Home /News /panchmahal /Panchmahal: સિંદૂરી માતાનાં મંદિર પાસે આવેલું એપીએમસી માર્કેટ યાર્ડ જર્જરિત હાલતમાં...
Panchmahal: સિંદૂરી માતાનાં મંદિર પાસે આવેલું એપીએમસી માર્કેટ યાર્ડ જર્જરિત હાલતમાં...
એપીએમસી માર્કેટ યાર્ડ, સિંદૂરી માતા નાં મંદિર પાસે, ગોધરા
ગોધરાના સિંદૂરી માતા મંદિર પાસે આવેલી એપીએમસી માર્કેટયાર્ડ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ અવસ્થામાં હોવાના કારણે જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે અને ચારેય તરફ અસંખ્ય ગંદકી અને ઝાડી ઝાંખરા ઉગી નીકળેલ છે.
શિવમ પુરોહિત, પંચમહાલ: ગોધરાના સિંદૂરી માતા મંદિર પાસે આવેલી એપીએમસી માર્કેટયાર્ડ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ અવસ્થામાં હોવાના કારણે જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે અને ચારેય તરફ અસંખ્ય ગંદકી અને ઝાડી ઝાંખરા ઉગી નીકળેલ છે તેમજ તેની ચારેય બાજુ માં બનાવેલ કમ્પાઉન્ડ વોલ સ્ટ્રીટ લાઈટ અને મેન દરવાજાના ગેટ તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા.
સામાજિક કાર્યકર્તા અને રહિશો નાં જણાવ્યા અનુસારજો ગોધરાના સિંદૂરી માતા મંદિર પાસે આવેલી એપીએમસી માર્કેટયાર્ડ ની વાત કરવામાં આવે તો અહીં જે તે સમય ના રાજકીય પક્ષના નેતાઓ દ્વારા ઉદ્દઘાટન કર્યા બાદ તેનો ઉપયોગમાં લેવામાં ન આવતા આ એપીએમસી માર્કેટયાર્ડ હાલમાં એક વેરાન જગ્યા બની જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું છે.
ગોધરાના સિંદૂરી માતા મંદિર પાસે આવેલી એપીએમસી માર્કેટયાર્ડ તા. 25-05-2005 માં જે તે સમયના રાજકીય પક્ષના નેતાઓ દ્વારા ઉદઘાટન કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું પરતું ઉદઘાટન કર્યા બાદ આ માર્કેટ ને ઉપયોગમાં લેવામાં ન આવતા આ માર્કેટ યાર્ડમાં અસંખ્ય ગંદકી અને કાંટાળી વનસ્પતિઓ સહિત ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે.
હાલમાં આ એપીએમસી માર્કેટયાર્ડ ના 17 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આ માર્કેટયાર્ડનો ઉપયોગ ન કરવામાં આવતા અનેક સવાલો એ ચર્ચાનું સ્થાન લીધું છે ત્યારે આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકો દ્વારા આ વિસ્તારમાં આવેલા ગોધરાના સિંદૂરીમાતા મંદિર પાસે એપીએમસી માર્કેટયાર્ડ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ત્યારે ગોધરાના સિંદૂરી માતા મંદિર પાસે રહેતા ડૉ શ્યામસુંદર શર્મા જણાવ્યું હતું કે ગોધરાના સિંદૂરીમાતા મંદિર પાસે આવેલા એપીએમસી માર્કેટયાર્ડ ની જગ્યા વિશાળ પ્રમાણમાં મોટી છે અને આ જગ્યા કોઈપણ પ્રકારે ઉપયોગ માં આવતી નથી માટે આ જગ્યાએ જે શહેરા ભાગોળ ફાટક પાસે સવારે ઘણા બધા લોકો ગ્રામ્ય વિસ્તાર માથી આવી શાકભાજી વેચવા માટે બેસતા હોય છે અને તેની ખરીદી કરવા માટે પણ ઘણા લોકો આવતા હોય છે.
આ સમય દરમિયાન ટ્રાફિક ની ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે જો આજ શાકભાજી વેચવા વાળા લોકોને સિંદૂરી માતા મંદિર પાસે આવેલા એપીએમસી માર્કેટયાર્ડ માં બેસાડવા માં આવે તો મહદઅંશે ટ્રાફિક ની સમસ્યા ઓછી થાય અને શાકભાજી વેચવા વાળા લોકોને રાહત થાય તેમજ પાર્કિંગ ની સમસ્યાઓ ઊભી થાય નહીં તથા આ જગ્યાએ શાકભાજી વેચવાની શરૂઆત કરવામાં આવે તો શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે જે ટ્રાફિક ની સમસ્યાઓ ઉભી થાય છે તે નહિવત જોવા મળશે માટે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે બંધ અવસ્થામાં પડી રહેલ સિંદૂરીમાતા મંદિર પાસે આવેલા એપીએમસી માર્કેટયાર્ડ ચાલુ કરવામાં આવે તે માટે લોકમાંગ ઉઠવા પામી છે.