ગોઘરા: પ્રસુતિની વેદનાશિલ પિડાથી પિડાતી એક માતાની હાલોલ 108 ની ટીમે સમયસૂચકતા થી એમ્બ્યુલન્સની અંદર સફળ ડિલીવરી કરાવી બે ફુલ જેવા જોડીયા બાળકોને જન્મ અપાવી પ્રશંસનીય કાર્ય કરતા પરિવાર ખુશીથી ગદગદ થતા 108નો દિલથી આભાર વ્યક્ત કરતા ખુશીથી ઝુમી ઉઠયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળેલ છે કે, હાલોલ 108 ને કોલ મળ્યો હતો કે હાલોલ તાલુકાના નાનકડા વાંઝીયા ખુંટ ગામે રહેતા ગીતાબેન રાઠવાને પ્રસુતીનો વેદનાશિલ દુખાવો શરૂ થતા દવાખાને લઈ જવા છે.
મેસેજ મળતા 108 હાલોલ એમ્બ્યુલન્સનાં ઈએમટી જીજ્ઞેશ ભાઈ સુથાર અને પાયલોટ જગદીશભાઈ ભોઈ તાબડતોબ ધટના સ્થળે પહોંચી અને પ્રસુતિની પિડાથી માતાની અતિ ગંભીર હાલત અને તાત્કાલિક ડિલીવરી કરવી પડે તેવા સાફ સંકેતો મળતા 108 હાલોલની ટીમે સમય સુચકતાથી એમ્બ્યુલન્સની અંદર પ્રથમ બાળકનું માથુ દેખાતા 108ની ટીમે બાળકનાં ગળામાં નાળ વિંટાઈ ગઈ હોવા છતાં ધીરે ધીરે સફળ ડિલીવરી કરાવી હતી ત્યાર બાદ એક મિનિટ પછી ફરી માતાને પ્રસુતિનો ફરી દુખાવો ઉપડતા 108ની ટીમે બીજા બાળકની પણ સફળ ડિલીવરી કરાવી બંને જોડીયા બાળકો સાથે માતાનો જીવ બચાવ્યો હતો.
સુંદર અને પ્રશંસનીય કાર્ય કરતા ગરીબ પરિવારે ખુશીથી ગદગદ થતા 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો આજે એક બાજુ જ્યારે પ્રાઈવેટ દવાખાનામાં ડોક્ટરો બાળકોની ડિલીવરી સિઝેરીયન ધ્વારા કરાવી માતબર રકમ પડાવી લેતા હોય છે તેવા સમયે હાલોલ 108ની ટીમે ગરીબ પરિવારની પરિણીતાની નોમૅલ ડિલીવરી જોડીયા બાળકો સાથે માતાને મોતનાં સંકટમાથી ઉગારી સ્વસ્થ પરિવાર સાથે મિલાપ કરાવ્યો તે ખરેખર પ્રશંસાને પાત્ર છે તસવીરો મા બે જોડીયા બાળકો સાથે માતા ને સ્વસ્થ જોઈ શકાય છે..
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર