન આપ્યું.