Home /News /panchmahal /Godhara: તમારે ઘરબેઠા લાખોની કમાણી કરવી છે, તો આ યુવતી જેવો કરો બિઝનેસ!

Godhara: તમારે ઘરબેઠા લાખોની કમાણી કરવી છે, તો આ યુવતી જેવો કરો બિઝનેસ!

X
પિતાના

પિતાના અવસાન બાદ દીકરી એ પોતાના જ ઘરેથી બિઝનેસ શરૂ કર્યો

વિશ્વા ફક્ત ગોધરાની જ નહીં પરંતુ દરેક મહિલા અને દીકરી માટે એક આદર્શ ઉદાહરણ તરીકે નીખરી આવી છે. વિશ્વા પોતાના ઘરેથી જ ત્રણ ઓનલાઈન બિઝનેસ ચલાવે છે . તમને જાણીને આશ્ચર્ય થશે કે , વિશ્વા એકલા હાથે આ ત્રણેય બિઝનેસનુંસફળ રીતે સંચાલન કરે છે.

વધુ જુઓ ...
    Prashant Samtani, panchmahal - ભારત દેશમાં દિવસને દિવસે મહિલા એન્ટરપ્રિન્યોર્સ ના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. નવા ભારતની દીકરીઓ અને મહિલાઓ પુરુષોની સાથે ખભાથી ખભા મિલાવીને જુદા જુદા ક્ષેત્રોમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી રહી છે. જેનું ઉત્તમ ઉદાહરણ પંચમહાલ જિલ્લાના ગોધરાની દીકરી વિશ્વા સોનીએ પૂરું પાડ્યું છે. વિશ્વા ફક્ત ગોધરાની જ નહીં પરંતુ દરેક મહિલા અને દીકરી માટે એક આદર્શ ઉદાહરણ તરીકે નીખરી આવી છે. વિશ્વા પોતાના ઘરેથી જ ત્રણ ઓનલાઈન બિઝનેસ ચલાવે છે . તમને જાણીને આશ્ચર્ય થશે કે , વિશ્વા એકલા હાથે આ ત્રણેય બિઝનેસનુંસફળ રીતે સંચાલન કરે છે.

    ગોધરાની દીકરી વિશ્વા દિલીપકુમાર સોની , આમ તો મૂળ અમદાવાદની છે. પરંતુ 2009ની સાલમાં વિશ્વના પિતા દિલીપભાઈનું અવસાન થઈ ગયું હતું , જેથી તેને અમદાવાદ છોડીને ગોધરા આવું પડ્યું અને ગોધરામાં પોતાના નાનીના ઘરે રહેવાનું શરૂ કર્યું. વિશ્વા કહે છે કે, મને જીવન જીવવાની પ્રેરણા મારા નાનીથી મળી , જેમણે નોકરી ચાલુ હોવા છતાં વિશ્વાને સાચવી તેની માતાને પણ સાચવી અને બંનેની પરવરિશ કરી અને અત્યાર સુધી કરી રહ્યા છે. પતિના અવસાન બાદ વિશ્વાની માતાએ ક્યારે હાર નથી માની અને દીકરાની જેમ જ વિશ્વને સાચવીને મોટી કરી છે. વિશ્વાએ ગોધરાથી જ એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂર્ણ કર્યો અને પોતાનું સ્ટાર્ટઅપ કરવાનું નક્કી કર્યું.



    સ્ટાર્ટઅપ શરૂ કરવાનું સપનું પરંતુ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે નાણાંના અભાવે વિશ્વાને ઓનલાઈન ક્ષેત્રમાં બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા મળી. વિશ્વા એ ઓનલાઇન જ youtube, facebook ના માધ્યમથી પોતાના વેપાર શરૂ કરવાનું નક્કી કર્યું. સૌપ્રથમ વિશ્વા e ડિજિટલ માર્કેટિંગ શીખ્યું. ત્યારબાદ તેણે instagram અને facebook ઉપર પોતાનું એકાઉન્ટ બનાવ્યું અને પોતાના જ ઘરેથી જુદા જુદા પ્રકારની ગિફ્ટ આઈટમ બનાવીને ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ઓર્ડર્સ આવતા ગયા અને વિશ્વા પોતાના ઘરેથી જ જુદા જુદા પ્રકારની ગિફ્ટ આઈટમ બનાવીને ઓનલાઈન ડિલિવરી કરીને સેલ કરતી રહી અને આજે વિશ્વા કુલ ત્રણ instagram પેજ ચલાવી રહી છે અને ખૂબ સારો એવો વેપાર ઘરેથી જ કરી રહી છે.



    વિશ્વાના ત્રણ instagram પેજીસ

    For handmade creatives giftshttps://instagram.com/soni_creation_28?igshid=YmMyMTA2M2Y=

    For cakes and bakery itemshttps://instagram.com/sapnas_tasty_treats?igshid=YmMyMTA2M2Y=

    For resin productshttps://instagram.com/resin_art_studio_19?igshid=YmMyMTA2M2Y=

    ખાસ કરીને વિશ્વા દ્વારા હેન્ડમેડ ગીફ્ટસ, મેમરી બોક્સ , કાર્ડ્સ , બુકે , રીબીન, ફ્લાવર્સ , સ્ક્રેપ બુક , મીનીએચર ડાયરીસ તથા બેકરી આઈટમસમાં હોમમેડ બન્સ , કેક, ચોકલેટ , અલગ અલગ પ્રકારના કસ્ટમાઈઝ ચોકલેટ , ગિફ્ટ બોક્સ વગેરે બનાવવામાં આવે છે . તાજેતરમાં જ વિશ્વા અને તેની માતા સાથે મળીને રેજીન પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું છે . જેમાં બુટીઓ , નેકલેસ , ફોટો ફ્રેમ્સ , કોસ્ટર વગેરે આઈટમ ફક્ત ગોધરા જ નહીં , પરંતુ ગુજરાત ભરમાંથી લોકોને ગમી રહી છે . વિશ્વાને ગુજરાતભરમાંથી ઓર્ડર્સ આવી રહ્યા છે અને વિશ્વા પોતાના જ ઘરે પ્રોડક્ટ બનાવીને તેમને સેલ કરી રહી છે.



    વિશ્વની સફળતાને જોઈને વિશ્વાને અત્યાર સુધી બે એવોર્ડ પણ મળી ચૂક્યા છે. જેમાંથી એક નારી વંદન ઉત્સવ એવોર્ડ્સ 2022 છે. જેમાં પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વાને એવોર્ડ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવેલી છે. આ ઉપરાંત પણ ઘણા બધા એનજીઓએ તેને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા છે. આમ વિશ્વા સફળ લેડી એન્ટરપ્રિનલ તરીકે નીખરીને દેશની દરેક મહિલા અને દીકરીઓ માટે આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે.
    First published:

    Tags: Business, Godhara

    विज्ञापन
    विज्ञापन