Home /News /panchmahal /

PANCHMAHAL: જેજેએસ કાર્નિવલ યોજાયો, બે વર્ષ બાદ વિદ્યાર્થીઓ મન મુકીને ઝુમ્યા

PANCHMAHAL: જેજેએસ કાર્નિવલ યોજાયો, બે વર્ષ બાદ વિદ્યાર્થીઓ મન મુકીને ઝુમ્યા

વિદ્યાર્થીઓનો

વિદ્યાર્થીઓનો ઉત્સવ,પંચમહાલ

શાળાનાં સંચાલક દિક્ષિત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના કાળ બાદ અંદાજે ૩ વર્ષ બાદ શાળા માં આ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે.ખાસ બાળકોને છેલ્લા કેટલાય સમયથી આવું વાતાવરણ નસીબ થયું ન હતું જેને કારણે તેમનું બાળપણ પણ રંગ વિનાનું થયું હતું.

વધુ જુઓ ...
    Shivam Purohit, Panchmahal: કોરોના કાળ દરમિયાન જાણે જનજીવન ઠપ થઈ ગયું હતું અને તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓનું શિક્ષણ, રમત ગમત, ઉત્સવ જાણે નિરસ જ થઈ ગયાં હતાં. પરંતુ હાલ થોડા સમયથી કોરોના મહામારી કાબુમાં આવી હોય તેવું વાતાવરણ જણાતા સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટને કારણે હવે શાળાઓ પણ ગુંજતી થઈછે.ત્યારે પંચમહાલ જિલ્લા સહિત તમામ શાળાઓમાં દર વર્ષે પરીક્ષા બાદ વેકેશનની મઝા માણતા પહેલા દરેક શાળાઓમાં એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. એમાં ગોધરા ખાતે આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે JJS CARNIVALનું આયોજન કરવામાં આવ્યું હતું.

    કાર્નિવલમાં પર્ફોર્મન્સિસ,ફૂડ સ્ટોલ, સાંસ્કૃતિક વારસાની ઝાંખી, રમતો, વિજ્ઞાન પ્રદર્શન, ગણીત ટેકનીક ગેમ્સ તેમજ સ્કેરી હાઉસનું આયોજન કરવામાં આવ્યું.

    જેજેએસ કાર્નિવલમાં વિદ્યાર્થીઓ તથા તેમનાં માતા પિતા પણ હળવા મૂડમાં જોવા મળ્યાં હતાં.કાર્નિવલ માં પર્ફોર્મન્સિસ,ફૂડ સ્ટોલ, સાંસ્કૃતિક વારસાની ઝાંખી, રમતો, વિજ્ઞાન પ્રદર્શન, ગણીત ટેકનીક ગેમ્સ તેમજ સ્કેરી હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળાનાં સંચાલક દિક્ષિત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના અંદાજે ૩ વર્ષ બાદ શાળામાં આ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ખાસ બાળકોને છેલ્લા કેટલાય સમયથી આવું વાતાવરણ નસીબ થયું ન હતું જેને કારણે તેમનું બાળપણ પણ રંગ વિનાનું થયું હતું.

    આ વર્ષે કોરોના કાબુમાં આવતા સરકારની ગાઈડલાઇન અનુસાર બાળકો વેકેશનની સાથે શાળામાં ઉત્સવનો માહોલ માણી શકે તે હેતુથી જેજેએસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને રમતોમાં ગેમ્સ વિથ માઇન્ડ જેવી રમતો ઉપર ભાર અપાયું છે. જેની મદદથી ભણતરની કેટલીક જટીલ ટેકનીક વિદ્યાર્થીઓ રમતા રમતા શિખે અને આ કાર્યક્રમમાં બાળકો તેમનાં માતા પિતા સાથે આવી હળવાશ અનુભવી શકે તેવું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો :પુત્રી પિતાનું સ્વપ્ન પૂરું કરવા કટિબદ્ધ, જિલ્લામાં એક માત્ર વિદ્યાર્થિનીએ મેળવ્યો એ -1 ગ્રેડ

    શાળાનાં સંચાલક દિક્ષિત પટેલે બાળકોને રમત ગમતમાટે પ્રોત્સાહિત કર્યા હતા.

    શાળાનાં સંચાલક દિક્ષિત પટેલ બાળકો સાથે ભળીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યક્રમમાં બાળકોએ વિજ્ઞાન, ગણીત સહિતની ક્રૃતીઓમા ભાગ લઈ મજા માણી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Panchmahal, પંચમહાલ

    આગામી સમાચાર