Shivam Purohit, Panchmahal: બાળલગ્નની પ્રથા બંધ થયે અનેક વર્ષો થઈ ગયા છે પરંતુ હજુ પણ કેટલાક રૂઢિચુસ્ત વિસ્તારમાં આ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલી રહી છે. ત્યારે પંચમહાલ ૧૮૧ અભયમ ટીમે ૧૬ વર્ષની સગીરાના બાળલગ્ન થતાં અટકાવ્યાં હતા.
બાળ લગ્ન અટકાવતા અભયમ 181મહિલા હેલ્પ લાઇન, પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સાગનાં મુવાડા ના એક જાગૃત નાગરિક દ્વારા અભયમ 181 મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરી માહિતી આપી હતી.તેઓ એ જણાવ્યું હતું કેગામમાં ૧૬ વર્ષ ની ઉંમરે બાળલગ્ન થઈ રહ્યા છે જેથીઅભયમ રેસ્કયુ ટીમ ગોધરા દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિવાર અને આગેવાનો સાથે આ લગ્ન બાળ લગ્ન કહેવાય જે કરવા કાયદાકીય રીતે ગુનો બને છે. જેથી સર્વ સંમતિ થી બાળલગ્ન મુલતવી રાખવામાં આવ્યાં હતા.
અભ્યમ ટીમ દ્વારાદીકરીના માતા- પિતા અને પરિવારજનોને બાળલગ્ન પ્રતિબંધક કાયદાની સમજ આપવામાં આવી.
કાલોલ તાલુકામાં એક અંતરીયાળ ગામમાં બાળલગ્ન થઇ રહ્યાં છે તેવો કોલ મળતા અભયમ રેસ્કયુ ટીમ ફોન ઉપર જણાવેલ સરનામે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ૧૮૧ અભયમની ટીમના કાઉન્સેલર મઘુબેન રાઠવા અને મહીલા પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેનની ટીમ સહિત પરિવારને સમજાવેલ અને દીકરીના માતા- પિતા અને પરિવારજનોને બાળલગ્ન પ્રતિબંધક કાયદાની સમજ આપી હતી.
ત્યારબાદ ગામના આગેવાન, સરપંચ તથા પરીવારજનો સાથે વાતચિત કરી કાયદાકીય જાણકારી આપી સગીરાના લગ્ન પુખ્ત ઉમ્મર થાય ત્યાં સુધી મુલતવી રાખવા સંમત થયા હતાં.જ્યાં પરિવાર ની ૧૬ વર્ષ ની સગીરાના લગ્ન જે યુવક સાથે કરવાના હતા જેમના લગ્ન ની કંકોતરી પણ સગા સંબંધી ને આપી દીધી હતી અને સગા સંબંધી ઓ પણ આવી ગયેલ હતા. ત્યારબાદ સગીરાના માતા પિતા ને બાળલગ્ન કરવાથી થતાં ગેરફાયદા અંગે સમજ આપી હતી.
અભયમ ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.
અભયમ ટીમ દ્વારા સમજણ આપ્યાં બાદ પરીવારજનો તથા માતાપિતા એ જણાવેલ કે દીકરીની લગ્ન ની ઉંમર થશે તો જ લગ્ન કરીશું તેની ખાત્રી આપી હતી. તેમજ બાળ લગ્ન પ્રતિબંધક કાયદા અંતર્ગત કરવામાં આવતી સજા અંગે જણાવતા સગીરાના માતા પિતા અને પરિવારજનો આ બાળલગ્ન ન કરવા સહમત રહ્યા હતા. આમ આ ૧૬ વર્ષ ની સગીરાને લગ્ન નાં ચાર ફેરા ફરે તે પહેલા સમજાવી બાળલગ્ન થતાં અટકાવી અભયમ ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.