ગોધરાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અને દિવ્ય અન્નકૂટ નું આયોજન
દિવાળી પછી તારીખ 25.10.2022 ના રોજ સૂર્યગ્રહણ હોવાથી નવા વર્ષની ઉજવણી 26.10.2022 ના રોજ કરવામાં આવશે.જેથી તારીખ 26 ઓક્ટોબર 2022 ના રોજ ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.
Panchmahal: ગોધરા શહેરની રામનગર સોસાયટીમાં આવેલ બીએપીએસ સંસ્થાનું સ્વામિનારાયણ મંદિર 2011થી સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે આકર્ષણનુંકેન્દ્ર બન્યું છે. હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી તેમજ નવા વર્ષના દિવસે સ્વામિનારાયણ મંદિર ખાતે દૂર દૂરના સ્થળેથી લોકો મંદિરની મુલાકાત લેતા હોય છે અને ભગવાન સ્વામિનારાયણની પુજા અર્ચના કરી દર્શનનો લાભ લેતા હોય છે.
ભગવાન સ્વામિનારાયણને ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ ધર્મના લોકો ભગવાન તરીકે પૂજતા હોય છે અને આરાધના કરતા હોય છે. બીએપીએસ સંસ્થાના તમામ મંદિરો ખાતે દિવાળી અને નવા વર્ષ નિમિત્તે ખાસ પ્રકારે ભગવાન સ્વામિનારાયણનો મસ્ત મજાનો શણગાર કરવામાં આવે છે , જે નિહાળવા માટે દૂર દૂરથી દર્શકો સ્વામિનારાયણના મંદિરોની મુલાકાત લેતા હોય છે. આ વર્ષે બીએપીએસ સંસ્થા દ્વારા ગોધરાની રામનગર સોસાયટી માં આવેલ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું છે . જેનો લાભ લેવા સંસ્થા દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે આવેલ રામનગર સોસાયટીમાં ભવ્ય મોટું સ્વામિનારાયણ મંદિર આવેલું છે. જે મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે .મંદિરની સામેના ભાગમાં પ્રેમવતી કેન્ટીન આવેલી છે અને મંદિરના પ્રાંગણમાં મસ્ત મજાનો ફૂલોથી સુશોભિત બગીચો તેમજ બેસવાની જગ્યા આવેલી છે . જેથી આ મંદિર ફરવા લાયક સ્થળ તરીકે પણ ખૂબ પ્રખ્યાત છે. આ વર્ષે દિવાળીના મહાપર્વ તેમજ નવાવર્ષ નિમિત નવાવર્ષના દિવસે ભગવાન સ્વામિનારાયણને 1100થી વધુ જુદા જુદા પ્રકારની વાનગીઓ ધરાવીને અન્નકૂટનું આયોજન કરવામાં આવેલ છે.
આ વર્ષે દિવાળી પછી તારીખ 25.10.2022 ના રોજ સૂર્યગ્રહણ હોવાથી નવા વર્ષની ઉજવણી 26.10.2022 ના રોજ કરવામાં આવશે.જેથી તારીખ 26 ઓક્ટોબર 2022 ના રોજ ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પંચમહાલ જિલ્લાની તમામ જાહેર જનતાને અન્નકૂટનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યાછે.
અન્નકૂટમાં જુદા જુદા પ્રકારના ભોગ ભગવાન સ્વામિનારાયણને ચડાવવામાં આવનાર છે, જેમાં જુદા જુદા પ્રકારની મીઠાઈઓ, નાસ્તો, નમકીન, મેવા, ફળફળાદી વગેરે 1100 થી વધુ વાનગીઓ ધરાવતું અન્નકૂટ ભગવાન સ્વામિનારાયણને ધરાવામાં આવશે. જેના દર્શનનો લાભ સવારે 10:00 વાગ્યાથી લઈને સાંજના 7.00 વાગ્યા સુધી ભાવિ ભક્તો માટે લઈ શકાશે તેવું આયોજન કરાયુંછે. પંચમહાલ તેમજ પંચમહાલની આસપાસના વિસ્તારના સ્વામિનારાયણ ભક્તો તેમજ સમગ્ર હિન્દુ ધર્મના લોકો મોટી સંખ્યામાં અન્નકુટ ઉત્સવનો લાભ લે તે માટે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ દ્વારા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
સ્થળ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રામનગર સોસાયટી, અમદાવાદ રોડ ગોધરા.