Home /News /panchmahal /Panchmahal: શું તમે તમારા બાળકો માટે ગરબા રમવાનું સ્થળ શોધી રહ્યા છો? તો જાઓ આ સ્થળે

Panchmahal: શું તમે તમારા બાળકો માટે ગરબા રમવાનું સ્થળ શોધી રહ્યા છો? તો જાઓ આ સ્થળે

શું તમે પણ તમારા બાળકો માટે ગરબા રમવાનું સ્થળ શોધી રહ્યા છો? 

ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં આવેલ શારદા મંદિર સ્કુલ ખાતે તારીખ 26 સપ્ટેમ્બર થી 5 ઓકટોબર 2022 સુધી રોજ રાત્રે 8 વાગ્યા થી લઈને રાત્રીના 10 વાગ્યા સુધી અડુકીયો દડુકિયો ગરબા યોજવામાં આવે છે.1 વર્ષ થી લઈ 14 વર્ષના બાળકો માટે છે શ્રેષ્ઠ.

વધુ જુઓ ...
    Prashant Samtani, panchmahal: નવરાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સ્ત્રી હોંય કે પુરુષ રંગબેરંગી કપડાંઓ પહેરી, મસ્ત મજાના શણગાર કરી જુદા જુદા ગરબા ગ્રાઉંડમાં ગરબા રમવા જતા હોંય છે. નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે ગલીએ ગલીએ " તારા વિના શ્યામને એકલડુ લાગે, રાસ રમવાને વહેલો આવજે " સૂર ના તાલ થી તાલ મિલાવી યુવક યુવતીઓ, ગરબા કરી માતાના નવરાત્રાની ઉજવણી કરતા હોંય છે. પરંતુ વાત આવે નાના ભૂલકાઓની, તો તેમને પણ પોતાના મમ્મી પપ્પાને જોઈને ગરબા રમવાની ઘણી ઇચ્છા થતી હોંય છે.

    પરંતુ કેટલીક વખત ગરબા ગ્રાઉંડમાં નાના બાળકોને સરળતા થી ગરબા રમવાની જગ્યાજ નથી મળતી. મોટા લોકો વચ્ચે ગરબા રમતી વખતે ઘણી વખત નાના બાળકોને ધક્કો વાગવાનો ભય રહે છે. જેથી વાલીઓ પણ પોતાના બાળકની ગરબા રમતી વખતે ઘણી કાળજી રાખતા હોંય છે. આ સમસ્યાને દૂર કરવા અને નાના ભૂલકાઓ પણ પોતાની મોજ મસ્તીમાં ગરબા રમી શકે તે હેતુ થી રોટરી ક્લબ ગોધરા દ્વારા ખાસ 1 વર્ષ થી લઈ 14 વર્ષના બાળકો માટે અડુકીયો દડુકિયો ચિલ્ડ્રન સ્પેશીયલ ગરબા 2022નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.



    ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં આવેલ શારદા મંદિર સ્કુલ ખાતે તારીખ 26 સપ્ટેમ્બર થી 5 ઓકટોબર 2022 સુધી રોજ રાત્રે 8 વાગ્યા થી લઈને રાત્રીના 10 વાગ્યા સુધી અડુકીયો દડુકિયો ગરબા યોજવામાં આવેલ છે. જેમાં સુંદર મજાની સાઉન્ડ સિસ્ટમ વચ્ચે, ગાયક કલાકારોના મધુર અવાજથી નાના બાળકો પોતાની મોજ મસ્તીમાં ગરબાની મજા માણી શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.



    રોટરી ક્લબ ગોધરાના પ્રેસીડેંટ શિલ્પા પરીખ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, નવરાત્રી માં બાળકો ગરબા રમવાની ઘણી જીદ કરતા હોંય છે, પરંતુ ગરબા ગ્રાઉંડમાં લોકો ઝડપથી ગરબા રમતા હોંય છે ત્યારે નાના બાળકોને પગ હાથ વાગવાનો ડર રહે છે, જે બાબત વાલીઓ માટે ખુબ ચિંતાનો વિષય બની જતો હોંય છે. જે જોઈને રોટરી ક્લબ ગોધરા અને તેની ટીમના સહયોગથી ખાસ બાળકો માટે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં માત્ર નાના બાળકોને જ ગરબા રમવા દેવામાં આવે છે, જેથી બાળકો પણ પોતાની મસ્તી થી ગરબા રમી નવરાત્રિની મજા માણી શકે.



    રોટરી ક્લબ આયોજિત અડુકીયો દડુકિયો ગરબામાં 3 દિવસથી ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને ગરબા રમવા લઈ આવતા હોંય છે, તેમજ પોતાના બાળકોને ગરબાના તાલે ગુમતા જોઈ આનંદનો અનુભવ કરે છે. ત્યારે બાળકો પણ \" માં નો ગરબો રે, રમે રાજને દરબાર \" જેવા સુંદર મજા ના ગરબાના તાલે ઝૂમી મજા માણી રહ્યા છે. રોટરી ક્લબ ગોધરા દ્વારા ગોધરાના દરેક વાલીઓ ને પોતાના બાળકો સાથે અડુકીયો દડુકિયો ગરબા માં પધારવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    First published:

    Tags: Navratri 2022, Navratri celebration, Panchmahal

    विज्ञापन
    विज्ञापन