Home /News /panchmahal /Godhra: VIDEO: વિદ્યાર્થીઓએ બનાવી અદભૂત ડોક્યુમેન્ટરી, સુંદર રીતે દર્શાવ્યા ઐતિહાસીક સ્થળો

Godhra: VIDEO: વિદ્યાર્થીઓએ બનાવી અદભૂત ડોક્યુમેન્ટરી, સુંદર રીતે દર્શાવ્યા ઐતિહાસીક સ્થળો

X
 કોલેજના

 કોલેજના વિધાર્થીઓ દ્વારા બનાવામાં આવી ઐતિહાસીક સ્થળ પર બનાવી ડોક્યુંમેન્ટરી.

આ વર્ષે 2022-23 માં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગોધરા, ટુવા ગરમ પાણીના જરા, ગોધરા ગણેશ મહોત્સવ, વૃદ્ધાશ્રમ, ગાંધી આશ્રમ, પાવાગઢ ની આજુબાજુના સ્થળો જેવા વિવિધ રસપ્રદ વિષયો પર વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ્રીઝ બનાવી હતી,

  • News18 Gujarati
  • Last Updated :
  • Godhra | Panch Mahals
    Prashant Samtani, Panchmahal - પંચમહાલ જિલ્લામાં ઘણા એવા ઐતિહાસીક અને પૌરાણિક સ્થળ આવેલા છે. તે સ્થળોનો વિકાસ થાય અને પંચમહાલ જિલ્લા તથા આજુ બાજુના જિલ્લાના લોકોને આવા પૌરાણિક સ્થળો વિશે માહિતી મળે અને તે સ્થળો ટુરિષ્ટ પ્લેસ તરીકે વિકાસ થાય અને તે માટે એન.એસ.એસ રિસર્ચ ડોક્યુમેન્ટરી પ્રોગ્રામ બે વર્ષ પહેલાં એનએસએસ વિભાગ શેઠ સાયન્સ કોલેજ ગોધરા દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.

    આ પ્રોગ્રામ અંતર્ગત ખાસ વિદ્યાર્થીઓ કોઈ પણ એક સોશિયલ સાયન્ટિફિક કે કલ્ચરલ વિષય પર ટોપિક પસંદ કરે અને તેના અંગે ઊંડાણપૂર્વક રિસર્ચ પણ કરે અને અંતે ડોક્યુમેન્ટરીના સ્વરૂપમાં આ પ્રયાસને લોકો સમક્ષ મૂકવામાં આવે એવા ધ્યેય સાથે વિવિધ ડોક્યુમેન્ટરીઓના વિષયો પસંદ કરાયા હતા વર્ષ 2021-22 માં આવી કુલ 8 ડોક્યુમેન્ટરીઓ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ની ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવી હતી.



    આ વર્ષે 2022-23 માં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગોધરા, ટુવા ગરમ પાણીના જરા, ગોધરા ગણેશ મહોત્સવ, વૃદ્ધાશ્રમ, ગાંધી આશ્રમ, પાવાગઢ ની આજુબાજુના સ્થળો જેવા વિવિધ રસપ્રદ વિષયો પર વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ્રીઝ બનાવી હતી, અને પોતાનું સંશોધન હાથ ધર્યું હતું. આ સમગ્ર ડોક્યુમેન્ટરી વિદ્યાર્થીઓ જાતે જ શૂટ કરે છે, ડબ પણ જાતે કરે છે. અને એડિટ પણ જાતે જ કરતા હોય છે, તેનું સંપૂર્ણ માર્ગદર્શન અને વિચાર કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર રૂપેશ નાકર દ્વારા આપવામાં આવે છે. એન.એસ.એસ માં આવો કન્સેપ્ટ હજુ કોઈ યુનિવર્સિટીએ શરૂ કર્યો નથી. માટે આ કન્સેપ્ટમાં વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

    ઉપરાંત ડોક્યુમેન્ટરી અંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ, કુલસચિવ ડો અનિલ સોલંકી, એન.એસ.એસ વિભાગના કોર્ડીનેટર નરસિંહ પટેલ દ્વારા ડોક્યુમેન્ટરી ને ખૂબ જ શુભેચ્છાઓ આપી રહ્યા છે. ખાસ કરીને પંચમહાલ અને આજુબાજુના પંથકમાં આ ડોક્યુમેન્ટરીને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો