તળાવમાં વધી રહેલી ગંદગી થી મચ્છરોમાં વધારો થઇ રહ્યો છે, જેથી તેના આજુ બાજુના વિસ્તારોમાં મચ્છર-જન્ય રોગો થવાના ભય રહેલો છે. તળાવની બાજુમાં રહેતા લોકો દ્વારા પણ કચરો નાખીને પ્રદુષિત કરવામાં આવી રહ્યું છે,
Prashant Samtani,Panchmahal:પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના મધ્યમાં રામ સાગર તળાવમાં મોટી સંખ્યામાં લાંબા સમયથી ગંદગીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રામ સાગર તળાવમાં ચારે બાજુ ગંદગી જ જોવા મળી રહી છે અને રામ સાગર તળાવનું પાણી ગંદગી તથા જળ પ્રદૂષણના કારણે લીલા રંગનું જોવા મળી રહે છે. નગર પાલિકા દ્વારા સમયાન્તરે તળાવોની સાફ સફાઈ કરવા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવે છે, તેમ છતાય ગોધરાની રામ સાગર તળાવમાં ગંદગીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યો છે. તળાવમાં વધી રહેલી ગંદગી થી તળાવની આજુ બાજુ વસવાટ કરતા લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે પરંતુ નગર પાલિકા આ વિષે કોઈ પગલુ ભરતી નથી. ગંદકીનાં કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા રહિશો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે.
તળાવમાં વધી રહેલી ગંદગી થી મચ્છરોમાં વધારો થઇ રહ્યો છે, જેથી તેના આજુ બાજુના વિસ્તારોમાં મચ્છર-જન્ય રોગો થવાના ભય રહેલો છે. તળાવની બાજુમાં રહેતા લોકો દ્વારા પણ કચરો નાખીને પ્રદુષિત કરવામાં આવી રહ્યું છે, તેથી નગર પાલિકા એ ધ્યાન આપવું જોઈએ કે આ તળાવમાં લોકો ગંદગી ના કરે અને નગર પાલિકાએ તળાવોને બને તેટલું વહેલું આ સાફ કરાવવું જોઈએ. તળાવો શહેરોની શોભા વધારે છે પરંતુ ગોધરામાં પરિસ્થિતિ કઇક જુદીજ છે. ગોધરાના તળાવોમાં યોગ્ય જાણવણી ન કરવાને લીધે તળાવોમાં ગંદગી વધી રહી છે .
રામ સાગર તળાવમાં ગંદકીનો અતિશય ફેલાવો જોવા મળી રહ્યો છે. જેની તંત્ર દ્વારા અત્યાર સુધી સાફસફાઈ કરવામાં આવી નથી. લાખો રૂપિયા નાં ખર્ચે સરકાર દ્વારા તળાવ બનાવવામાં આવે છે તેમ છતાંય સ્થાનિક તંત્ર દ્વારા તેની તકેદારી લેવામાં આવતી નથી. જેનાં કારણે આસપાસના વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે તેમજ ગંદકીનાં કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા રહિશો ત્રાહિમામ્ પોકારી ગયા છે. નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
આ બધી જ વસ્તુઓ દેખીતી હોવા છતાં નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. વહેલી તકે ગોધરા નાં તમામ રામસાગર તળાવ, સિતા સાગર તળાવ, લક્ષ્મણ સાગર તળાવ અંદર થયેલી ગંદકી વહેલી તકે સાફસફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.