Home /News /panchmahal /Panchmahal: આ બે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરના સેમિનારમાં ઝળકશે, આ મુદ્દાઓ પર રજૂ કરશે વિચાર

Panchmahal: આ બે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરના સેમિનારમાં ઝળકશે, આ મુદ્દાઓ પર રજૂ કરશે વિચાર

નેશનલ સાયન્સ સેમીનારમાં પંચમહાલના બે વિદ્યાર્થીઓની પસંદગી.

દુનિયાને ટકાવી રાખવા માટેની સંભાવનાઓ અને તેના પડનાર પડકારો જેવા ખૂબ મહત્વના વિષયો ઉપર, શાળાના વિદ્યાર્થીઓના મંતવ્ય જાણવા,  તેમજ નવી પેઢીને વિજ્ઞાનની પૂરતી સમજ મળી શકે તે માટે ખાસ પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે .

  Prashant Samtani, Pachmahal: નેશનલ સાયન્સ સેમીનારમાં પંચમહાલના બે વિદ્યાર્થીઓની પસંદગી.ગોધરા શહેરના તેલંગ સ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલ લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓને વિવિધ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પ્રોત્સાહીત કરી, ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત બાળકોને વિજ્ઞાન અને નવી શોધો વિશેનું પ્રેકટીકલ જ્ઞાન મળે તે માટે ઘણા કાર્યક્રમો આયોજિત કરવામાં આવતા હોય છે. માનવ જીવનનો વિકાસ સતત કેવી રીતે થઈ શકે તેમજ દુનિયાને ટકાવી રાખવા માટેની સંભાવનાઓ અને તેના પડનાર પડકારો જેવા ખૂબ મહત્વના વિષયો ઉપર, શાળાના વિદ્યાર્થીઓના મંતવ્ય જાણવા, તેમજ નવી પેઢીને વિજ્ઞાનની પૂરતી સમજ મળી શકે તે માટે ખાસ પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે .

  ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્રારા પ્રસ્થાપિત , લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદનું આયોજન લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા ખાતે યોજવામા આવ્યું હતું. પંચમહાલ જીલ્લાની શેહરી અને ગ્રામ્ય વિસ્તારની ૧૦ જેટલી શાળાના કુલ ૩૮ વિદ્યાર્થીઓ એ આ સેમિનારમાં ભાગ લીધો હતો. દરેક વિદ્યાર્થીઓએ અવિરત અને ટકાઉ વિકાસ માટે શું શું પગલાં ભરવા જોઇએ, અથવા વિકાસની સાથે સાથે પર્યાવરણ અને માનવ જીવનને અસર કરતા કેવા ફેરફારો થાય છે, વિષય પર પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા . જેમાં ખાસ મુદ્દાઓ મા વાત કરીએ તો \" જ્યારે લોકો પોતાની સુખ સુવિધા માટે એસી ,ફ્રીઝ જેવા ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો ઉપયોગ કરતા થયા છે તે વિકાસ છે , તેની વિપરીત અસરના ભાગરૂપે તેનામાંથી નીકળ તો કલોફો ફ્લોરો કાર્બન નામનો ઝેરી વાયુ ઓઝોન સ્તરને નુકશાન કરે છે , જેથી સુર્યના કિરણો સીધા માનવ શરીર પડે પડે, અને તેનાથી જુદા જુદા પ્રકારની ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહે છે.

  આવીજ રીતે, ફેક્ટરીઓ માનવજીવન ને જરૂરી હોય તેવી ચિઝવસ્તુઓનું ઉત્પાદન કરે છે , પરંતુ તેની સામે પર્યાવરણમાં વાયુ અને પાણીનું પ્રદૂષણ પણ ફેલાય છે. આવાં જુદા જુદા મુદ્દાઓ વિદ્યાર્થીઓ જાતે રિસર્ચ કરી કોમ્પ્યુટમાં તૈયાર કરી લઇ આવ્યા હતા . અને પોતાના મુદ્દાને પોતાની સમજ શક્તિ અનુસાર તમામ વ્યક્તિઓ આગળ વ્યક્ત કર્યા હતા. જેમાંથી પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરના વિદ્યાર્થી સુરજ ગૌડ અને ગોધરાની કંગના મુલચંદાનીએ પોતાની સમજ શક્તિ અને રિસર્ચની મદદ આપેલ અદભુત પ્રેઝન્ટેશનથી પ્રભાવિત થઈ લોકો આશ્ચર્યચકિત થયા હતા અને બંને વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરના સેમિનાર માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરાવ્યું હતું. કાર્યક્રમમાં વિજેતા થનાર બંને વિદ્યાર્થી ઓને લોકવિજ્ઞાનકેન્દ્ર દ્વારા રોકડ પુરષ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય સ્તરે આયોજિત થનાર સેમીનારમાં પંચમહાલ જિલ્લાના બંને વિદ્યાર્થીઓને પોતાના વિચારો મૂકવાનો મોકો મળવાનો હોય ત્યારે સમગ્ર જિલ્લા માટે ગર્વ સમાન બાબત બની છે .

  લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરાના પ્રમુખ ડો સુજાત વલી સાથે વાત કરતા જણાવ્યું હતું કે , સામાન્ય લોકોનું જીવન સરળ બને ,અને સતત વિકાસ થાય પણ સાથે સાથે પર્યાવરણનું પણ જતન થાય તે ખૂબ જરૂરી છે. આ વિષય માનવ કલ્યાણ માટે ખૂબ મહત્વનો છે, જે આવનાર પેઢીને સમજવું ખૂબ જ જરૂરી છે. જે સંદર્ભે નેશન લ સાયન્સ મ્યુઝીયમ દ્વારા આયોજિત નેશનલ સાયન્સ સેમીનાર વિદ્યાર્થી ઓને પોતાની પ્રતિભા પ્રસ્તુત કરવા પ્લેટફોર્મ પૂરું પાડે છે.
  First published:

  Tags: Experiment, National, Panchmahal, Science

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन