Home /News /panchmahal /Panchmahal: કોઇપણ તકલીફ હોય, અહીં ફ્રીમાં નિદાન કરાવવાની તક, વાંચો વિગત

Panchmahal: કોઇપણ તકલીફ હોય, અહીં ફ્રીમાં નિદાન કરાવવાની તક, વાંચો વિગત

X
ગોધરા

ગોધરા શહેરમાં આ સ્થળે રાખવામાં આવેલ છે મુક્ત નિદાન કેમ્પ આવી રીતે લઈ શકશો લાભ.

લાયન્સ ક્લબ સામાજિક ક્ષેત્રે ઘણી બધી રીતે સમાજસેવાના કાર્યો કરતી સંસ્થા છે. જે અવારનવાર લોકોને લાભ થાય તેવા કાર્યક્રમો આયોજિત કરતી હોય છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Panch Mahals | Godhra
    Prashant Samtani, Panchmahal - લાયન્સ ક્લબ સામાજિક ક્ષેત્રે ઘણી બધી રીતે સમાજસેવાના કાર્યો કરતી સંસ્થા છે. જે અવારનવાર લોકોને લાભ થાય તેવા કાર્યક્રમો આયોજિત કરતી હોય છે. ગોધરા શહેરના લાયન્સ ક્લબ વિભાગ દ્વારા પી.ટી. મીરાણી હોસ્પિટલ ટ્રસ્ટ સાથે ટાઈઅપ કરીને ગોધરાની જનતા માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. જેમાં વડોદરાના ૨૦ વર્ષનો અનુભવ ધરાવતા એલર્જી અને ફેફસાના રોગો ના નિષ્ણાત ડૉ. આનંદ કે. પટેલ કે જેઓ MD (Chest), FCCP (USA), FNCCP, FIAB, FUAPM, MCAI છે અને વિના મૂલ્ય ગોધરાની જનતા ને સારવાર પૂરી પાડવાના છે.

    આ નિદાન કેમ્પમાં નીચે મુજબની તકલીફો માટે વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવનાર છે

    - નાકની એલર્જી જેમાં છીંકો આવવી, નાકમાથી પાણી પડવું ,નાક બંધ થવું વગેરે જેવી સમસ્યાઓ.
    - ફેફસાની એલર્જી જેમાં ખાંસી આવવી , શ્વાસ ચઢવો, છાતી ભારે લાગવી વગેરે જેવી સમસ્યાઓ.
    - આંખોની એલર્જી જેમાં આંખો લાલ થવી , આંખમાં બળતરા થવી, આંખોમાથી પાણી નીકળવું વગેરે જેવી સમસ્યાઓ .
    - પેટની એલર્જી જેમાં ખોરાકની એલર્જી, અન્નનળી અને પેટની એલર્જી , ઓડકાર, ઝાડા, પેટમાં દુખાવા વગેરે જેવી સમસ્યાઓ .


    આ સિવાય એલર્જીની સ્કીન પ્રિક ટેસ્ટ દ્વારા તપાસ જે દુનિયામાં સૌથી વધુ માન્ય અને સૌથી વધારે સચોટ છે. જે લોહીના રિપોર્ટ કરતાં પણ સસ્તી છે. ઇમ્યુનોથેરાપી સારવાર જે એકમાત્ર કાયમી ઈલાજ છે. આ પદ્ધતિ દવા કરતાં પણ સસ્તી છે. જે સ્ટીરોઈડ વગરની પદ્ધતિ છે. આ પદ્ધતિ જીભના ટીપાં દ્વારા કરવામાં આવે છે. ફેફસા ની ક્ષમતાનો કોમ્પ્યુટરાઈઝ ટેસ્ટ જેમાં દૂરબીન દ્વારા ફેફસાની તપાસ કરવામાં આવે છે. જટીલ અને ભારે ટીબી ની તપાસઅને સારવાર, છાતીમાં પાણી અને હવા ભરાવાની સારવારનું નિદાન પણ ડોક્ટરો દ્વારા નિશુલ્ક રીતે કરવામાં આવશે.


    આ નિદાન કેમ્પ તારીખ 24/12/2022 (શનિવાર) ના રોજ બપોરે 2 થી 5ના સમગાળા માં રાખવામાં આવેલ છે.


    સ્થળ: સદવિચાર પરિવાર ગોધરા
    પી. ટી. મીરાણી આઈ હોસ્પિટલ એન્ડ રોટરી આઇ કેર સેન્ટર.સ્વ. સદાબા વિઠ્ઠલભાઈ પટેલ મેડિકલ સેન્ટર, ગોધરા
    નામ નોંધાવવા સંપર્ક કરો: 8238981651 
    વધુ જાણકારી માટે સંપર્ક કરો: 9428971079
    First published:

    Tags: Local 18, Panchmahal, ગોધરા