Home /News /panchmahal /Panchmahal: હવે ભારતમાં થશે પોપકોર્નનું ઉત્પાદન; અહીથી મેળવી શકશો પોપકોર્નનું હાઈબ્રીડ પ્રજાતિનું બિયારણ

Panchmahal: હવે ભારતમાં થશે પોપકોર્નનું ઉત્પાદન; અહીથી મેળવી શકશો પોપકોર્નનું હાઈબ્રીડ પ્રજાતિનું બિયારણ

પોપકોર્નની ખેતી નફાકારક છે કે કેમ ? આવો જાણીએ પોપકોર્નની ખેતી વિશે વિગતવાર.

ગોધરા ખાતે મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર આવેલું છે , જેમાં દર વર્ષે 300 થી વધુ જુદા જુદા પ્રકારની મકાઈની હાઇબ્રીડ પ્રક્રિયા કરીને તેમાંથી નવી નવી જાતોનું સંશોધન થયું છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Panch Mahals, India
Prashant Samtani, Panchmahal: તમે બધા મુવી જોવા માટે થિયેટરમાં તો જતા જ હશો. થિયેટરમાં જાઓ અને ઇન્ટરવલ પડે એટલે પોપકોર્નની સુગંધ કેન્ટીન સુધી ખેંચી જાય. કેન્ટીને જાઓ એટલે મસ્ત મજાની મોટી લાઈનમાં ઊભા રહેવું પડે અને જ્યારે નંબર આવે એટલે પોપકોર્ન લેવાની મજા જ કઈક અલગ હોય છે.જુદા જુદા પ્રકારના પોપકોર્ન એમાં ચીઝ અને બટર પોપકોર્ન લોકોની પહેલી પસંદ હોય છે . કેટલાક લોકો તો સ્પેશિયલ પોપકોર્ન ખાવા માટે જ પિક્ચર જોવા જતા હોય છે. પરંતુ તમે જાણ્યું છે કે, પોપકોર્નની ખેતી કરીને નફો પણ કમાઈ શકાય છે. પોપકોર્નની ખેતી કરીને નફાકારક વેપારમાં પણ તેને તબદીલ કરી શકાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારત દેશના બજારમાં મળતા ફૂલ પોપકોર્ન માંથી લગભગ 50% ભાગ વિદેશમાથી આયાત કરવામાં આવે છે.

હવે ભારતના ખેડૂતો કરીશકશે પોપકોર્નનું ઉત્પાદન; અહીથી મેળવી શકશોપોપકોર્નની હાઇબ્રીડ પ્રજાતિનું બિયારણ

પોપકોર્ન મુખ્યત્વે આર્જેન્ટિના દેશમાંથી ભારતમાં ઈમ્પોર્ટ કરવામાં આવે છે. આપણા દેશમાં પોપકોર્નની ઘણી ડિમાન્ડ છે , જેની સામે ઉત્પાદન ખૂબ ઓછું હોય છે , જેથી પોપકોર્નના બજાર ભાવ ખૂબ વધારે જોવા મળતા હોય છે અને જ્યારે કોઈ વસ્તુને ઈમ્પોર્ટ કરીને વેચવામાં આવે તો તેના પર ઘણા બધા ટેક્સ પણ લાગતા હોય છે,



જેના કારણે પણ પોપકોર્ન બજારમાં ખૂબ મોંઘા મળે છે . પરંતુ જો આપણે આપણા જ દેશમાં પોપકોર્નનું મહત્તમ ઉત્પાદન શરૂ કરીએ તો તે આવકનો એક સારો સ્ત્રોત બને તેમ છે અને આપણા ખેડૂતો જે વધુ મહેનત અને ખર્ચ કરીને ઓછું વાવેતર આપે એવી પેદાશો કરે છે , તેની જગ્યાએ જો મકાઈની પોપકોર્ન જાતનું વાવેતર કરે તો એક સારો નફાકારક વેપાર કરી શકે તેમ છે.



ગોધરા ખાતે આવેલ મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર દ્વારા પોપકોર્નની હાઇબ્રીડ પ્રજાતિનું સંશોધન કરવામાં આવ્યું છે.

ગોધરા મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્રના આસિસ્ટન્ટ વૈજ્ઞાનિક ડૉ.એમ.બી પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું " ગોધરા ખાતે મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર આવેલું છે , જેમાં દર વર્ષે 300 થી વધુ જુદા જુદા પ્રકારની મકાઈની હાઇબ્રીડ પ્રક્રિયા કરીને તેમાંથી નવી નવી જાતોનું સંશોધન કરવામાં આવતું હોય છે . ત્યારબાદ તેમાંથી શોધાયેલી નવી જાતને ગુજરાતના દરેક સ્થળે જુદા જુદા પ્રકારની આબોહવા અને જુદા જુદા પ્રકારની જમીનમાં વાવી તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.



જે પ્રજાતિ પાછલી શોધાયેલી પ્રજાતિ કરતા વધુ સારું ઉત્પાદન આપે તે પ્રજાતિને કેટલાક નિર્ધારિત સંગઠનો અને સંસ્થાઓ દ્વારા અધિકૃત રીતે મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ તે પ્રજાતિના બિયારણ બજારમાં ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે અંતર્ગત 2019ની સાલમાં ગોધરા મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર દ્વારા પોપકોર્ન માટે મહાનશ્વેતા નામની હાઇબ્રીડ પ્રજાતિનું સંશોધન કરવામાં આવ્યું છે, જેને અધિકૃત મંજૂરી મળી ગઈ છે અને એક વર્ષના ગાળાની અંદર ખેડૂતો માટે આ પ્રજાતિના બિયારણ પણ અહીંથી ઉપલબ્ધ થઈ જવાના છે.



પંચમહાલ ની ધરતીને મકાઈની ખેતી માટે પરફેક્ટ જગ્યા માનવામાં આવે છે, જેની જમીન અને આબોહવા મકાઈની ખેતી માટે ખૂબ જ સૂટેબલ રહે છે .જેથી પંચમહાલના ખેડૂતો દેશી મકાઈની જગ્યાએ જો અલગ અલગ પ્રકારની મકાઈ કરે તો તે સારો નફો કમાઈ શકે તેમ છે . તેમાંથી જ એક પ્રજાતિ છે, મહેશ્વેતા એટલે કે પોપકોર્ન . સામાન્ય રીતે પોપકોર્ન ના બિયારણો 4 kg ના 640 રૂપિયા, બજાર ભાવે મળી રહે છે. પોપકોર્નની મહાસ્વેતા પ્રજાતિ થી બનાવવામાં આવતી ધાણી ખૂબ જ મીઠી હોય છે, જેથી તે લોકોને ઘણી પસંદ પડે તેમ હોય છે.



હિન્દુ ધર્મના તહેવાર હોળી ધુળેટીમાં પોપકોન કે જેને શુદ્ધ ગુજરાતી ભાષામાં "ધાણી" કહીને ઓળખવામાં આવે છે , તેનો મહિમા ઘણો વધી જાય છે . લોકો હોળીના મહાપર્વ નિમિત્તે હોળીની ચારે બાજુ પરિક્રમા કરીને , તેમાં ધાણી નાખીને રિતી રિવાજ નિભાવતા હોય છે. જેથી હોળીની સિઝનમાં પોપકોર્ન ની ડિમાન્ડ ભારત દેશમાં ખૂબ જ વધી જતી હોય છે . આ ઉપરાંત લોકો શિયાળામાં ગરમા ગરમ પોપકોર્ન ખાવાનું વધુ પસંદ કરે છે, પોપકોર્નમાં પણ ઘણા બધા પ્રકારના પોપકોર્ન આવતા હોય છે. જેમાં ચીજ પોપકોર્ન , બટર પોપકોર્ન ,સોલ્ટેડ પોપકોર્ન, મસાલા પોપકોર્ન , ચીલી પોપકોર્ન , ચાઈનીઝ પોપકોર્ન , ચોકલેટ પોપકોર્ન, હની પોપકોર્ન, પંજાબી પોપકોર્ન વગેરે.



કેટલાક લોકો પોપકોર્ન ના બીયા લઈને જાતે જ ઘરે જઈને ઓવન અથવા તો ગેસ ઉપર કૂકરમાં પોપકોર્નને પકવીને , ટીવી પર સિનેમા જોઈને પોપકોર્ન ખાવાની મજા માણતા હોય છે અને કેટલાક લોકો બજારમાંથી તૈયાર પોપકોર્ન ખરીદવાનું પસંદ કરતા હોય છે. જેમાં જુદા જુદા પ્રકારના મસ્ત મજાના તીખા મીઠા મસાલા નાખેલા હોય છે . તૈયાર પોપકોર્ન બજારમાં ₹10 થી લઈને 50 રૂપિયામાં તેના વજન પ્રમાણે મળી રહે છે તથા પોપકોર્ન ના બીયા બજારમાં ₹30 થી લઈને 100 રૂપિયા સુધી જુદા જુદા ફ્લેવરમાં વજન પ્રમાણે મળી રહેતા હોય છે. માર્કેટમાં એવી ઘણી બધી કંપની ઉપલબ્ધ છે, જે તૈયાર અને કાચા પોપકોન ના બીયા વેચે છે અને ખૂબ સારો નફો પ્રાપ્ત કરે છે. પંચમહાલ ના ખેડૂત મિત્રો જૂની પરંપરાગત પદ્ધતિથી સફેદ મકાઈની ખેતીની જગ્યાએ જો પોપકોર્ન જેવી નફાકારક પેદાસનું ઉત્પાદન કરે તો , ખૂબ સારો નફો મેળવી શકાય તેમ છે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો