Home /News /panchmahal /

ગોધરા: પરિવારને પ્રેમ સંબંધની જાણ ન થાય તે માટે દોહિત્રીએ નાનીની હત્યા કરી નાખી

ગોધરા: પરિવારને પ્રેમ સંબંધની જાણ ન થાય તે માટે દોહિત્રીએ નાનીની હત્યા કરી નાખી

મોરવા હડફ પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)

Morva Hafaf murder case: પ્રેમ સબંધ નિભાવવા અને છૂપાવવા માટે પ્રેમીઓ ગમે એ હદ સુધી જઈ શકે છે, જે બાબતને સમર્થન આપતો એક કિસ્સો મોરવા હડફ તાલુકામાં સામે આવ્યો છે.

  રાજેશ જોષી, ગોધરા: મોરવા હડફ તાલુકામાં દોહિત્રી (Grand daughter)એ પોતાની 70 વર્ષીય નાનીને બોચીમાં કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ (Morva haraf murder case) ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. મોરવા હડફ પોલીસે (Morva haraf police) સગીરવયની દોહિત્રી સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નાનીની હત્યા કર્યા બાદ દોહિત્રીએ પોલીસને ગરમાર્ગે દોરવા અથાગ પ્રયત્નો કર્યા હતા પરંતુ પોલીસની પૂછપરછમાં આખરે તે ભાંગી પડી હતી. પોલીસ સમક્ષ સગીરવયની દોહિત્રીએ કબૂલાત કરી છે કે તેણીના પ્રેમ સંબંધની જાણ નાનીના માધ્યમથી અન્યોને ન થઈ જાય તે માટે હત્યાકાંડને અંજામ આપ્યો હતો. બીજી તરફ માસીએ જ તેની ભાણી સામે નાનીની હત્યાની ફરિયાદ કરતા મોરવા હડફ પોલીસે સગીરવયની કિશોરીની હત્યાના ગુનામાં અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરી છે.

  પ્રેમ સંંબંધ જાહેર થવાનો હતો ડર


  પ્રેમ સબંધ નિભાવવા અને છૂપાવવા માટે પ્રેમીઓ ગમે એ હદ સુધી જઈ શકે છે, જે બાબતને સમર્થન આપતો એક કિસ્સો મોરવા હડફ તાલુકામાં સામે આવ્યો છે. તાલુકા પંથકમાં રહેતી એક 70 વર્ષીય વૃદ્ધાને સંતાનમાં માત્ર દીકરીઓ જ હતી. વૃદ્ધા એકલી જ ઘરે રહેતી હોવાથી તેઓની દોહિત્રી સાથે રહેતી હતી. દરમિયાન અંદાજીત 17 વર્ષની દોહિત્રીને કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હોવા અંગેની જાણ તેની નાનીને થઈ ગઈ હતી. જેથી આ બાબતે દાદીએ તેણીને ટકોર કરી હતી. જેથી આ સંબંધ જાહેર થઈ જવાન છૂપો ડર દોહિત્રીના મનમાં ઘર કરી ગયો હતો.

  માસીએ ફરિયાદ દાખલ કરી


  જે બાદમાં કિશોરીએ પોતાની નાનીને જ દુનિયામાંથી દૂર કરી દેવાનો મનોમન કારસો ઘડ્યો હતો. પ્લાન પ્રમાણે નાની બહારના ભાગે જમી રહ્યા હતા તે દરમિયાન દોહિત્રીએ બોચીના ભાગે કુહાડીનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બીજી તરફ તેણીએ જ તેની માસીને દાદીના મૃત્યુ અંગેની જાણ કરી હતી. સાથે જ અન્ય માધ્યમથી બીજા સ્નેહીજનોને પણ વૃદ્ધાનું મોત થયું હોવાની જાણ કરવામાં આવી હતી. દરમિયાન વૃદ્ધાની અન્ય દીકરીએ મોરવા હડફ પોલીસ મથકે તેની માતાની હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

  પોલીસ તપાસમાં ભાંડો ફૂટી ગયો


  આ કેસમાં મોરવા હડફ પીએસઆઇ એચ.જી.ભરવાડે સ્થળ ઉપર જઈ તપાસ કરવા ઉપરાંત મૃતદેહનું પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન વૃદ્ધા સાથે તેની દોહિત્રી રહેતી હોવાનું સ્વજનોએ જણાવતાં પોલીસે દોહિત્રીની પૂછપરછ કરી વૃદ્ધાની હત્યા કોણે ક્યારે અને કેવી રીતે કરી તે અંગેની જાણકારી મેળવી હત્યાનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો.

  આ પણ વાંચો: અંધવિશ્વાસના ચક્કરમાં મહિલાની નિર્મમ હત્યા, જીભ અને ગુપ્તાંગ કાપી નાખ્યું

  પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દોહિત્રીએ કેટલાક ચોર તેઓના ઘરે આવ્યા હતા, જેઓએ હત્યા કરી હોવાની કેફિયત રજૂ કરી હતી. બાદમાં અન્ય એક યુવકનું નામ આપી તેણે હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આ રીતે હત્યા કોણે કરી તે અંગે કંઈ જ સ્પષ્ટતા કરી નહતી. જેથી પોલીસ માટે વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવો પ્રથમ તબક્કે પડકાર બની ગયો હતો. જોકે, પોલીસની સૂઝબૂઝ થકી કિશોરીના વર્તન અને ઘરમાં વેરવિખેર સામાનની સ્થિતિ નિહાળ્યા બાદ દોહિત્રીને વિશ્વાસમાં લઇ પૂછપરછ તેણીએ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Panchmahal, ગુનો, પોલીસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन