Home /News /panchmahal /ગોધરા-લુણાવાડા હાઇવે પર બે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 25ને ઇજા

ગોધરા-લુણાવાડા હાઇવે પર બે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 25ને ઇજા

પંચમહાલના ગોધરા લુણાવાડા હાઇવે પર અકસ્માત

Godhra Accident: ગોધરા-લુણાવાડા હાઇવે પર એક જ ટ્રેક ઉપર જતાં ત્રણ વાહનો વચ્ચે ટક્કર. 25 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી

    ગોધરા: પંચમહાલના ગોધરા લુણાવાડા હાઇવે પર અકસ્માત સર્જાયો છે. હાઇવે પર એક સાથે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રેલર અને બે બસ વચ્ચે અકસ્માત ગંભીર અકસ્માત થયો છે. એક જ ટ્રેક ઉપર જતાં ત્રણ વાહનો વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં 25 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે.

    ટ્રેલરચાલકે બ્રેક મારતાં સર્જાયો અકસ્માત

    ગોધરા-લુણાવાડા હાઇવે ઉપર ખાંડીયા પાસે બે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ગોધરા નજીક આવેલી પંચામૃત દાણ ફેકટરી પાસે આ ઘટના બની છે. એક જ ટ્રેક ઉપર જતાં ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આગળ જઈ રહેલા ટ્રેલરચાલકે બ્રેક મારતાં પાછળ આવી રહેલી એસટી બસ એકબીજા પાછળ અથડાઈ છે. અકસ્માતમાં 25 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે. 108 મારફતે તમામ ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: વડોદરા: ઉધાર ન આપતાં દુકાનદાર પિતા-પુત્ર પર ઘોળા દિવસે ખુની હુમલો, સીસીટીવી

    25 જેટલા મુસાફરોને ઇજા પહોંચી

    મળતી માહિતી અનુસાર, આગળ જઈ રહેલા ટ્રેલરચાલકે બ્રેક મારતાં પાછળ આવી રહેલી એસટી બસ સાથે ટક્કર થઇ હતી. આ સાથે જ એસટી બસ પાછળ આવી રહેલા એક્સપ્રેસ ચાલકે પણ કાબુ ગુમાવ્યો હતો અને એસટીના પાછળના ભાગે અથડાઇ હતી. એક જ ટ્રેક પર ચાલી રહેલા ત્રણ વાહનો વચ્ચે થયેલા અકસ્માતમાં 25 જેટલા મુસાફરોને ઇજા પહોંચી છે. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે પોલીસ અને 108ની ટીમે દોડી આવી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Accident News, Godhara News, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन