મોરવાહડફ, પંચમહાલ: મોરવા હડફ પાસેના (Morvahadaf) સાલીયા ચેકપોસ્ટથી (Saliya checkpost) આઈસર ટ્રકમાંથી 34.32 લાખનો દારૂ ઝડપાયો છે. ઝડપાયેલ એક સહિત ચાર સામે મોરવા હડફ પોલીસ સ્ટેશને (Morwa Hadaf Police Station) ગુનો નોંધાયો છે. મોરવાહડપ ના સાલીયા હાઇવે માર્ગ પર દાહોદ તરફથી આઇસરમાં દારૂનો જથ્થો ભરીને પસાર થઇ રહ્યો છે, તેવી બાતમી મોરવા હડફ પોલીસને મળી હતી. પોલીસે વોચ ગોઠવતા બાતમી વાળી આઇસર આવતા પોલીસે આઇસર ઊભી રખાવી, તેમાં તપાસ કરતા ટ્રકમાં સફેદ કલરના પ્લાસ્ટિકના થેલા મળ્યા હતા. થેલા તપાસ કરતાં દારૂની પેટીઓ મળી હતી. ટ્રકમાંથી કુલ કિંમત ૩૪.૩૨ લાખનો દારૂનો જથ્થો મળ્યો હતો. ટ્રકમાં દારૂની હેરાફેરી કરનાર ચાલક બાડમેર જિલ્લાના બિશ્નોઈ ના ભજનલાલ ક્રિષ્નારામ વક્તારામ ને પોલીસે ઝડપી પાડી તેની અંગઝડતી ૪૫૦૦ રોકડ તેમજ મોબાઇલ મળ્યો હતો.