Home /News /panchmahal /શહેરા : ઉર્ષે આલાહજરતનું 103મું ઉર્ષ ઉજવાયું, મૌલાના સલીમ અશરફીએ આપ્યો આ સંદેશ

શહેરા : ઉર્ષે આલાહજરતનું 103મું ઉર્ષ ઉજવાયું, મૌલાના સલીમ અશરફીએ આપ્યો આ સંદેશ

X
પંચમહાલા

પંચમહાલા આલા હઝરત ઉર્ષ

Panchmahal News : શહેરના મૌલાના સલીમ અશરફી દ્વારા ભારત દેશ માટે વિશેષ સંદેશ આપવામાં આવ્યો.

 Panchmahal News : પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં ઉર્ષે આલાહજરત નું ૧૦૩મુ ઉર્ષ ઉજવવામાં આવ્યું. ઉર્ષનું જુલુસ નગીના મસ્જિદ થી કાઢવામાં આવ્યું. આલા હઝરત ઈમામ અહમદ રઝા ખા ફાઝીલે બરેલી નું ૧૦૩ માં ઉર્ષ ની ઉજવણી સાદગીથી કરવામાં આવી હતી. જે નગીના મસ્જિદ થી ઈમામ મૌલાના સલીમ અશરફી મદીના મસ્જિદના ઈમામ સૈયદ અને કસ્બા પ્રમુખની ઉપસ્થિતિમાં ઉર્ષ મનાવવામાં આવ્યું. જે શહેરા નગર ની નગીના મસ્જિદ થી મદની ચોક થઈ કાનુગાહ બાબાના મજાર ને સલામ કરી હુસેની ચોક થી પરત નગીના મસ્જિદ પાસે ઉર્ષ પરિપૂર્ણ કરવામાં આવ્યું. તેમજ રાત્રે ઈશાની નમાઝ અદા કર્યા બાદ વાઇઝ બયાનનું અને નિયાઝનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આશિકાને આલાહજરત ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શહેરના મૌલાના સલીમ અશરફી દ્વારા ભારત દેશ માટે વિશેષ સંદેશ આપવામાં આવ્યો.
First published:

Tags: Pacnhmahal News